Home> Gujarat
Advertisement
Prev
Next

ઘર બેઠા કરો શક્તિપીઠ પાવાગઢના વિશેષ દર્શન; કાળી ચૌદશનું છે વિશેષ મહત્વ, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર

આજે કાળી ચૌદશે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કાળી ચૌદશે માં મહાકાળીના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ છે.

ઘર બેઠા કરો શક્તિપીઠ પાવાગઢના વિશેષ દર્શન; કાળી ચૌદશનું છે વિશેષ મહત્વ, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ ત્યારે આજથી પાંચ દિવસો દરમ્યાન વિવિધ યાત્રાધામોમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. આજે કાળી ચૌદશ છે ત્યારે આજના દિવસમાં મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે ઝી 24 કલાક આપને ઘરે બેઠા માં મહાકાળીના સૌથી મોટા ધામ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢના દર્શન કરાવી રહ્યું છે. 

માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો
આજે કાળી ચૌદશે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કાળી ચૌદશે માં મહાકાળીના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે પાવાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ માં મહાકાળીના દર્શનનો લાભ લીધો હતો. આજે પાવાગઢ ખાતે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજના પવિત્ર દિવસે ભક્તોએ પરિવાર સાથે વિશેષ દર્શન અને પૂજા અર્ચના કરી તેમજ મંદિર પરિસરમાં ગરબાની મોજ માણી ધન્યતા અનુભવી હતી. 

સવારે અને સાંજે એક એક કલાક વધારે મંદિર દર્શન માટે ખુલ્લું
આજથી શરૂ થયેલ દિવાળીના તહેવારોને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ સાથે મંદિરના સમયમાં ફેરફાર કરી દરરોજ સવારે એક કલાક વહેલા એટલે કે સવારે 5.00 કલાકથી મોડી સાંજે 8.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલ્લા રાખવામાં આવનાર છે. સવારે અને સાંજે એક એક કલાક વધારે મંદિર દર્શન માટે ખુલ્લું રાખવા માં આવનાર છે. સાથે તહેવારોને અનુલક્ષીને સર્વજન સુખાકારી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન અને હવન પણ કરવા માં આવશે.

પાવાગઢ ખાતે પ્રત્યક્ષ ન જઈ શકતા ભક્તો માટે મહાકાળીના વિશેષ દર્શન
ગતરોજ ધનતેરસ નિમિત્તે વિશેષ ધનપૂજા કર્યા બાદ આજરોજ કાળીચૌદશ નિમિત્તે સાંજે કાલ ભૈરવ દાદાનું હવન અને માતાજીનું વિશેષ પૂજન કરાશે, જ્યારે આગામી દિવસોમાં ચોપડા પૂજન પણ મંદિર ખાતે જ કરવામાં આવશે. સાથે જ પાવાગઢ ખાતે પ્રત્યક્ષ ન જઈ શકતા ભક્તો માટે ઝી 24 કલાક ઘરે બેઠા માં મહાકાળી ના વિશેષ દર્શન કરાવી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More