Home> Gujarat
Advertisement
Prev
Next

નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી

ટ્રમ્પની અમદાવાદ મુલાકત મુદ્દે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચને આખરી ઓપ આપી દીધો છે. આવતી કાલથી અમદાવાદ પોલીસ એરપોર્ટથી લઇ આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં રિહર્સલ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ લેયરમાં ટ્રમ્પની સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે.

નમસ્તે ટ્રમ્પ: અમદાવાદમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, આવી છે સમગ્ર તૈયારી

ઉદય રંજન/અમદાવાદ : ટ્રમ્પની અમદાવાદ મુલાકત મુદ્દે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચને આખરી ઓપ આપી દીધો છે. આવતી કાલથી અમદાવાદ પોલીસ એરપોર્ટથી લઇ આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં રિહર્સલ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ લેયરમાં ટ્રમ્પની સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ટ્રમ્પ અને મોદીની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે.

નમસ્તે ટ્રમ્પ : અધિકારીઓ અંગે ખોટો વીડિયો પોસ્ટ કરનાર કોંગ્રેસના મીડિયા સેલ પ્રમુખની ધરપકડ
આ અંગે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ એજન્સીઓ સતર્ક છે. અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોટું આયોજન છે. સિક્રેટ સર્વિસ, SPG, NSG, ATS, ક્રાઇમ બ્રાન્ચ, રેપિડ એક્શન ફોર્સ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંકલન સાધીને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમજ SRP અને ચેતક કમાન્ડો પણ ફરજ પર રહેશે. આ દરમિયાન મેટલડીટેક્ટર અને એન્ટી ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તમામ એજન્સીઓ, AMC, ટ્રાન્સપોર્ટ કમિશનર, અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સંકલન સાથે કામગીરી ચાલી રહી છે.  

વ્યાજના ચક્કરમાં આત્યહત્યા: છ દિવસ બાદ પણ ખેડૂત પરિવાર કર્યો નથી લાશનો સ્વિકાર, CMને કરાશે રજૂઆત
સાબરમતી આશ્રમનો કાર્યકમ રદ્દ થવા અંગે પોલીસને કોઈ માહિતી નથી. ટ્રમ્પનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ રોડ શો યોજાશે. તેની સાથે સાથે પોલીસે સાબરમતી આશ્રમમાં પણ બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસને સાબરમતી આશ્રમના કાર્યકમ રદ થવા અંગે કોઈ માહિતી નથી. સુરક્ષા માટે અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં રહેશે. લેટેસ્ટ ટેકનોલોજી સાથે ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં મદદરૂપ થશે. જ્યારે ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને બેરિકેડ પણ રાખવામાં આવશે.

વડોદરા: સફાઇ કર્મચારીઓની હડતાળ બાદ હવે કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવની હડતાળ

એક પાસમાં એક વ્યક્તિને જ પ્રવેશ મળશે. તમામ નાગરિકોને સમયસર કાર્યક્રમમાં પહોંચવા માટે અપીલ કરવામાં આવે છે. એક પાસમાં એક વ્યક્તિને જ પ્રવેશ મળશે. આ કાર્યક્રમ માટે 2 કિલો મીટરની અંદર સ્ટેડિયમમાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે. ટ્રમ્પની સુરક્ષાની તકેદારી રાખવાની છે. દરેક જિલ્લામાંથી આવેલા લોકો માટે પાર્કિગ સ્થળ પણ નક્કી કર્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More