Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના પાટીદાર આગેવાનનો આપઘાત, જમીન લખાવવા માટે PI સહિત 11 સામે ગુનો નોંધાયો

જિલ્લાના ઓલપાડ તાલુકાની અલગ અલગ સહકારી સંસ્થાઓમાં સેવા આપનારા પાટીદાર સમાજના સહકારી આગેવાન અને સરકાર રોડ કોન્ટ્રાક્ટર અને ક્વોરીના ઉદ્યોગ સાથે સંકળાયેલા દુર્લભભાઇએ માંડવી નજીકનાં ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. 

સુરતના પાટીદાર આગેવાનનો આપઘાત, જમીન લખાવવા માટે PI સહિત 11 સામે ગુનો નોંધાયો

સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકાની અલગ અલગ સહકારી સંસ્થાઓમાં સેવા આપનારા પાટીદાર સમાજના સહકારી આગેવાન અને સરકાર રોડ કોન્ટ્રાક્ટર અને ક્વોરીના ઉદ્યોગ સાથે સંકળાયેલા દુર્લભભાઇએ માંડવી નજીકનાં ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. આત્મહત્યામાં રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા અને અન્ય 4 પોલીસ કર્મચારીઓ સહિત 11 લોકોએ 24 કરોડની જમીન લખી આપવા માટે ખુબ જ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

કોરોના કેન્દ્ર કમલમને આખરે આંશિક બંધ કરાયું, પ્રવક્તા સહિત 7ને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

અત્રે ઉલ્લેખનીય છે કે, 24 કરોડ રૂપિયાની જમીન લખી આપવા માટે છેલ્લા 8 મહિનાથી તેમને પરેશાન કરવામાં આવતા હતા. જેના પગલે છેલ્લા 6 મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાનોએ અંતિમ પગલું ભર્યું હતું. દુર્લભભાઇના પીસાદ ખાતે બ્લોક નંબર 4ની 10,218 ચોરસ મીટર જમીન 17-03-2014 ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોર કોસીયાના નામે સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીનમાં વિવાદ થતા લાંબી ખેંચતાણ બાદ ઇન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલ્યા બાદ 2-1-2020ના રોજ રાત્રે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દુર્લભભાઇને બોલાવાયા હતા. જો કે દુર્લભભાઇએ સવારે આવવાનું કહેતા કહેવાયું કે કોઇ પણ સ્થિતીમાં પી.આઇ બોડાણા તમને મળવા માંગે છે.

રાજકોટ: મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ અને પછી...

અસહ્ય દબાણના પગલે દુર્લભભાઇએ પોતાનાં દિકરાને મોકલ્યો હતો. જો કે બોડાણાની ચેમ્બરમાં પહેલાથી જ બેઠેલાલાખા ભરવાડ અને હેતલ દેસાઇએ ખુબ જ ગાળો આપીને પીસાદની જમીન બાબતે તત્કાલ નોટરી રૂબરૂ લખાણ કરી આપવા માટે દબાણ કરીને તત્કાલ લખાણ કરાવી લીધું હતું. દુર્લભભાઇએ અવેજીની રકમનું કહેતા રકમ પણ આપી નહોતી. જેથી તેઓ ખુબ જ દબાણમાં રહેતા હતા. આખરે કંટાળીને તેમણે જીવન ટુંકાવી દીધું હતું. 

વડોદરાની SSG હોસ્પિટલના કોરોના વોર્ડમાં આગ, કોઇ જાનહાની નહી

મેનેજરે જણાવ્યું કે, શેઠે સવારે ફોન કરી તેમના રૂમમાં મુકેલી ડાયરીમાં ચિઠ્ઠી છે તે તેમના પુત્ર ધર્મેશને આપવા જણાવ્યું હતું. જેથી હું ખાણ પર આવી ગયો હતો. આ ચિઠ્ઠીમાં પી.આઇ લક્ષ્મણસિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ નટવર દેસાઇ, ભાવેશ કરમસિંહ સવાણી, કનૈયા લાલ નરોલા, કિશોર કોશિયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય બોપાલા, કિરણસિંહ (પી.આઇનો રાઇટર) અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓનાં નામનો ઉલ્લેખ હતો.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More