Home> Gujarat
Advertisement
Prev
Next

ગૌણસેવા પસંદગી મંડળના પાપીઓ પર સરકાર બાદ હવે કોર્ટની કડક કાર્યવાહી, કર્યો ખાસ આદેશ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે સંડોવાયેલ આરોપીઓના રિમાન્ડ સમય પૂર્ણ થતા પ્રાંતિજ કોર્ટમા રજુ કરવામાં કરાયા તો કૌભાંડ માં સંડોવાયેલ વધુ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીના રિમાન્ડ ના મંજુર કર્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ધ્વારા લેવાયેલ હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ પ્રાંતિજ પોલીસે મથકે ૧૧ આરોપી સામે ફરિયાદ નોધાઇ હતી. બાદ માં પોલીસે તપાસનો ધમધમાટ કરી ૧૧ ની ધરપકડ કરી છે તો અગાઉ ઝડપાયેલા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હેઠળના ૧૨ આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરાયા હતા.

ગૌણસેવા પસંદગી મંડળના પાપીઓ પર સરકાર બાદ હવે કોર્ટની કડક કાર્યવાહી, કર્યો ખાસ આદેશ

પ્રાંતિજ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે સંડોવાયેલ આરોપીઓના રિમાન્ડ સમય પૂર્ણ થતા પ્રાંતિજ કોર્ટમા રજુ કરવામાં કરાયા તો કૌભાંડ માં સંડોવાયેલ વધુ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીના રિમાન્ડ ના મંજુર કર્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ધ્વારા લેવાયેલ હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ પ્રાંતિજ પોલીસે મથકે ૧૧ આરોપી સામે ફરિયાદ નોધાઇ હતી. બાદ માં પોલીસે તપાસનો ધમધમાટ કરી ૧૧ ની ધરપકડ કરી છે તો અગાઉ ઝડપાયેલા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હેઠળના ૧૨ આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરાયા હતા.

GUJARAT માટે સૌથી જરૂરી અને પોઝિટિવ સમાચાર, ઓમિક્રોનનો પ્રથમ દર્દી સામાન્ય સારવારથી જ થયો સાજો

જેમાં દાનાભાઈ કાનાભાઈ ડાંગરના પોલીસે સાત દીવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરાઈ હતી, પરંતુ કોર્ટે રિમાન્ડના મંજુર કર્યા હતા. તો બીજી તરફ બાકીના ૧૧ આરોપીઓને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. કોર્ટમાં આરોપીનો વકીલ અને સરકારી વકીલ વચ્ચે દલીલ ચાલી હતી. બાદમાં આરોપીઓના વકીલો ધ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે આવતીકાલે સવારે ૧૧ વાગે જમીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ પોલીસને તપાસમાં માંગેલ દાનાભાઈના રિમાન્ડ ના મંજુર થતા પોલીસ ધ્વારા રિમાન્ડ માટે રીવીઝન અરજી દાખલ કરવામાં આવી છે, ત્યારે તમામ આરોપીઓને હિમતનગર સબજેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

GUJARAT માં કોરોનાની બેવડી સદી, અમદાવાદમાં કુલ 100 કેસ નોંધાતા ફફડાટ

પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અલગ અલગ ટિમો દ્વારા તપાસ થઈ રહી છે, ત્યારે પેપર કાંડમાં સંડોવાયેલ વધુ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે પ્રાંતિજ કોર્ટ દ્વારા તમામ પાંચેય આરોપીના રિમાન્ડના મંજુર કર્યા છે. આરોપીઓને હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તો આરોપીઓના જામીન અરજી આરોપીના વકીલો દ્વારા કરવામાં આવી છે જેની આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More