Home> Gujarat
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયાની આગ કરતા ગુજરાતનો આ અહેવાલ વાંચી તમારા દિલમાં લાગશે આગ

પંચમહાલ જિલ્લો તેની પ્રકૃતિ અને વનરાજી થી ઓળખાય છે.જંગલો થી આચ્છાદિત પંચમહાલ જિલ્લા માટે હવે દુઃખદ સમાચાર છે કે જિલ્લા માં ખુબ જ મોટા પાયે જંગલો ઓછા થઇ રહ્યા છે. આ ઘટસ્ફોટ થયો છે વર્ષ 2019 ના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ અંદાજિત 27 % જેટલો જંગલ વિસ્તાર 2017ની તુલનાએ ઓછો થયો છે. સમગ્ર ગુજરાત તેમજ ખાસ કરીને પંચમહાલમાં જંગલો ઓછા થઇ થઇ રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. પરંતુ સૌથી વધુ ગંભીર બાબત એ છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગીચ જંગલો સૌથી વધુ ઓછા થઇ રહ્યા છે. ઇસરો સેટેલાઇટ દ્વારા કરાયેલા સર્વે મુજબ દાહોદમાં 100 હેક્ટરમાં ગીચ જંગલ છે. જ્યારે પંચમહાલમાં ગીચ જંગલ હવે રહ્યા જ નથી.

ઓસ્ટ્રેલિયાની આગ કરતા ગુજરાતનો આ અહેવાલ વાંચી તમારા દિલમાં લાગશે આગ

જયેન્દ્ર ભોઇ/પંચમહાલ : પંચમહાલ જિલ્લો તેની પ્રકૃતિ અને વનરાજી થી ઓળખાય છે.જંગલો થી આચ્છાદિત પંચમહાલ જિલ્લા માટે હવે દુઃખદ સમાચાર છે કે જિલ્લા માં ખુબ જ મોટા પાયે જંગલો ઓછા થઇ રહ્યા છે. આ ઘટસ્ફોટ થયો છે વર્ષ 2019 ના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ અંદાજિત 27 % જેટલો જંગલ વિસ્તાર 2017ની તુલનાએ ઓછો થયો છે. સમગ્ર ગુજરાત તેમજ ખાસ કરીને પંચમહાલમાં જંગલો ઓછા થઇ થઇ રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. પરંતુ સૌથી વધુ ગંભીર બાબત એ છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગીચ જંગલો સૌથી વધુ ઓછા થઇ રહ્યા છે. ઇસરો સેટેલાઇટ દ્વારા કરાયેલા સર્વે મુજબ દાહોદમાં 100 હેક્ટરમાં ગીચ જંગલ છે. જ્યારે પંચમહાલમાં ગીચ જંગલ હવે રહ્યા જ નથી.

વિસાવદર નજીક ખાનગી બસ પલ્ટી જતા 4નાં ઘટના સ્થળે મોત, અનેક ઘાયલ

પંચમહાલ જિલ્લા અંગે ફોરેસ્ટ સર્વેના આંકડા ખુબ જ ચિંતા જનક છે, ત્યારે પંચમહાલ જિલ્લાના સ્થાનિક વનવાસીઓ આ જંગલો ઓછા થવાનું મુખ્ય કારણ કિંમતી લાકડાઓ માટે જંગલોના વૃક્ષોનું આડેધડ નિકંદન હોવાનું માની રહ્યા છે. જંગલ પર જ નભતા અને પ્રકૃતિના ખોળે ઉછરેલા વનવાસીઓનો દાવો છે. વન વિભાગના જ કેટલાક કર્મચારીઓની મીલીભગતથી ધોળા દિવસે પણ ખેર, સાગ, મહુડો જેવા અનામત વૃક્ષોનું પણ ગેરકાયદેસર કટિંગ થાય છે. સ્થાનિક લોકોની રજૂઆતો કરે તો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેમ વન વિભાગના કર્મચારીઓ સ્થાનિક વનવાસીઓને જ વૃક્ષ કટિંગ અને ચોરીના આક્ષેપસર દમદાટી આપતા હોવાના આક્ષેપો સ્થાનિક વનવાસીઓ કરી રહ્યા છે. ગોધરા તાલુકાના રીંછીયાના જંગલોમાં મોટાપાયે કિંમતી વૃક્ષોનું લાકડા માટે કટિંગ થઇ રહયું હોવાનું તેમજ જો આ બંધ નહિ થાય તો આગામી સમયમાં જંગલો બચાવવા માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

ABVP દ્વારા ગુજરાત વિદ્યાપીઠ બહાર JNU હિંસાના વિરોધમાં સુત્રોચ્ચાર

સમગ્ર ગુજરાત અને પંચમહાલ જિલ્લામાંથી વન વિસ્તાર ઓછો થઇ રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વર્ષોથી પ્રયત્નશીલ અને વનપંડિત એવોર્ડથી સન્માનિત અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એવા જીવાભાઈ ગઢવીએ હાલની પર્યાવરણ અને જંગલો ની સ્થિતિ ને લઇ એક કવિતા રચી છે: પ્રખર પર્યાવરણ વિદ એવા જીવાભાઈ ગઢવી જંગલો ઓછા થવા અંગે ભવિષ્ય ની ચિંતા કરતા જણાવે છે કે જંગલો ઘટી રહ્યા છે એ ખુબ જ ચિંતા નો વિષય તો જ છે. જો કે સરકાર અને વન વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ફાર્મ ફોરેસ્ટિ, નર્સરી જેવી યોજનાઓનો લાભ લઈ વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે, અનામત જંગલોમાં ખુલ્લી જગ્યાઓમાં બાઉન્ડરી બાંધીને વૃક્ષારોપણ કરવામાં આવે, અને આ અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે તો ખરેખર જંગલો વધી શકે છે, અને પર્યાવરણનું સંતુલન પણ જળવાઈ રહે તેમ છે. વધુમાં જંગલો ઓછા થવા માટેના કારણોમાં વસ્તી વધારો, વધુ પડતું ઔદ્યોગિકરણ, શહેરીકરણ વિગેરે તો છે જ પણ સાથે સાથે અનધિકૃત રીતે ઇમારતી લાકડા અને બળતણના લાકડા માટે જંગલોનું નિકંદન નીકળતું હોવાને પણ માની રહ્યા છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો કરાવ્યો શુભારંભ, ખાસ જાણો તેના વિશે

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડીયાના વર્ષ 2019ના રિપોર્ટમાં પંચમહાલ જિલ્લામાં વન વિસ્તારમાં પંચમહાલમાં 26.94 ટકા જંગલ ઘટ્યા છે. ઇસરો સેટેલાઇટ દ્વારા કરાયેલા સર્વે મુજબ પંચમહાલ જિલ્લામાં 523100 હેક્ટર જમીનમાંથી 71006 હેક્ટરમાં જંગલ દર્શાવાયા છે. જેમાં ગીચ જંગલની સંખ્યા શૂન્ય છે. જયારે 20313 હેક્ટરમાં ઓછા ગીચ જંગલ અને 50693 હેક્ટરમાં છુટ્ટા છવાયા જંગલ બતાવાયા છે. 2017ની સ્થિતિએ અહીં વન વિસ્તારમાં 26.94 ટકાનો ઘટાડો હોવાનું દર્શાવાયું છે. જે ખુબ જ ચિંતા જનક આંકડા પંચમહાલ જિલ્લા માટે જણાઈ રહ્યા છે.

વડોદરા: પાદરાની કંપનીમાં ભીષણ વિસ્ફોટ, 8 લોકોના મોત તથા અનેક ઘાયલ

વન વિભાગ અનુસાર પંચમહાલ જિલ્લામાં 7 તાલુકાનો વન વિસ્તારની જો વાત કરવામાં આવે તો, પંચમહાલ જિલ્લામાં સાત તાલુકા આવેલા છે. તેમાંથી ઘોઘંબા તાલુકામાં 9492 હેક્ટર, હાલોલ તાલુકામાં 6376 હેક્ટર, શહેરા તાલુકામાં 16622 હેક્ટર, મોરવા હડફ તાલુકામાં 4729 હેક્ટર,ગોધરા તાલુકામાં 15200 હેક્ટર અને કાલોલ તાલુકામાં 3540 હેક્ટરમાં વન વિસ્તાર આવેલો છે.

બનાસકાંઠા: ડમ્પર ચાલકે લક્ઝરી બસને અડફેટે લીધી, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત, 12 લોકો ઘાયલ

પંચમહાલ જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષક ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડાઓને સમર્થન આપતા જણાવે છે કે પંચમહાલ જિલ્લા માં જંગલો તો ઓછા થયા છે અને તે પણ 2700 સ્કવેર મીટર જેટલી જમીન માં ઓછા થયા હોવા નું માની રહ્યા છે ખાસ કરીને પ્રાથમિક દૃષ્ટિ એ જંગલો ઓછા થવા ના મુખ્ય કારણોમાં 
-નીલગીરીના ગ્રામવનો કપાયા.
-રસ્તા પહોળા કરાતા વૃક્ષો કપાયા.
-સેટેલાઇટ માત્ર લીલારંગના ભાગને નોંધે છે.
-વિવિધ પ્રોજેક્ટ જેમ કે રોડ રસ્તા નવા બનાવવા અને પહોળા કરવા ને કારણે વૃક્ષ છેદન.
-ખેતરમાં વાવેલા પાકની કાપણી થઇ હોય ત્યારે પણ ઘટાડો ગણાય.
-વૃક્ષ છેદન અને તેની ચોરીની પણ મોટી અસર જોવા મળતી હોવાનું માની રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More