Home> Gujarat
Advertisement
Prev
Next

વિનાશક વાવાઝોડાએ પંચમહાલમાં વતાવ્યો પ્રકોપ, તારાજીને કારણે જગતનો તાત બન્યો પાયમાલ

ગુજરાત પર ત્રાટકેલાં તૌકતે વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લામાં મોટું નુકસાન કર્યું છે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લામાં સર્જાયેલી તારાજીને કારણે જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે.

વિનાશક વાવાઝોડાએ પંચમહાલમાં વતાવ્યો પ્રકોપ, તારાજીને કારણે જગતનો તાત બન્યો પાયમાલ

જ્યેન્દ્ર ભોઈ, પંચમહાલ: ગુજરાત પર ત્રાટકેલાં તૌકતે વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લામાં મોટું નુકસાન કર્યું છે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લામાં સર્જાયેલી તારાજીને કારણે જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. તૌક તે વાવાઝોડા ને પગલે સર્જાયલી પરિસ્થિતિ ને પગલે રાજ્ય માંથી તારાજી ના દ્રસ્યો સામે આવી રહ્યા છે. વિનાશક વાવાઝોડું હવે તો જતું રહ્યું છે પણ હાલ સ્થિતિ એવી છેકે, સાપ જતો રહ્યો હોય અને એના લિસોટાના નિશાન રહી ગયા હોય. પંચમહાલ જિલ્લામાં થયેલાં તારાજીના દ્રશ્યો એ વાતનો દેખિતો પુરાવો છે.

વિનાશકારી વાવાઝોડા એ ન માત્ર જાન માલ નું નુકશાન કર્યું છે પરંતુ જગત ના તાત ને પણ રાતા પાણી એ રડાવ્યા છે.પંચમહાલ માં ખેતરમાં ઉભા ઉનાળું પાકોને ભારે નુકસાન કોરોના મહામારીની હાડમારીઓ વચ્ચે ભર ઉનાળામાં અરબ સાગરમાં ઉઠેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ મુંબઈથી મધ્ય ગુજરાતના માર્ગે ફંટાયેલા વાવાઝોડાને પગલે જિલ્લા ના વિવિધ વિસ્તારમાં રવિવારથી વાદળો છવાયેલા રહ્યા હતા. જે અંતર્ગત સોમવાર સાંજથી મંગળવાર સાંજ સુધી વેગીલા પવનો સાથે અવિરત સામાન્ય વરસાદ ચાલુ રહ્યો હતો.જે હાલ ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યા હતા.

ચોવીસ કલાક થી વધુ સુધી વરસેલા વરસાદને કારણે માવઠાને બદલે ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભર ઉનાળે આવેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળના કમોસમી વરસાદને કારણે અત્યારે ઉનાળું સિઝન મુજબના બાજરી અને કઠોળના પાકો લણવા માટે તૈયાર હતા જે ઉભા પાકો પર ચોવીસ કલાક વરસાદ વરસતા મોટાભાગના ઉભા પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લા ના  ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસેલા કોરોના મહામારીની હાડમારીઓ વચ્ચે ખેડૂતોને માથે કમોસમી વરસાદનો ભાર એ પડતા પર પાટુ ખાવાનો ઘાટ સર્જાયો હતો. ખાસ કરીને ચોધાર વરસેલા વરસાદને કારણે ઉભા પાકોના અનાજ સાથે પાલતુ પશુઓના ઘાસચારા માટે ખેતરમાં ઉભા બાજરી અને મકાઈના ઘાસચારાને ભારે નુકસાન થવાથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા.

અચાનક આવેલા વાવાજોડા અને વરસાદ ના ખેતી ના પાક ને ભારે નુક્શાન થયું છે.ખાસ કરી મધ્ય ગુજરાત ના મુખ્ય પાકો ગણાતા બાજરી,મકાઈ,ઘાસચારા,મગ,કેળા જેવા અનેક પાકો ને વ્યાપક પ્રમાણ માં નુકશાન થયું છે.પંચમહાલ જિલ્લા માં પણ તૌક તે વાવાજોડા અને વરસાદ ની સ્થિતિ એ ખેતી માં ભારે નુકશાન કર્યું છે. 

પંચમહાલ જિલ્લા માં ઊનાળુ સિઝન માટે અંદાજીત 12000 હેકટર જમીન માં અલગ અલગ પાકો નું વાવેતર થયુ હતું જેમાંથી ઘાસચારા નું સૌથી વધુ 4400 હેકટર જમીન માં વાવેતર કરવા માં આવ્યું હતું જ્યારે બાજરી નું 2200 કરતા વધુ હેકટર માં વાવેતર થયું હતું.હાલ ના વાવાજોડા અને વરસાદ ની સ્થિતિ માં સૌથી વધુ નુકશાન બાજરી ના પાક ને થયું છે.

મોટાભાગે લણની માટે તૈયાર થયેલી બાજરી વરસાદ ના કારણે પલળી જવા થી ખરાબ થઈ છે તો બીજી તરફ ખેતર માં કાપી ને સૂકવવા માટે મૂકી રાખેલ બાજરી પણ તદ્દન ખરાબ થઈ ગઈ છે.પંચમહાલ માં કાલોલ પંથક માં સૌથી વધુ બાજરી નો પાક થતો હોય આ વિસ્તારમાં ખેડૂતો જણાવી રહ્યા છે અંદાજીત એક વિઘા માં 15000 રૂપિયા નું નુકશાન થયું છે અને જિલ્લા માં થયેલ પાકો માં 70 ટકા જેટલા પાકો નિષ્ફળ થવા ની ભીતિ સેવાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More