Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત આપતા જણાવ્યું કે, કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે

શહેરમાં યોજાયેલા જ્યોતિર્મય કાર્યક્રમને રવિશંકર મહારાજ દ્વારા સંબોધવામાં આવી હતી. જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશ શાહના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રવિશંકર મહારાજે સંબોધન કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનમાં રામ મંદિર વિષે આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, આશા છે કે દેશવાસીઓનું સપનું સાકાર થશે. શ્રીશ્રીએ ગુજરાત અને દેશ વાસીઓને દિવાળી અને નવા વર્ષની  શુભકામાનઓ પાઠવી જ્યોતીર્મય કાર્યક્રમમા રાજ્યના અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ સમુદાય માટે કાર્ય કરતી ૨૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇ હતી. 

અમદાવાદ: શ્રી શ્રીએ રામ મંદિર અંગે સંકેત આપતા જણાવ્યું કે, કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થશે

અમદાવાદ : શહેરમાં યોજાયેલા જ્યોતિર્મય કાર્યક્રમને રવિશંકર મહારાજ દ્વારા સંબોધવામાં આવી હતી. જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશ શાહના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રવિશંકર મહારાજે સંબોધન કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનમાં રામ મંદિર વિષે આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, આશા છે કે દેશવાસીઓનું સપનું સાકાર થશે. શ્રીશ્રીએ ગુજરાત અને દેશ વાસીઓને દિવાળી અને નવા વર્ષની  શુભકામાનઓ પાઠવી જ્યોતીર્મય કાર્યક્રમમા રાજ્યના અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ સમુદાય માટે કાર્ય કરતી ૨૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇ હતી. 

ભરૂચ: વિદ્યાર્થીઓએ જવાનોને દિવાળી કાર્ડ મોકલી શુભેચ્છા પાઠવી, રક્ષણ માટે આભાર પણ માન્યો

અહીં ઉપસ્થિત સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી 1.5 લાખ આદિજાતિના બાળકોને શિક્ષણ, 8000 બાળકોને નવું જીવન, 2.5 લાખ યુવાનો ને રોજગારી માટે ટ્રેનિંગ, 26000 ખેડૂતે ને સમૃદ્ધ કરાયા, 42 નદીઓ ની કાયાકલ્પ કરાઈ, 3000 ચેકડેમ બનાવાયા, 25 લાખ મહિલાઓને સ્વરોજગાર બનાવાઈ, 32000 સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ કરાયું, સોલાર લેટરનર્સ દ્વારા 90000 ઘરો માં રોશની પોહ્ચાડવામાં આવી, 27000 મેડિકલ કેમ્પસ નું આયોજન કરવામાં આવ્યું, 6 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. 8 લાખ મોતિયાના ઓપરેશન જેવા અનેક કર્યો કરવામાં આવ્યા છે. 

નખત્રાણા: વનવિભાગને અતિદુર્લભ ગણાતરા હેણોતરાને બચાવ્યું, નિકળતા જ થયું....

સુરત: મચ્છરજન્ય રોગચાળાને નાથવા તંત્રના હવાતિયા, કમિશ્નરે તમામ કર્મચારીઓને રજા રદ્દ કરી

આ પ્રસંગે  ઉદ્યોગપતિ પ્રકાશ શાહે કહેયું કે માનવતાએ પરમો ધર્મ છે અને માનવ ની સેવા કરવી એ આપણા જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. આજ વિચારધારા સાથે મેં મારું જીવન કાઢ્યું છે અને અનેક પ્રકારની સંસ્થાઓ અને ગામડાઓમાં જઈને લોકો માટે સેવાના કાર્ય કર્યા છે અને જીવનભર મેં મારી આવકનો 10% ભાગ માનવસેવા ને આપ્યો છે. આજે આ જ્યોતિર્મય કાર્યક્રમ પાછળ નો અમારો ઉદ્દેશ્ય સમાજ માટે જુદા જુદા ક્ષેત્રે કાર્યરત લોકો ને ભેગા કરી ને તેઓ કઈ રીતે વધારે સારું કાર્ય કરી શકે તે કરવાનો હતો. આ અવસરે અમને શ્રી શ્રી રવિશંકર ના આશીર્વાદ મળ્યા એ ખુબજ સૌભાગ્ય ની વાત છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More