Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ! એક યુવતી સહિત 4 ઝડપાયા, જાણો કોણ છે આ ડ્રગ્સ વેચતી યુવતી

અમદાવાદના એસઓજી ક્રાઈમે ફરી વાર ડ્રગ્સ ઝડપ્યું છે. ગાંધીનગરના નાના ચિલોડા પાસેથી 3.16 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપાયુ છે.નાના ચિલોડા પાસે 31.640 ગ્રામ MD સાથે એક મહિલા સહિત 4 લોકો ઝડપાયા છે.

ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ! એક યુવતી સહિત 4 ઝડપાયા, જાણો કોણ છે આ ડ્રગ્સ વેચતી યુવતી

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ એસઓજી દ્વારા વધુ એક વખત એક યુવતી સહિત ચાર લોકોને ડ્રગ્સ વેચતા પકડી પાડ્યા છે. પોલીસે માહિતીના આધારે ચાર લોકો જાહેરમાં ડ્રગ્સ વેચતા હતા તે દરમિયાન તેમને પકડી પાડ્યા છે. જોકે પોલીસે ચારેયની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ પણ થયા છે અને આ યુવતી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું અને ઘણા સમયથી ડ્રગસ વેચતી હોવાનું પણ સામે આવ્યું છે. જોઈએ કોણ છે આ ડ્રગ્સ વેચતી યુવતી અને અન્ય ત્રણ આરોપીઓ.

'મહિલા ગર્ભવતી છે તે કારમાંથી નીચે નહીં ઉતરી શકે', પોલીસને શંકા ગઈ અને ઝડપાયો નશાનો.

અમદાવાદ સહિત રાજ્યભરમાં યુવાધનને બરબાદ કરતાં ડ્રગ્સ વેચાણના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ વેચતા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેઓ શહેરના નરોડાના નાના ચિલોડા વિસ્તારમાં શિખર એવન્યુ પાસે જાહેરમાં ડ્રગ્સ વેચતા હતા. પોલીસે કાઝીમઅલી ઉર્ફે વસીમ સૈયદ, શબ્બીરમીયા ઉર્ફે જગો શેખ, નઈમુદીન સૈયદ અને વિશાખા ઉર્ફે રિવોલ્વર રાનીની ધરપકડ કરી છે. 

તથ્યએ એક્સિડેન્ટમાં પાંચને ઉડાવ્યા છે, તું જલદી આવ.. એ રાતનો થયો મોટો ખુલાસો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ વેચતા હતા અને આ ડ્રગ્સનો જથ્થો તેઓ શાહપુરના એક વ્યક્તિ પાસેથી લઈ આવ્યા હતા જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ચારેય આરોપીઓ ડ્રગ્સના બંધાણી છે તેને જ કારણે તેઓ ડ્રગ્સ વેચવા પણ લાગ્યા હતા. પોલીસે ચારેય પાસેથી કુલ 3 લાખથી વધુની કિંમતનો 31.640 ગ્રામ ડ્રગસનો જથ્થો પકડી પાડયો છે. 

અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે PM મોદીએ BJP સાંસદોને કહ્યું- છેલ્લા બોલે મારો સિક્સર

પોલીસે પકડેલા ચાર આરોપીઓમાંથી વિશાખા ઉર્ફે રિવોલ્વોર રાની કે જે મૂળ રાજસ્થાનની છે અને તે ઘણા સમયથી ડ્રગ્સ વેચવાનું કામ કરતી હતી. વિશાખાની તપાસ કરતા તે બીકોમ એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે. વિશાખા કોલેજ સમયથી જ દ્રગસ સેવન કરવાની આદતી બની ચૂકી હતી જે બાદ તે દ્રગસ સેવન કરવાની સાથે સાથે વેચવા લાગી હતી. 

પાપના ભાગીદાર ન બનવું હોય તો જાણી લેજો તુલસીના નિયમો, નહીંતર નારાજ થઇ જશે મા લક્ષ્મી

જોકે થોડા સમય પહેલાં ચાંદખેડામાંથી એસઓજી દ્વારા ડ્રગસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી તેમાં પણ વિશાખાનું નામ સામે આવ્યું હતું. વિશાખાના પરિવાર દ્વારા પોલીસને એક ઈમેલ મારફતે વિશાખા ડ્રગ્સની આદત ધરાવતી હોવાનું અને ડ્રગ્સ વેચતી હોવાનું માહિતી આપી હતી જેને કારણે પણ પોલીસ વિશાખાને છેલ્લા ચાર પાંચ મહિનાથી શોધતી હતી અને આખરે વિશાખા જાહેરમાં ડ્રગ્સ વેચતી પોલીસના હાથે પકડાઈ ચૂકી છે. વિશાખાએ થોડા સમય પહેલા પોતાનો એક રિવોલ્વર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જેને લઈને તેનું નામ રિવોલ્વર રાની પણ પડ્યું હતું.

7th Pay Commission: 4% ના બદલે 3% કેમ વધી શકે છે DA? અહીં સમજો ગણિત

હાલ તો પોલીસે જાહેરમાં ડ્રગ્સ વેચતા ચારેયની ધરપકડ કરી ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી કરી છે. આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો જે વ્યક્તિ પાસેથી મંગાવ્યો છે તેની પોલીસ હવે શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત પોલીસને એ પણ શંકા છે કે વિશાખા કોલેજમાં લાંબા સમય સુધી અભ્યાસ કર્યો છે જેથી વિદ્યાર્થીઓના સંપર્કમાં હોવાથી ત્રણેય લોકો યુવાનોને તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હશે જેને લઈને પણ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

આજથી 50 વર્ષ બાદ આવું દેખાશે Fridge, AI ની તસવીરો જેને જોઇને વિશ્વાસ નહી થાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More