Home> Gujarat
Advertisement
Prev
Next

આંખમાં કણાની જેમ ખૂંચતા 11 વર્ષના બાળકને સાવકી માતાએ કેનાલમાં ફેંક્યો હતો, 10 દિવસ બાદ મળ્યો મૃતદેહ

આંખમાં કણાની જેમ ખૂંચતા 11 વર્ષના બાળકને સાવકી માતાએ કેનાલમાં ફેંક્યો હતો, 10 દિવસ બાદ મળ્યો મૃતદેહ
  • હળવદમાં સાવકી માતાએ 11 વર્ષના બાળકે કેનાલમાં ફેંક્યો હતો
  • જન્મ આપનારી છોડીને જતી રહી, અને સાવકી માતાએ જીવ લીધો

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના હળવદમાંથી સાવકી માતાએ કેનાલમાં ફેંકી દીધેલા બાળકની લાશ (murder) દસ દિવસ બાદ આખરે મળી આવી હતી. દસ દિવસના શોધખોળ બાદ બાળકનો મૃતદેહ આજે કેનાલમાંથી મળી આવ્યો હતો. વહેલી સવારે એનડીઆરએફની ટીમે ધ્રુવ પ્રજાપતિ નામના માસુમ બાળકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢતા જ પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું. 

પોલીસને પહેલેથી જ સાવકી માતા પર શંકા હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના હળવદ માળીયા ચોકડી પાસે જયેશ પ્રજાપતિનો પરિવાર રહે છે. વિશાલ પેકેજીંગમાં રહેતા પ્રજાપતિ જયેશભાઈ જેન્તીભાઈનો ૧૧ વર્ષનો દીકરો દસ દિવસથી ગુમ હતો અને તેની ફરિયાદ પીએન પોલીસ ચોપડે નોંધાવવામાં આવી હતી. જોકે, બાળકના ગુમ થવામાં જયેશભાઈની પત્ની ભાવિષાબેન ઉપર પોલીસને પહેલાથી જ શંકા હતી અને તેની પૂછપરછ કરવામાં આવતા તેને કબૂલાત આપી હતી કે, ધુવ ઉર્ફે કાનો તેને ગમતો ન હતો, જેથી તેને તેને નવડાવવા બહાને નર્મદા કેનાલ પાસે એલએઆઇ જઈને કેનાલમાં  ધક્કો મારી દીધો હતો. જેથી પોલીસે તરવૈયા અને એનડીઆરએફની ટીમ બોલાવી હતી. જો કે, ભારે શોધખોળ બાદ પણ કાનો મળ્યો ન હતો. તેના બાદ આજે રવિવારે સવારે કેનાલના સાઈફનમાથી ગુમ ગુમ થયેલા બાળકની લાશ મળી આવી છે.

આ પણ વાંચો : ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો મોટો ખુલાસો, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને નહિ લેવાય

દસ દિવસથી ધ્રુવનો મૃતદેહ મળ્યો ન હતો 
હળવદમાંથી દસ દિવસ પેહલા એક બાળક ગુમ થયો હતો. પિતા જયેશ જેન્તીભાઈ પ્રજાપતિ દ્વારા તેમનો દીકરો ધ્રુવ ઉર્ફે કાનો પ્રજાપતિ ગુમ થયો હોવાથી તેનું કોઈ અપહરણ કરી ગયેલ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે, ૧૦ દિવસથી ગુમ થયેલા બાળકની સાવકી માતા ઉપર પોલીસને પહેલાથી જ શંકા હતી તેવામાં તેની પૂછપરછમાં તે ભાંગી પડી હતી અને તેને જ બાળકને કેનાલમાં ફેંકી દીધો હોવાની કબૂલાત પોલીસને આપી હતી. જેથી કરીને હળવદ નજીક આવેલી નર્મદા કેનાલમાં ગુમ થયેલા બાળક ધ્રુવને શોધવા માટે કવાયત હાથ ધરવામા આવી હતી.

આ પણ વાંચો : કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીને ચૂંટણી પંચે મહોર મારી, 30 નેતા કરશે પ્રચાર

ત્યારે આજે વહેલી સવારે કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે બાળકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે પીએમ માટે મોકલી આપ્યો છે. ત્યારે ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈ આદ્રોજાને લાશને તપાસણી કરતા લાશ કહોવાયેલી હોવાથી તેને રાજકોટ ફોરેન્સિક લેબમાં મેડિકલ કોલેજ ખાતે પીએમ માટે મોકલી આપી છે. આ બનાવમાં આગામી દિવસોમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.

આ પણ વાંચો : વાદળોના ટોળાએ ગુજરાતનું હવામાન બગાડ્યું, ઠેરઠેર વરસાદ તૂટી પડ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More