Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તર ગુજરાતની આ સરકારી શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની લાગી લાઇનો, ટેકનોલોજી સજ્જ

જિલ્લામાં શિક્ષણ માટેની ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં શાળામાં અભ્યાસની ગુણવત્તા સુધરવાના કારણે તાજેતરના સરકારી આંકડા ચોંકાવી દે તેવા છે.  

ઉત્તર ગુજરાતની આ સરકારી શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની લાગી લાઇનો, ટેકનોલોજી સજ્જ

તેજસ દવે/મહેસાણા: જિલ્લામાં શિક્ષણ માટેની ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં શાળામાં અભ્યાસની ગુણવત્તા સુધરવાના કારણે તાજેતરના સરકારી આંકડા ચોંકાવી દે તેવા છે. જાણીને નવાઈ લાગશે કે ખાનગી શાળા માંથી આભ્યાસ છોડીને આવેલા બાળકો હવે સરકારી શાળામાં આવ્યા છે. અને આ આંકડો 200 કે 500નો નહીં પરંતુ 11 હજારને પાર થવા ગયો છે.

મહેસાણાની આ પાઠશાળા જોઈ એવું લાગશે કે અહીં અંગ્રેજી માધ્યમ ચાલતું હશે અને આ કોઈ મસ મોટી ખાનગી શાળા હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે, આ શાળા ખાનગી નહીં પરંતુ સરકારી શાળા છે. જેને લઇને હવે વાલિયોના પોતાના વલણ બદલાઈ રહ્યા છે. પ્રાયમરી શાળામાં ભણતા વિદ્યાર્થીનો હવે સરકારી શાળામાં અભ્યાસમાં અહીં બદલાવ આવી ગયો છે. અને તે આંકડો તમને ચોંકાવી દે તેમ છે. વઘુમાં રહી રહી જતું હોય તેમ શાળામાં ખાનગી શાળાની સમકક્ષ અહીં આભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અને સવલતો પણ આપવામાં આવે છે સાથે શિક્ષણનું સ્તર સુધરતાં અહીં ખાનગી શાળામાંથી આભ્યાસ છોડીને સરકારી શાળામાં આભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. અને આ અમે નહીં પરંતુ શાળા ના પ્રિન્સિપાલ અને વાલી જણાવી રહ્યા છે.

વઘુમાં વાંચો...રમતા રમતા કિશોર પડ્યો કૂવામાં, જુઓ રેસ્ક્યૂ Video

fallbacks

સરકારી શાળામાં શિક્ષણ સારું ન મળતું હોવાની રાવ વાલી પહેલા કરી રહ્યા છે. તેવામાં મહેસાણા જિલ્લામાં આ રાવ ઉલ્ટી ગંગાના સ્વરૂપમાં જોવા મળી રહી છે. કારણ કે, દર વર્ષે સરકારી શાળામાં આભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યા હાલમાં પ્રતિ વર્ષે વધી રહી છે. આંકડો જોઈએ તો મહેસાણામાં 2014-2015માં 603 વિદ્યાર્થીઓ 15-16માં 685 16-17માં આ આંકડો વધી ને 706 અને ત્યાર બાદ 2017-2018 માં 710 વિદ્યાર્થી સરકારી શાળામાં આભ્યાસ માટે આવ્યા છે. જેમાં પાંચ વર્ષમાં આ આંકડો 3259 વિદ્યાર્થીનો થયો છે. પાંચ વર્ષમાં જિલ્લામાં 11 હજાર બાળકો તાલુકા દીઠ ખાનગી શાળાનો આભ્યાસ છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે. 

એક તરફ આજે શિક્ષણનો સુધાર જોઈને વાલી આજે ભારે ચિંતિત બનવા ગયા છે. તેવામાં સરકારી શાળામાં ફી છે જ નહીં અને બીજી તરફ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં ગુણવતા વાળું શિક્ષણ મળતું નથી તેવી રાવ જોવા મળતા વાલી અંતે આ મસ્તીની પાઠશાળામાં પોતાના બાળકોને આભ્યાસ કરવાનું પસંદગી ઉતારી રહ્યા છે. જે જોતા આ આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More