Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. જી હા...હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ
Updated: Jun 29, 2024, 06:31 PM IST

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. આજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ બન્યો છે. ત્યારે હાલ હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. જી હા...હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. 

fallbacks

જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે