Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking : ગોધરા હત્યાકાંડ બાદના સરદારપુરા નરસંહારમાં 14 દોષિતોને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા

સુપ્રિમ કોર્ટે સરદારપુરા નરસંહારમાં દોષિત જાહેર થયેલા 14 લોકોને જામીન આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના નેતૃત્વવાળી પીઠે દોષિતોને જામીન આપ્યા છે અને તેઓની જામીન સમય દરમિયાન સામાજિક કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. 

Breaking : ગોધરા હત્યાકાંડ બાદના સરદારપુરા નરસંહારમાં 14 દોષિતોને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા

નવી દિલ્હી :સુપ્રિમ કોર્ટે સરદારપુરા નરસંહારમાં દોષિત જાહેર થયેલા 14 લોકોને જામીન આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના નેતૃત્વવાળી પીઠે દોષિતોને જામીન આપ્યા છે અને તેઓની જામીન સમય દરમિયાન સામાજિક કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. 

સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ લોકોની અરજી પર સુપ્રિમ કોર્ટ અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી આ તમામે ઈન્દોર અને જબલપુરમાં રહેવાનું રહેશે. દોષિતોનું બે અલગ અલગ જૂથ પાડવામાં આવ્યું છે. બંનેને અલગ અલગ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક ગ્રૂપને ઈન્દોર મોકલાયુ છે, તો બીજા ગ્રૂપને જબલપુર રહેશે. આમાથી કોઈ પણ ગુજરાતની સરહદમાં પ્રવેશ નહિ કરી શકે. આ સાથે જ કોર્ટ દોષિતો માટે સમાજ સેવાની પણ શરત મૂકી છે. જેને પાળવાની રહેશે. 

વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા

તાજેતરમાં જ આવ્યો હતો નાણાવટી પંચનો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, થોડા સમયે પહેલા નાનાવણી આયોગે ગુજરાતમાં 2002ના રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને ક્લીનચીટ આપી હતી. આ રમખાણોમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાથી મોટાભાગના અલ્પસંખ્યક સમુદાયના હતા. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાઓ ગૃહમાં આયોગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં તત્કાલીન સરકારે સોંપાયા બાદ પાંચ વર્ષ બાદ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. આયોગે 1500થી વધુ પાનાના રિપોર્ટમાં કહ્યું હતું કે, એવા કોઈ પુરાવા નથી મલ્યા, જે રાજ્યના કોઈ મંત્રીએ હુમલા માટે ભડકાવ્યા હોય. 

મધ્યપ્રદેશ સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી આરોપીઓ માટે રોજગારની તકો શોધવામાં મદદ કરે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. દર ત્રણ મહિને મધ્યપદેશ સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી સુપ્રિમ કોર્ટને રિપોર્ટ આપે તેવો સુપ્રીમનો આદેશ છે. ઉલ્લેખનીય છે કે, સરદારપુરમાં ઓડના પીરાવાળી ભાગોળમાં 2002ના રમખાણો વખતે 23 લોકોને જીવતા સળગાવવા બદલ હાઈકોર્ટે 14 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. હાલ આરોપીઓની અપીલ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે. અપીલ પેન્ડિંગ છે તેવા સમયે જામીન મુક્ત કરવા માટે આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More