Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના મંજુસર ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો; ગણપતિ વિસર્જન સમયે વાતાવરણ ડોહળાયું

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન  પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

વડોદરાના મંજુસર ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો; ગણપતિ વિસર્જન સમયે વાતાવરણ ડોહળાયું
Updated: Sep 28, 2023, 08:21 PM IST

ઝી બ્યુરો/વડોદરા: વડોદરા સાવલીના મંજૂસર ગામમાં જૂથ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ છે. આ ઘટનાને પગલે મંજુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક સમયે મંજુસર ગામે અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ;ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન  પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામસામે પત્થરમારાની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસર્જન યાત્રામાં સામેલ લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોની સારવાર શરૂ કરાઇ છે. મંજુસર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

આવી ગઈ અંબાલાલની નવી આગાહી; શનિવારથી સક્રિય થશે વાવાઝોડા, ઓક્ટોબર ગુજરાત માટે ભારે!

કેતન ઇમાનદારે ઘટનાના પગલે કહ્યું કે શાંતિ ડહોળનાર કોઈ તત્વોને  છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે. જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે. તોફાનીઓને દબોચવા પોલીસ દ્વારા ગામની ગલીએ ગલીએ પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

મોતની ખાણ 4 મજૂરોને ભરખી ગઈ! સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે