Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ 9 થી 12 ની 19 માર્ચથી પરીક્ષા શરૂ, કન્ટેઇનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના

શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને (Education Officer) એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં ધોરણ 9 થી 12 ની પરીક્ષા (Exam) આગામી 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન લેવામાં આવશે

ધોરણ 9 થી 12 ની 19 માર્ચથી પરીક્ષા શરૂ, કન્ટેઇનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના

હિતલ પારેખ/ ગાંધીનગર: શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને (Education Officer) એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં ધોરણ 9 થી 12 ની પરીક્ષા (Exam) આગામી 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ (Students) કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા હોય તેમની કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી (Containment Zone) મુક્ત થયા બાદ પરીક્ષા લેવાની રહેશે અને જો કોઈ શાળા કન્ટેઇમેન્ટ ઝોનમાં આવતી હોય તો શાળા કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્ન પેપર સાથે પરીક્ષા લેવામાં આવશે.

કોરોના મહામારીને (Corona Epidemic) કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ (Study) પર ઘણી અસર જોવા મળી રહી છે, પરંતુ આ પરીક્ષાનાં ગુણ આંતરિક મૂલ્યાંકન અને વર્ગ બઢતી માટે જરૂરી છે. જેથી આ પરીક્ષા (Exam) આપવી એ વિદ્યાર્થીઓના (Students) શૈક્ષણિક હિતમાં છે. પરંતુ કોરોનાને કારણે કોઈ બાળકને અન્યાય ન થાય તે માટે કન્ટેઇનમેન્ટ ઝોનમાં (Containment Zone) પરીક્ષા ફરીથી યોજવાની જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer) બી.એન. રોજગાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.

આ પણ વાંચો:- Corona Effect: 32 વર્ષથી પૂર જોશમાં ચાલતો હતો ટ્રાવેલ્સનો ધંધો, કોરોના 12 મહિનામાં ભરખી ગયો

આ પરિપત્રમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં (Containment Zone) આવતી શાળાઓ માટે ખાસ સુચના આપવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી શાળા (School) મુક્ત થયા બાદ ફરી એક વખત નવો પરિપત્ર કાઢીને પરીક્ષા લેવાની રહેશે. એટલે કે, જો શાળા કન્ટેઇમેન્ટ ઝોનમાં આવતી હોય તો શાળાના કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ નવા પ્રશ્ન પેપર સાથે પરીક્ષા (Exam) લેવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના (Students) રહેઠાણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા હોય તો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષા લેવાની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More