Home> Gujarat
Advertisement
Prev
Next

પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન, જાણો શું છે ઘટના


જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો.

પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન, જાણો શું છે ઘટના

મૌલિક ધામેચા/અમદાવાદઃ GTUની પરીક્ષા રદ કરવાની વિદ્યાર્થી સંગઠનોની માંગથી દૂષ્પ્રેરણા લઈ ભેજાબાજ વિદ્યાર્થીએ આખીય પરીક્ષા જ ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે ભેજાબાજ હેકર્સને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા ન આપવી પડે તે માટે એક ભેજાબાજ વિદ્યાર્થીએ ઓનલાઈન વિદ્યાર્થીઓના ડેટાની ચોરી કરી અન્ય વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકી દીધું હતું. વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતા એરોન વર્ગીસ નામના વિદ્યાર્થી કે જે ઇલેક્ટ્રિક એન્જીનરિંગના ચોથા વર્ષમા અભ્યાસ કરે છે. પરંતુ હેકિંગ તેનો રસનો વિષય હોવાથી GTU વેબસાઇટ પરથી વિધાર્થીઓના ડેટા હેકિંગ કરી વિદ્યાર્થીઓની અંગત માહિતી ચોરી કરી અન્ય વેબસાઈટ પર મૂકી દીધી હતી. પરીક્ષા ન યોજાય તે માટે વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષાના ડેટા સુરક્ષિત ન હોવાનું કહી ડેટા લીક કરી વેબસાઈટ પર જારી કરી દીધા. જેમાં આરોપી એરોન વર્ગીસએ સોશિયલ મીડિયા પર ડેટા જાહેર કર્યા હતા.

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1145 કેસ, 17 મૃત્યુ, રિકવરી રેટ 78.98%

જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો. પરીક્ષા અગાઉ કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સંગઠનો પરીક્ષાનો વિરોધ કરી રહ્યા હતા. જેથી ઓનલાઇન પરીક્ષાનો ડેટા લીક કરી આખી સિસ્ટમમાં ખામી હોવાનું પ્રસ્થાપિત કરી પરીક્ષા રદ કરવાનો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ GTUએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. સાયબર પોલીસે આ મામલે અગાઉ GTUમાં અભ્યાસ કરતો મોન્ટુ ચોધાણી ધરપકડ કરી હતી. જેણે મુખ્ય આરોપી એરોન વર્ગીસ સોશિયલ મીડિયા પર રહેલ ડેટા કોપી કરી બીજા વેબસાઈટ પર મુક્યા હતા. જો કે મુખ્ય આરોપી ડેટા લીક કર્યા હતા જે સોશિયલ મીડિયામાંથી 3 કલાકમાં ડિલીટ કરી દીધા હતા. GTU ડેટા ચોરી કેસનો મુખ્ય આરોપી એરોન વર્ગીસ હેકર્સનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. હાલ પરીક્ષા રદ્દ કરવા માટે વિદ્યાર્થી એરોન વર્ગીસ રચેલું કાવતરું તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More