Home> Gujarat
Advertisement
Prev
Next

બોરસદના સિસ્વામાં પૂરે ભારે તારાજી સર્જી; લોકો પાસે બે દિવસથી ખાવા માટે અનાજ નથી

Borsad Flood News : બોરસદના સિસ્વા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી ઓસરતાં ભયાનક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સિસ્વા ગામે રહેતા ગરીબ પરિવારોને મોટું નુકસાન થયુ છે

બોરસદના સિસ્વામાં પૂરે ભારે તારાજી સર્જી; લોકો પાસે બે દિવસથી ખાવા માટે અનાજ નથી

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં આવેલા પહેલા વરસાદ બાદ જો કોઈ શહેરમાં પૂરની સ્થિતિ આવી હોય તો તે બોરસદ તાલુકો છે. શુક્રવારે વરસાલે 12 ઈંચ વરસાદ બાદ આખો તાલુકો પાણીમાં ગરકાવ થયો છે. તો સૌથી વધુ અસરગ્રસ્ત આવે બોરસદના સિસ્વા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી ઓસરતાં ભયાનક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સિસ્વા ગામે રહેતા ગરીબ પરિવારોને મોટું નુકસાન થયુ છે. ઘરવખરીનો સામાન પાણીમાં ડૂબ્યો છે. તો અનેક પરિવારો ઘર છોડીને સુરક્ષિત સ્થળે રહેવા મજબૂર બન્યા છે. ગાય, ભેંસ, બકરી પાણીમાં તણાાયા છે. તો બે દિવસથી પાણી ન ઓસરતા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ સ્થિતિ એવી પણ છે કે, લોકો પાસે ખાવા માટે અનાજ પણ નથી. બાળકોને બિસ્કીટ ખવડાવીને તેમની ભૂખ સંતોષવામા આવી રહી છે. 

ગામમાં હજી પણ 18 ફૂટ પાણી છે 
સિસ્વા ગામમાંથી અત્યાર સુધી 380 લોકોનું રેસ્ક્યું કરી તેમને સલામત સ્થળે ખસેડાયા છે. તેઓને પટેલ વાડી, શ્રીમતી ડી.એમ હાઇસ્કુલ ખાતે આશરો આપવામં આવ્યો છે. SDM, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સરપંચ સહિત તમામ લોકો પણ મદદે આવ્યા છે. જોકે, શનિવારે બીજા દિવસે પણ પણ ગામમાં 15 થી 18 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી ગામલોકો પોતાના ઘરમાં પણ જઈ શક્તા નથી. 

આ પણ વાંચો : ભારે વરસાદની આગાહી વચ્ચે આ 5 વીડિયો તમને દીવાના કરી દેશે 

કલેક્ટરે લોકોને મદદ માટે આશ્વાસન આપ્યું
સિસ્વા ગામને લોકોએ સરકાર પાસે મદદ માંગી છે કે, તેમણે આ પાણીમાં સહાય આપવામાં આવે. તો બીજી તરફ, સિસ્વા ગામે આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી મુલાકાત માટે પહોંચ્યા છે. સ્થળાંતરીત કરેલા લોકોને રાહત કેમ્પમાં જવાયા હતા, જ્યાં કલેકટર મનોજ દક્ષિણી તેમના હાલચાલ જાણવા પહોચ્યા હતા. કલેક્ટરે લોકોના હાલચાલ પૂછ્યા, તેમજ લોકોને મદદ માટે આશ્વાસન આપ્યુ હતું. 

મૃતકોને સહાય ચૂકવાશે 
કલેક્ટરે કહ્યુ કે, રાહત કેમ્પમાં લોકો માટે નાસ્તો, જમવાની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે. લોકોને પાણી આવે તો સ્થળાંતર થવા માટે પણ અપીલ કરી છે. બોરસદમાં વનતલાવડી વિસ્તારમાં મોત થયેલ યુવાનને 4 લાખની સહાય ચૂકવાશે. તેમજ પૂરમાં નુકસાનીનું વળતર ચૂકવવા સર્વે ટીમો બનાવી છે. સિસ્વા ગામે પૂરના પાણીમાં ડૂબી મૃત્યુ પામનાર યુવાનનો મૃતદેહ મળ્યા બાદ તેને પણ સહાય ચૂકવાશે. લોકોની મદદ માટે NDRF ની ટીમ સિસ્વા ગામે સ્ટેન્ડ બાય રહેશે.

આ પણ વાંચો : રાજકોટના લોધિકામાં કાર પૂરમાં તણાઈ, સ્થાનિક તરવૈયાએ કરેલા દિલધડક રેસ્ક્યૂનો જુઓ Video

ગરીબ લોકોની મદદ કરવા જતા યુવક પાણીમાં ડૂબ્યો
સિસ્વા ગામે પૂરના પાણીમાં 23 વર્ષના કિશન બારીયા નામના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. કિશન બારીયા ગરીબ લોકોને જમવાનુ આપવા જતા સમયે પાણીમાં ડૂબી ગયો હતો. NDRF ની ટીમ ગઈકાલ રાતથી ગુમ થનાર કિશનની શોધખોળ કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More