Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત : ન્હાતા સમયે યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો અને

Surat News : સુરતના અઠવા વિસ્તારમાં ટેલરિંગનું કામ કરતાં યુવાનનું હાર્ટ અટેકથી મોત... સવારે બાથરૂમમાં નાહતાં સમયે હાર્ટ અટેક આવ્યો...પરિવારજનો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા..
 

સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત : ન્હાતા સમયે યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો અને

Heart Attack પ્રશાંત ઢીવરે સુરત : શહેરના અઠવા વિસ્તારમાં 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ટેલરિંગનું કામ કરતા જયેશભાઈ પટેલે આજે સવારે બાથરૂમમાં નાહવા જતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને સારવાર અર્થે નવી સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બાઈક ચલાવતા હોય કે ચાલતા ચાલતા, ઊંઘમાંથી ઊઠવાની સાથે જ હાર્ટ એટેક આવવાથી મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતના અઠવા વિસ્તારમાં બન્યો છે. ઓલપાડી મોહલામાં રહેતા 42 વર્ષ જયેશભાઈ ચીમનભાઈ પટેલ ટેલરિંગ નું કામ કરતા હતા. આજરોજ સવાર બાથરૂમમાં નાહવા ગયા હતા. દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પરના હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો હતો.

 

 

મહત્વની વાત એ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો નોંધાયો છે. અને જેમાં ખાસ કરીને 15 થી 40 વર્ષની ઉંમરના લોકો હાર્ટ એટેકના વધુ શિકાર બની રહ્યા છે. જ્યારે અચાનક હાર્ટ એટેક આવવાથી મોતના નીપજતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

 

કોરોના પછી હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ હાર્ટએટેકના કિસ્સા જીવલેણ બની રહ્યાં છે. ચિંતાની બાબત એ છે કે, હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More