Home> Gujarat
Advertisement
Prev
Next

અરે બાપ રે! સંસ્કારી નગરીમાં માત્ર સો રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ, ધોળા દિવસે બજારમાં મચ્યો હંગામો

આજે વડોદરામાં જીવલેણ હુમલાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. સંસ્કારી નગરીમાં ખેલાયેલા ખૂની ખેલ પાછળનું કારણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

 અરે બાપ રે! સંસ્કારી નગરીમાં માત્ર સો રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ, ધોળા દિવસે બજારમાં મચ્યો હંગામો

હાર્દિક દિક્ષીત/વડોદરા: આમ તો રાજ્યમાં મારામારી લુંટફાટની ઘટનાઓ અવાર નવાર બનતી જ રહે છે. ત્યારે આજે વડોદરામાં જીવલેણ હુમલાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. સંસ્કારી નગરીમાં ખેલાયેલા ખૂની ખેલ પાછળનું કારણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક કેફેમાં આજે ધોળા દિવસે કેટલાક શખ્સોએ ભારે હંગામો મચાવ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે બિચકયો હતો કે આ અજાણ્યા ઈસમો દ્વારા કેફેના એક કર્મચારી પર દંડા તેમ જ ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી દેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જો આમને આમ રહ્યું તો કન્યાઓનો પડશે દુષ્કાળ! ગુજરાતમાં વધશે 'વાંઢા'ઓની સંખ્યા

સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધ ડગ આઉટ કેફેમાં ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાઈ હતી. જેથી અહી કામ કરતા જુનેદ નામના કર્મચારી દ્વારા ડ્રેનેજ લાઈનના સમારકામ માટે સફાઈ કર્મીને 500 રૂપિયામાં કામ સોંપવામાં આવ્યું હતું. સુભાષ નામના સફાઈ કર્મી દ્વારા અહી ડ્રેનેજના સમારકામની કામગીરી પૂર્ણ કર્યા બાદ જુનેદ પાસેથી નક્કી કરાયેલી રકમ માંગવામાં આવી હતી. જેથી જુનેદે સુભાષને ડ્રેનેજના કામ બદલ 400 રૂપિયા ચૂકવ્યા હતા.

નડાબેટ બોર્ડરનો વિકાસ જોઈ ગેનીબેન થયાં અભિભૂત, કાર્યક્રમમાં આપી દીધું મોટું નિવેદન

અગાઉ જે કામ 500 રૂપિયામાં નક્કી કરાયું હતું તે કામના રેસ્ટોરન્ટ કર્મી જુનેદ દ્વારા 400 રૂપિયા ચૂકવતા માત્ર 100 રૂપિયાની લેવડદેવડ માટે બંને વચ્ચે ચકમક ઝરી હતી. જેથી ઉશ્કેરાયેલા સુભાષે પોતાના મળતીયાઓને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા. અને ત્યારબાદ માત્ર 100 રૂપિયાની ઉઘરાણીના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક ધસી આવેલા અજાણ્યા ઈસમો દ્વારા હાથમાં દંડા લઈ આખે આખું કોમ્પેક્ષ માથે લીધું હતું. જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સાથે જ રેસ્ટોરન્ટમાં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગતા નજરે પડ્યા હતા. અહી બનેલી મારામારીની ઘટનામાં જુનેદ નામના કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. જેથી તેને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આફ્રિકામાં ભરૂચના કાવી ગામનો યુવાન લૂંટાયો:દુકાન ખોલતાની સાથે 5 લૂંટારૂઓએ ચલાવી લૂંટ

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં થયેલા કોમી તોફાનના બાદ શહેર ની સ્થિતિ તંગ બની છે ત્યારે ફતેગંજ વિસ્તારમાં ધોળા દિવસે મારામારી ની ઘટના બનતા સ્થિતિ તંગ બની હતી.જોકે અહી બનેલી મારામારી ની ઘટના નો મેસેજ મળતાં ની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી.

મોદી સરકારને બખ્ખાં! માર્ચમાં 13 ટકા કમાણી વધી, દેશની ઈકોનોમી માટે આવી ખુશખબર

હાલ પોલીસ દ્વારા પ્રત્યક્ષદર્શીઓના નિવેદન તેમજ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા હુમલાખોરોની શોધખોળ હાથધરી છે. ફતેગંજ વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા કેફેના કર્મચારી પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર મામલે હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More