Home> Gujarat
Advertisement
Prev
Next

અક્ષય કુમારની ફિલ્મથી પ્રેરિત થઇને સુરતના એક હોટલ માલિકે મહિલાઓ માટે લગાવ્યું આ મશીન

સુરતમા એક એવી હોટલ છે જેમાં મહિલાઓ માટે વિશેષ ધ્યાન અને કાળજી લેવામાં આવી રહી છે. અહી વિવિધ પિઝાની સાથે મહિલાઓ માટે પેડસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે

અક્ષય કુમારની ફિલ્મથી પ્રેરિત થઇને સુરતના એક હોટલ માલિકે મહિલાઓ માટે લગાવ્યું આ મશીન

ચેતન પટેલ, સુરત: સુરતમા એક એવી હોટલ છે જેમાં મહિલાઓ માટે વિશેષ ધ્યાન અને કાળજી લેવામાં આવી રહી છે. અહી વિવિધ પિઝાની સાથે મહિલાઓ માટે પેડસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે. ખાસ કરીને મહિલાઓના પિરિયડ્સને ધ્યાનમા રાખી તથા તેઓ હાયજીન રહે તે ઉદ્દેશથી હોટલમાં જ પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે. ખાસ કરીને હોટલમાં આવતી મહિલાઓ સિવાયની પણ અન્ય મહિલાઓ આ સુવિધાનો લાભ લઇ શકે તેવુ હોટલ માલિકે આયોજન કર્યું છે.

આ પણ વાંચો:- સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો

આમ તો સુરત શહેરમાં અનેક હોટલો ખાવા પીવા માટે નામચીન છે. જો કે, અડાજણ વિસ્તારમાં આવેલી પિઝાની હોટલ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. અહીં સ્વાદિષ્ટ અને ચટાકેદાર પિઝા તો પીરસવામાં આવે છે. પરંતુ સાથોસાથ મહિલાઓ માટે ખાસ સુવિધા અહીં ઉભી કરવામા આવી છે. સામાન્ય રીતે મહિલાઓ માટે પિરિયડસનો સમય કાઢવો સૌથી મુશ્કેલ ભર્યો હોય છે. આવા સમયે મહિલાઓ બહાર ફરવા જવું કે પછી હોટલમાં જવાનું ટાળતી હોય છે.

આ પણ વાંચો:- ચુકાદો: સુરતના પાંડેસરામાં પાંચ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદ

પરંતુ અડાજણ વિસ્તારમાં આવેલી એક હોટલના માલિકે મહિલાઓ પોતાના ઘરની બહાર બિન્દાસપણે નીકળી શકે તેવુ આયોજન કર્યુ છે. હોટલના માલિક દ્વારા મહિલા વોશરુમમાં સેનેટરી વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યુ છે. જેનો ઉપયોગ પિરિયડના સમયે મહિલાઓ દ્વારા લઇ શકાય છે. આ સાથે મહિલાઓના હાઇજિન માટે પણ તે ખુબ જ ઉપયોગી બની રહે છે. અભિનેતા અક્ષય કુમારની પેડમેન ફિલ્મ જોઇ ઇન્સ્પાયર થઇ દિવ્યેશ ખુદ આ કોન્સેપ્ટ પોતાની હોટલમાં લાવ્યા છે.

આ પણ વાંચો:- સુરત કાપડના માર્કેટમાં ટેન્ટ-શમિયાનાના વેપારીઓને 300 કરોડનું નુકસાન

આ સેનેટરી વેન્ડિંગ મશીનનો લાભ ફકત હોટલમાં આવતી મહિલાઓ જ નહિ પરંતુ બેંક અને અન્ય દુકાનોમાં આવતી મહિલાઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે. સેનેટરી પેડ લેવા માટે વેન્ડિંગ મશીનમાં મહિલાઓએ રૂપિયા પાંચનો સિક્કો નાંખવાનો હોય છે. આ સાથે રૂપિયા 5ના સિક્કાની સગવડ હોટલના કાઉન્ટર પર પણ ઉભી કરવામા આવી છે. બ્રાન્ડેડ સેનેટરી પેડની કિંમત 10થી 12 રૂપિયા હોય છે તે મેળવી શકે છે અને તે બિલકુલ ફ્રી છે.

આ પણ વાંચો:- સુરત: અશ્વનીકુમાર સ્મશાન ગૃહની 1500 અસ્થિઓ રાહ જોઈને બેઠી છે હરિદ્વારની

હોટલમાં આવનાર ભાવિની નામની મહિલાએ પોતાની સાથે બનેલ ઘટના ZEE 24 કલાક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની દીકરી સાથે અહીં જમવા આવી હતી. દરમિયાન પોતાની દીકરી એકાએક પીરીયડમાં આવતા તેઓએ હોટલનાં કાઉન્ટર પરથી રૂપિયા પાંચનો સિક્કો લઇ વેન્ડિંગ મશીનમાંથી સેનેટરી પેડ મેળવ્યું હતુ. આ સુવિધા મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી હોવાનું માનવામાં આવ્યું છે. આ સાથે તેઓએ આવી કોઇ સુવિધા અન્ય કોઇ હોટલમાં નહિ જોઇ હોવાનો દાવો પણ કર્યો હતો.

આ પણ વાંચો:- પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની ગાડી સળગાવી અને પછી...

હોટલમા આવનાર અન્ય મહિલા ગ્રાહક હેમાલીએ જણાવ્યું હતું કે, તેઓ વારંવાર આ રેસ્ટોરન્ટમાં આવતી હોય છે ખાસ કરીને મહિલાઓની કીટી પાર્ટી  માટે પણ તેઓ અહીં આવતી હોય છે. ત્યારે આવા સમયે જો કોઇ મહિલા પીરીયડસમાં આવે છે. ત્યારે આ સુવિધા તેઓ માટે અત્યંત લાભદાયી બની રહે છે. આ ઉપરાત અત્યાર સુધી એક પણ મહિલા શરમજનક સ્થિતિમાં આવવુ નથી પડયું. હોટલ માલિક દિવ્યેશ દ્વારા શરુ કરાયેલી આ સેવા અંગે સમાજની સાથે ZEE 24 કલાકની ટીમ પણ તેમની કામગીરીને સલામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More