Home> Gujarat
Advertisement
Prev
Next

ચૂંટણી પરિણામ જોઈ નટુભાઈએ એક બાદ એક પોતાની જાતને માર્યા 45 થપ્પડ, જુઓ Video

દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા (Khambhalia) ખાતે આજ રોજ સામાજિક કાર્યકર (Social Worker) નટુભાઈ ગણાત્રાએ પોતે પોતાની જાતને જ થપ્પડ માર્યા હતા. એક સાથે 45 જેટલા થપ્પડ (Slapped) પોતે જ માર્યાનો વીડિયો ખંભાળીયા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો

ચૂંટણી પરિણામ જોઈ નટુભાઈએ એક બાદ એક પોતાની જાતને માર્યા 45 થપ્પડ, જુઓ Video

દિનેશ વિઠલાણી/ દ્વારકા: દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા (Khambhalia) ખાતે આજ રોજ સામાજિક કાર્યકર (Social Worker) નટુભાઈ ગણાત્રાએ પોતે પોતાની જાતને જ થપ્પડ માર્યા હતા. એક સાથે 45 જેટલા થપ્પડ (Slapped) પોતે જ માર્યાનો વીડિયો ખંભાળીયા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તાજેતરમાં આવેલ ચૂંટણી પરિણામના (Election Result) લીધે દુઃખ અને રોષ વ્યકત કર્યો હતો.

તાજેતરમાં યોજાયેલ ખંભાળીયા (Khambhalia) નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં (General Election Of Municipality) વોર્ડ નંબર 5 માં એક વ્યંઢળ અને અન્ય બે ઉમેદવારની (Independent Candidate) હાર થતા જ સામાજિક કાર્યકર (Social Worker) દ્વારા પોતાની જાતને થપ્પડ મારતો વીડિયો સામે આવ્યો છે. ત્યારે મહત્વનું છે કે તાજેતરમાં યોજાયેલ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી (Municipality Election) પરિણામથી અસંતોષ થયો હતો. ખંભાળીયા નગર પાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠક પૈકી 26 બેઠક ભાજપે (BJP) સર કરી અને ઐતિહાસિક જીત મેળવી હતી અને કોંગ્રેસ (Congress) માત્ર નામની એટલે કે એક સીટ પર જ સંતોષ મેળવવાનો વારો આવ્યો છે.

પાલિકાની સામાન્ય ચૂંટણીમાં (General Election Of Municipality) કોંગ્રેસ શહેર પ્રમુખ, કોંગ્રેસના (Congress) પૂર્વ સદસ્ય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના દિગગજોને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે જ ખંભાળીયાના (Khambhalia) અન્ય ઉમેદવારો પણ હાર્યા છે જેને લઈ સામાજિક કાર્યકર દ્વારા થપ્પડ (Slapped) માર્યા હતા. ખંભાળીયામાં રહેતા સામાજિક કાર્યકર (Social Worker) નટુભાઈ ગણાત્રા અગાઉ પણ અનેક આંદોલન કરી ચુક્યા છે અને ભાજપની સત્તા સામે વિરોધ દર્શાવી ચુક્યા છે. જેમાં 44 દિવસ સુધી સતત આંદોલન કર્યું છે અને આત્મવિલોપનની ચીમકી આપી હતી અને કોશિશ પણ કરી ચુક્યા છે.

આ પણ વાંચો:- કોને ખબર આ ક્લિક બની જશે અંતિમ, છેલ્લી સેલ્ફી બની મોતનું કારણ

ખંભાળીયાના સ્મશાનના મુદ્દે પણ આંદોલન કરી સરકાર સામે વિરોધ કર્યો હતો અને સ્મશાનમાં પ્રાર્થના હોલ બનાવવા મુદ્દે પણ આંદોલન કર્યું હતું અને રોડ રસ્તા પર ચલણી સિક્કાઓને રોડના ખાડામાં નાખીને વિરોધ કર્યો હતો. ભ્રષ્ટાચાર વિરોધી નારાઓ લગાવી ખંભાળીયા નગર પાલિકાના સદસ્યો અને ભ્રષ્ટાચાર કરતા લોકો સામે બાયો ચડાવી હતી.

આ પણ વાંચો:- હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

હદ તો ત્યાં થઈ ગઈ હતી કે જ્યારે ખંભાળીયા નગર પાલિકાની ચૂંટણી જાહેર થઈ ન હતી તે પૂર્વ લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યા પર હંગામી ચીફ ઓફિસર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી વહીવટ થતો હતો અને સ્થાયી ચીફ ઓફિસરની માંગ સાથે નટુભાઈ ગણાત્રા ખંભાળીયા નગર પાલિકાની ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસ્યા હતા અને ચીફ ઓફિસર બની બોલ્યા હતા કે કયા છે વિકાસના કામોની પેન્ડિંગ ફાઈલો, ચાલો હું સહી કરી દઉં અને તંત્રની અબરૂના ધજાગરા ઉડાવી દીધા હતા.

આ પણ વાંચો:- પતિએ પત્નીને કહ્યું- તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રે નહી તો...

ત્યારે આજે ખંભાળીયા નગર પાલિકાના વોર્ડ નંબર 5 માં તેના ટેકા દ્વારા ઉભા રાખેલ ઉમેદવારોની હાર થતા જ નટુભાઈ ગણાત્રાએ પોતે જ ખોટા છું એટલે જનતાએ મારી લીધો આમ કહીને 45 જેટલી થપ્પડ પોતાને માર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More