Home> Gujarat
Advertisement
Prev
Next

Surat: કોરોના કાળમાં સ્વજનો ગુમાવનારા 1815 પરિવારજનોને સહાય ચુકવાઈ

સરકારે કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય ચુકવવાની જાહેરાત કરી છે. સુરતમાં અત્યાર સુધી 9.75 કરોડની સહાય ચુકવવામાં આવી છે. 
 

Surat: કોરોના કાળમાં સ્વજનો ગુમાવનારા 1815 પરિવારજનોને સહાય ચુકવાઈ

સુરતઃ દેશ સહિત રાજ્યભરમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી રહી છે. આ માટે અનેક લોકોએ અરજી પણ કરી છે. સુરતમાં પણ કોરોના કાળમાં પોતાના સ્વજનો ગુમાવી ચુકેલા પરિવારજનોને સહાય આપવામાં આવી રહી છે. સુરતમાં કોરોના સંક્રમણને કારણે પહેલા અને બીજા તબક્કામાં મોટી સંખ્યામાં મોતને ભેટ્યા હતા. કોરોના કહેર વચ્ચે અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

અત્યાર સુધી 1800થી વધુ લોકોને સહાય ચુકવવામાં આવી
સુરતના કલેક્ટર દ્વારા આજે કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચુકવવા અંગે માહિતી આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં સુરત કલેક્ટર દ્વારા 1815 પરિવારોને રૂ 9.75 કરોડ ચૂકવાયા છે. સુરત શહેરમાંથી 1468 અને જિલ્લામાંથી 488 અરજીઓ વહીવટી તંત્રને મળી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પુરાવો તપાસીને તાત્કાલિક અસરથી બેંક એકાઉન્ટમાં પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ પેપર લીક કાંડઃ માત્ર હેડ ક્લાર્ક જ નહીં અત્યાર સુધી આ પરીક્ષાના પેપર થઈ ચુક્યા છે લીક  

જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવાયું છે કે કોવિડ-19થી મૃત્યુ પામેલા મૃતકના વારસદારોને SDRFમાંથી રૂ.50 હજારની સહાય આપવામાં આવી રહી છે. જેથી અરજદારો સત્વરે સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx ઉપર અથવા સંબંધિત મામલતદાર કચેરીમાં પણ રૂબરૂ અરજી કરી શકશે. સરકાર દ્વારા કોરોના સંક્રમણમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો દ્વારા જેટલી પણ અરજી કરવામાં આવી રહી છે તેને અમે ઝડપથી ધ્યાને લઇને સહાય ચૂકવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More