Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષા, બે તબક્કામાં યોજાશે પરીક્ષા

રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા બે તબક્કામાં યોજાઇ રહી છે. આ પૂરક પરીશા સવારે 10 વાગ્યાથી લઇને સાંજના 6.30 વાગ્યા સુધીમાં બે તબક્કામાં યોજાશે. ત્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષા 28 ઓગસ્ટ અને ધોરણ 12 સાયન્સની 27 ઓગસ્ટના પૂર્ણ થશે.

રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષા, બે તબક્કામાં યોજાશે પરીક્ષા

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા બે તબક્કામાં યોજાઇ રહી છે. આ પૂરક પરીશા સવારે 10 વાગ્યાથી લઇને સાંજના 6.30 વાગ્યા સુધીમાં બે તબક્કામાં યોજાશે. ત્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષા 28 ઓગસ્ટ અને ધોરણ 12 સાયન્સની 27 ઓગસ્ટના પૂર્ણ થશે.

આ પણ વાંચો:- 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયની પરીક્ષાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન, આ નિયમોનું રાખો ધ્યાન

રાજ્યમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બે તબક્કામાં યોજાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં સામાજિક વિજ્ઞાનની પૂરક પરીક્ષા આપશે. આ પરીક્ષાનો સમય સવાર 10 વાગ્યાથી બપોરના 1.15 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં રસાયનશાસ્ત્રની પૂરક પરીક્ષા આપશે. આ પરીક્ષાનો સમય સવારે 10.30થી બપોર 2 વાગ્યા સુધીનો રહેશે.

આ પણ વાંચો:- પેન્શનર ઘરે બેઠા બેઠા હયાતીની ખરાઇ કરી શકશે, આ વેબસાઇટ પર કરો ક્લિક

બીજા તબક્કામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની અંગ્રેજી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી સાંજના 6.15 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બીજા તબક્કામાં એંગ્રેસી (પ્રથમ/ દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનો સમય બપોર 3 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધીનો રહેશે. જો કે, ધોરણ 10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓ 28 ઓગસ્ટના પૂર્ણ થશે. ત્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓ 27 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

આ પણ વાંચો:- અમદાવાદમાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 44 ટકા વાલી આખુ વર્ષ બાળકને શાળા મોકલવા તૈયાર નહી

ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે પેપરના નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષાની ઓનલાઇન અરજી પ્રક્રિયા ગઇકાલ સાંજે (25 ઓગસ્ટ) 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ બે વિષયની પુરક પરીક્ષા આપવા ઇચ્છુક છે તેમનું ફોર્મ બોર્ડની વેબસાઇટ પર જઇને 4 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

આ પણ વાંચો:- જમીન પચાવી પાડનારાઓની ખેર નથી, સરકાર ટુંક સમયમાં લાવશે કડક કાયદો

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આ પુરક પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાનું રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓનું અગાઉ એક વિષયમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય અને ફી ભરવામાં આવી હોય તેઓએ ફરીથી ફોર્મ ભરવાનું નથી. બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરી ફી ભરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More