Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : સૂઈ રહેલા પિતાના માથે લાકડાના ફટકા મારી પુત્રએ કરી હત્યા 

સુરેશ રબારીને તેના પિતા પાસેથી પારિવારિક જમીન અને સોનાના દાગીના વેચાવી રૂપિયા લેવાનુ હતું. પરંતુ પિતાએ દાગીના અને જમીન ન વેચવાનું કહેતા રૂપિયા આપવાની વાત કરી હતી

અમદાવાદ : સૂઈ રહેલા પિતાના માથે લાકડાના ફટકા મારી પુત્રએ કરી હત્યા 

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના આંબલી ખાતે આવેલા ઓડાના મકાનમાં પુત્રે પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ સરખેજ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા સુરેશ રબારી નામના શખ્સની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ હત્યા અન્ય કોઈની નહિ, પરંતુ તેના જ પિતાની હત્યાનો આરોપ સુરેશ રબારી પર લાગ્યો છે. જે અંગેની ફરિયાદ સુરેશની બહેને આપી હતી.

આ પણ વાંચો : ‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ 

ઘટના અંગે હકીકત એવી સામે આવી છે કે, મૃતક મગનભાઈ રબારી સિક્યુરિટી ગાર્ડ તરીકે નાઇટમાં નોકરી કરે છે. એક દિવસ પહેલા તેઓ નોકરી પરથી ફરજ બજાવીને ઘરે આવ્યા હતા. અને બપોરના સુમારે ઘરમાં સૂતા હતા ત્યારે પુત્ર સુરેશ રબારીએ તેમના માથાના ભાગાં લાકડાના ફટકા મારી મોત નિપજાવ્યું હતું. જોકે આમ કરવાનું કારણ સુરેશ રબારીને તેના પિતા પાસેથી પારિવારિક જમીન અને સોનાના દાગીના વેચાવી રૂપિયા લેવાનુ હતું. પરંતુ પિતાએ દાગીના અને જમીન ન વેચવાનું કહેતા રૂપિયા આપવાની વાત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા પુત્ર સુરેશ રબારીએ પિતાનું જ કાસળ કાઢી નાખ્યું હતું. 

આ પણ વાંચો : 3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More