Home> Gujarat
Advertisement
Prev
Next

ઘોડિયામાં સૂતા બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધો, જીવ તો બચ્યો પણ 100 ટાંકા, એક આંખ કાઢવી પડી

Street Dog Attck In Surat : સુરતના કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, 1 આંખ કાઢવી પડી, મોઢે 100 ટાંકા લેવા પડ્યા, સ્મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી

ઘોડિયામાં સૂતા બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધો, જીવ તો બચ્યો પણ 100 ટાંકા, એક આંખ કાઢવી પડી

Surat News : તંત્રના બહેરા કાનને કોઈને પીડા સંભળાતી નથી, ગાંધારીની જેમ આંખે પટ્ટા બાંધનાર ગુજરાતનું તંત્ર કંઈ જોઈ શક્તુ નથી. ભલે આગકાંડ થાય, આખલા ભડકે, અકસ્માત થાય કે પછી રખડતા કૂતરા કોઈનું જીવન બરબાદ કરે, પણ આવું બધુ તો ચાલ્યા કરે. અહીં કોને પડી છે. જાડી ચામડીનુ થઈ ગયુ ગુજરાતનું તંત્ર આ તસવીર પણ જોઈ નહિ શકે, તેવી અરેરાટીભરી છે. ગુજરાતમાં રખડતા શ્વાનનો ચારેતરફ ત્રાસ છે. અનેક કિસ્સાઓ છતાં સરકાર પોતે અબોલ બની છે. ત્યારે રખડતા કૂતરાએ સુરતમાં એક બાળકને એવી રીતે ફાડી ખાધો કે તેનો ચહેરો તહેસનહેસ થઈ ગયો. આ બાળક હવે આજીવન પીડા સાથે જીવશે. કૂતરાઓએ બાળકના ચહેરાની હાલત એવી કરી હતી કે, તબીબોએ ચાર કલાક સર્જરીને કરીને બાળકનો જીવ તો બચાવી લીધો, પણ તેના માટે 100 ટાંકા લેવા પડ્યાં. 

કડોદરા-પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર આ ઘટના બની હતી. જેમાં કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળી શ્રમિકો દોડી આવ્યા હતા, અને તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 

ઈડર-હિંમતનગર હાઈવે બન્યો લોહિયાળ : એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો

સુરત સ્મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો હતો. બાળક માટે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો દેવદૂત બનીને આવ્યા હતા. સર્જન પ્લાસ્ટિક વિભાગ સર્જનની સાથે વિવિધ વિભાગના ડોક્ટરોએ બાળકનો જીવ બચાવ્યો હતો.

પરંતું આ બાળક હવે આજીવન ક્ષતવિક્ષત થઈ ગયેલા ચહેરા સાથે જીવશે. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના ડો.વુપિલે જણાવ્યું કે, અમને ઓપરેશન દરમિયાન બાળકની એક આંખ કાઢવી પડી છે. સાથે જ તેના ચહેરા પર 100 ટાંકા લેવા પડ્યા હતા. અમે લગભગ 4 કલાક સુધી સર્જરી કરી હતી. જેના અંતે બાળકનો જીવ બચાવી શક્યા હતા. 

ઓપરેશન બાદ પણ બાળકનો ચહેરો એવો થઈ ગયો છે કે તે પણ બતાવી શકાય તેમ નથી. તેથી અહી બ્લર કરેલો ચહેરો બતાવવામાં આવ્યો છે. 

આવી રહી છે મેઘસવારી! ગુજરાતમાં આજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More