Home> Gujarat
Advertisement
Prev
Next

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક કરાયો મોટો ફેરફાર, જાણો શું થયું

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હવે માત્ર પીએમ મોદી જ આવશે, અગાઉ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી આવવાના હતા, પરંતુ તેમની મુલાકાત રદ્દ કરવામાં આવી, તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવી દેવાયું છે ત્યારે અચાનક કરાયેલા ફેરફાર અંગે ઘુંટાતું રહસ્ય 

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક કરાયો મોટો ફેરફાર, જાણો શું થયું

હિતલ પારેખ/ગાંધીનગરઃ વડા પ્રદાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર મુજબ હવે લોકાર્પણના કાર્યક્રમમાં માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ હાજર રહેશે. આ અગાઉ, કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી પણ આવવાના હતા, પરંતુ હવે તેમની મુલાકાત અચાનક જ રદ્દ કરી દેવાઈ છે. આ ફેરફાર શા માટે કરાયો તેના અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. 

લોકાર્પણ કાર્યક્રમને લઇ ગુજરાત સરકાર તરફથી દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા લખનઉ પહોંચ્યા છે ત્યારે લોકાર્પણમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હાજર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ

લોકાર્પણના કાર્યક્રમમાં શા માટે અચાનક ફેરફાર કરાયો તેના અંગે હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. તાજેતરમાં જ જાહેર કરાયેલા નવા કાર્યક્રમ પ્રમાણે હવે લોકાર્પણ કાર્યક્રમમાં માત્ર વડા પ્રધાન મોદી જ હાજર રહેશે. અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રીઓ દિવાળી બાદ મુલાકાત લેશે. 

fallbacks

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ દિવાળી બાદ મુલાકાત લઇ શકે છે. અતિ મહત્વનો કાર્યક્રમ હોવાને કારણે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળ  PMO દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આમંત્રણથી માંડીને કાર્યક્રમની રૂપરેખા અંગેની તમામ વિગતો PMOમાંથી મેળવવામાં આવી રહી છે. 

વડોદરાની MS યુનિવર્સિટીમાં સરદાર પટેલ પર શરૂ કરાશે સર્ટિફિકેટ કોર્સ

ઉલ્લેખનીય છે કે, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કેવડિયા કોલોની પાસે દેશનાં તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસનું પણ નિર્માણ કરવાનું આયોજન કરાયું છે. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુ-બાજુમાં વિશાળ ગાર્ડન, સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતું મ્યુઝિયમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદરથી સામે સરદાર સરોવર ડેમનું વિહંગાવલોકન કરવા માટે લિફ્ટ ગોઠવવામાં આવી છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે વિજય રૂપાણીએ યોગીજીને આપ્યું આમંત્રણ

આ અગાઉ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓને પણ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રાખવાનું આયોજન કરાયું હતું. તેના માટે અનેક રાજ્યોનાં મુખ્યમંત્રીઓને નિમત્રણ કાર્ડ પણ મોકલી દેવાયાં છે તો કેટલાક રાજ્યોનાં મુખ્યમંત્રીઓને નિમંત્રણ પાઠવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે મુલાકાત લઈ રહ્યાં છે. 

હવે, અચાનક જ આવેલા આદેશના પગલા તમામ કાર્યક્રમમાં ધરમૂળથી ફેરફાર કરાયો છે. ફેરફારનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More