Home> Gujarat
Advertisement
Prev
Next

ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે

લોકડાઉન બાદ આવતીકાલથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરાશે. જેમાં પ્રીમિયમ બસ, વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે જ સ્લીપર બસ સેવા પણ શરૂ કરાશે

ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આવતીકાલથી ગણેશ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ગણેશ પર્વને લઈને એસટી નિગમે (ST bus) લોકોને મોટી ભેટ આપી છે. આવતીકાલથી એસટીની પ્રીમિયમ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉન બાદ આવતીકાલથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરાશે. જેમાં પ્રીમિયમ બસ, વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે જ સ્લીપર બસ સેવા પણ શરૂ કરાશે. જોકે, આવતીકાલથી તમામ પ્રીમિયમ સેવા શરૂ નહિ કરાય. 190 બસમાંથી 40 જેટલી પ્રીમિયમ બસ શરૂ કરાશે. સરકારની કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે બસોને રવાના કરાશે. જેમાં 60 ટકા પેસેન્જરનો નિયમ ખાસ પાળવામાં આવશે. તો બીજી તરફ, સુરત આવતી-જતી બસોનો પણ આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 

જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો

ફેઝ-1માં 40 પ્રીમિયમ બસો શરૂ કરાશે
તેમણે પ્રીમિયમ સર્વિસ વિશે માહિતી આપી કે, આવતીકાલે ગણેશ ઉત્સવના દિવસથી પ્રીમિયમ સર્વિસમાં આવતી વોલ્વો એસી સીટર અને એસી સ્લીપર બસો પણ ચાલુ કરાશે. પ્રીમિયમ બસોમાં 189 જેટલી બસ સંચાલનમાં હતી. પરંતુ કોરોના મહામારીની પગલે 22 માર્ચના રોજ લાગેલા લોકડાઉનના દિવસથી જ પ્રીમિયમ બસોની સુવિધા બંધ કરાઈ હતી. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા ગુજરાત સરકારની ગાઈડલાનનું પાલન કરીને ફેઝ-1માં 40 પ્રીમિયમ બસો શરૂ કરાશે. મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. જેમાં વોલ્વોમાં 17 બસ, એસી સીટર 13 બસ અને એસી સ્લીપરની 10 બસોનો આવતીકાલે પ્રારંભ કરાવાશે. જેમાં વોલ્વો બસમાં નહેરુનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નહેરુ નગરથી નવસારી સંચાલન હાલ પૂરતુ ઓપરેટ કરાશે. તો એસી સલ્વીર અને એસી સીટરમાં ભાવનગર, અમરેલી, ભૂજ, દીવ, ડીસા, દ્વારકા, સોમનાથ જેવા મહત્વના સ્થળોએ ઓપરેટ કરાશે. કોવિડ 19 અંતર્ગત જે પણ સૂચનાઓ છે તેનુ પાલન કરાશે. બસમાં 60 ટકા મુસાફરો ભરાશે. બસની સફાઈ અને ક્લીનિંગ પર ખાસ ધ્યાન રખાશે. 

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત

આજથી સુરતનું ઓપરેશન ચાલુ કરાયું 
એસ ટી નિગમના ચીફ લેબર ઓફિસર કેડી દેસાઈએ માહિતી આપી કે, આજથી સુરત અમદાવાદની બસ સેવા પૂર્વવત રીતે શરૂ કરાઇ છે. આજથી સુરતનું ઓપરેશન ચાલુ કરાયું છે. સુરત જતી તમામ બસ આજથી ઓપરેટ થશે. પરંતુ માત્ર 50 ટકા બસ સેવા જ શરૂ કરવામાં આવી છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે દરેક બસમાં સૂચનાઓનું પાલન કરવામાં આવશે. લોકડાઉન બાદ બસ સેવા શરૂ કરાઈ હતી, પરંતુ સુરતમાં કોરોનાના કેસ વધતા બસ સેવા બંધ કરાઈ હતી. સુરત આવતી જતી તમામ બસો પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારે હાલ પરિસ્થિતિને ધ્યાને રાખી બસ સેવા ફરીથી શરૂ કરવાનો નિણર્ય લેવાયો છે. 

આગામી એક કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં છે અતિ ભારે વરસાદની ચેતવણી

તો બીજી તરફ, 25 દિવસ બાદ આજથી સુરત (surat) માં એસટી બસ સેવા શરૂ થઈ છે. કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણ ના કારણે સુરત એસટી બસ ડેપો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજથી 25 ટકા બસોનું સંચાલન શરૂ કરાયું છે. જોકે, એસટી બસ ડેપો પર કોરોનાનો ડર જોવા મળ્યો હતો. મુસાફરોની પાખી હાજરી જોવા મળી હતી. કોરોનામાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેન્ડ શરૂ થતા જ કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ સામે આવી રહ્યા હતા. જેને પગલે બસ સેવા પર અંકુશ મૂકવામાં આવ્યો હતો. આવામાં સંક્રમણને અટકાવવા માટે એસટી બસ સેવા બંધ કરાઈ હતી. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

monsoon updates : ગુજરાતમાં આજે 21 ઓગસ્ટે ક્યાં, કેટલો વરસાદ છે, જાણો એક ક્લિકમાં....  

ટપુડાના મામાએ ઘરમાં બનાવ્યા માટીના ગણેશ, ઉત્સવને લઈને આપી મહત્વની ટિપ્સ 

અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી....

માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી

મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ

25 દિવસ બાદ સુરતમાં બસ સેવા શરૂ, મુસાફરોને હવે કામરેજ સુધી ધક્કો નહિ ખાવો પડે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More