Home> Gujarat
Advertisement
Prev
Next

Junagadh માં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ

જૂનાગઢ (Junagadh) માં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે જો મંજૂરી મળશે તો તે 19 મી રથયાત્રા હશે.

Junagadh માં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ (Junagadh) શહેરના ગંધ્રપવાડા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનું મંદિર (Jagannath Temple) આવેલું છે, અષાઢી બીજ નજીક આવી રહી છે અને મંદિર (Temple) માં તૈયારીઓ થઈ રહી છે, ભગવાન જગન્નાથજીના મંદિર (Jagannath Temple) માં રંગરોગાન અને લાઈટીંગ કરવામાં આવી રહ્યા છે, ભાવિકો દર્શન કરવા માટે આવે તો તેમના માટે સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) અને માસ્ક પહેરવા સહીના સૂચનો કરતાં સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા છે.

જૂનાગઢ (Junagadh) માં અષાઢી બીજ (Ashadhi Bij) ના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને રથયાત્રા (Rathyatra) રદ થતી હતી હવે છુટછાટ મળી છે ત્યારે મંદિર સમિતિ દ્વારા રથયાત્રા માટેની તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. જો તંત્ર દ્વારા રથયાત્રા માટે મંજૂરી મળશે તો નિયમ મુજબ રથયાત્રા (Rathyatra) નીકળશે અને જો મંજૂરી નહીં મળે તો નિજ મંદિરમાં પરંપરા અનુસાર સેવાપૂજા અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે.

Petrol-Diesel Car V/S E Car: કેટલી સસ્તી પડશે ઇ-કાર, અહીં સમજો સરળ ભાષામાં

જૂનાગઢ (Junagadh) માં છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે જો મંજૂરી મળશે તો તે 19 મી રથયાત્રા હશે, અષાઢી બીજ (Ashadhi Bij) ના દિવસે છેલ્લા 18 વર્ષથી ભગવાન જગન્નાથ માટે વાઘા બનાવતાં પરિવારે ચાલુ વર્ષે પણ ભગવાન માટે સુંદર વાઘા બનાવી રાખ્યા છે અને ભગવાન માટે પોતાના દ્વારા બનાવાયેલા વાઘા અર્પણ કરીને પરિવાર પણ ગૌરવની લાગણી અનુભવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More