Home> Gujarat
Advertisement
Prev
Next

નેતાજી આ શું બોલ્યા? ભાજપમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; 'હવે રહેવા દયો...'

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતાં ગામમાં એક શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદાના મંદિરના દર્શન અને આશીર્વાદ લીધા હતા.

નેતાજી આ શું બોલ્યા? ભાજપમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; 'હવે રહેવા દયો...'

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે તમામ પાર્ટીઓના નેતાઓ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતાં ગામમાં એક શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો

આ શતાબ્દી મહોત્સવમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી. સાથે જ પરશોત્તમ રૂપાલા પ્રેમગઢ ગામથી નીકળીને રાજકોટ તરફ જતા સમયે પરશોત્તમ રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદાના મંદિરના દર્શન અને આશીર્વાદ લીધા હતા.

'4 જૂને BJP હારી જશે, AAP વિના દિલ્હીમાં કોઈ સરકાર નહીં બને' : આ નેતાએ કર્યો દાવો

કાઠી સમાજે તેમજ આજે સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ છે. સાથે પરસોતમ રૂપાલાને ભાજપમાં ચાલતા વિવાદ બાબતે પૂછતાં રૂપાલાએ કહ્યું હવે રહેવા દયો, કહી ચાલતી પકડી હતી. સાથે જ જેતપુર કાઠી સમાજે પરસોતમ રૂપાલાનું ઢોલ નગારા અને ફુલહારથી સ્વાગત કર્યું હતું. 

ફરી નેતાઓનો લિટમસ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More