Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં ફરી ગ્રીષ્માવાળી! પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરા પર બ્લેડથી હુમલો કર્યો, ગાલ ચીરાયો પછી....

Surat Crime News :પાંડેસરામાં એક તરફ પ્રેમમાં પાગલ પ્રેમીએ બે અઠવાડિયા પહેલા પાંડેસરા બમરોલી ગોવાલક રોડ ખાતે 14 વર્ષની સગીરાની છેડતી કરી હતી.

સુરતમાં ફરી ગ્રીષ્માવાળી! પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરા પર બ્લેડથી હુમલો કર્યો, ગાલ ચીરાયો પછી....

દીપક જીતિયા/સુરત: પાંડેસરામાં સગીરાની છેડતી કરી બ્લેડ વડે હુમલો કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાવ કરતો હતો. સગીરાએ ના પાડતા બ્લેડ ઘા મારી મહારાષ્ટ્ર ફરાર થઈ ગયો હતો.

સુરતના શહેરમાં ફરી એકવાર ગિરીશમાં વેકરીયા હત્યા કેસ એવો કિસ્સો બનતા રહી ગયો હતો. પાંડેસરામાં એક તરફ પ્રેમમાં પાગલ પ્રેમીએ બે અઠવાડિયા પહેલા પાંડેસરા બમરોલી ગોવાલક રોડ ખાતે 14 વર્ષની સગીરાનીછેડતી કરી હતી. આરોપી સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ વિરોધ કરતા આરોપીએ બ્લેડના ઘા મારી મહારાષ્ટ્ર ફરાર થઇ ગયો હતો. હુમલામાં યુવતીનો ગાલ ચરાઈ જતા 17 ટાંકા આવ્યા હતા. ઘટનાને લઈને પાંડેસરા પોલીસે પાંડેસરા બમરોલી રોડ ગોવાલક નગરમાં રહેતો 25 વર્ષીય આરોપી કિરણ સુભાષ ઈસી વિરુદ્ધ ગુનો નોંધી કારવાળી હાથ ધરી હતી.

આ ગુનામાં પાંડેસરા પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ હુમલાખોર પ્રેમી કિરણ સુભાષ ઈસીની બાતમીના આધારે આશાપુરી નગર પાસે સીટી બસમાંથી પકડી પાડ્યો હતો આરોપીએ છેલ્લા કેટલાક દિવસોથી 14 વર્ષની સગીરાનો પીછો કરતો હતો આ પહેલા બે થી ત્રણ વખત સગીરાની છેડતી પણ કરી હતી. 

આ પણ જુઓ વીડિયો:-

સગીરા ઘરે આ બાબતે જાણ કરતા પરિવારે આરોપીને ટકોર આપી સમજાવી દીધો હતો, પરંતુ આરોપી આવી રીતે જીવલેણ હુમલો કરશે તેવી પરિવારને કે સગીરાને બિલકુલ ખ્યાલ ન હતો હાલ પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સલીયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More