Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કૂતરાઓથી બચીને રહેજો, રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે, અઢી લાખ લોકો બન્યા શિકાર

Street Dog Attack : ગુજરાતમાં એક વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 40 ટકાનો વધારો... રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે શ્વાન... આ વર્ષે 2 લાખ 41 હજાર જેટલા લોકોને કરડ્યા શ્વાન...
 

ગુજરાતમાં કૂતરાઓથી બચીને રહેજો, રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે, અઢી લાખ લોકો બન્યા શિકાર

Gujarati News : ગુજરાતમાં 1 વર્ષમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં 40 ટકાનો વધારો થયો છે. ચોંકી ગયા ને. પરંતુ આ હકીકત છે અને આ અમે નહીં પરંતુ સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા કહી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં ડોગ બાઈટના અધધ 20.80 લાખ કેસ નોંધાયા છે અને આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી 2.41 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે રાજ્યમાં દૈનિક સરેરાશ 700થી વધારે લોકો શ્વાન કરડવાની સમસ્યાનો શિકાર બને છે. ટોપ ટેપ રાજ્યની યાદીમાં સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્ર મોખરે છે. તો ગુજરાત પણ કંઈ પાછળ નથી. ગુજરાત આ યાદીમાં પાંચમા ક્રમે છે. 

કેસમાં 40 ટકાનો વધારો 
ગુજરાતમાં 1 વર્ષમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં 40 ટકાનો વધારો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં શ્વાન કરડવાના 20 લાખ 80 હજાર કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધી 2 લાખ 41 હજાર કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક સરેરાશ 700થી વધારે લોકોને શ્વાન કરડે છે. આ કારણે શ્વાન કરવાના કેસમાં દેશની યાદીમાં ગુજરાત 5માં ક્રમે આવી ગયું છે. જોકે બૂજી હકીકત એ પણ છે કે, ગુજરાતમાં 2021, 2022 અને 2023માં શ્વાન કરડવાની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2018, 19 અને 20માં 4 લાખથી વધારે ડોગ બાઈટના કેસ હતા, જેની સામે આ વર્ષે કેસ 2 લાખને પાર થતા થોડી ચિંતા વધી છે. 

નસીબ વાકું નીકળ્યું આ ગુજરાતીઓનું, 80 લાખ ખર્ચીને અમેરિકા તો ન જ પહોંચ્યા!

હવે ગુજરાતમાં છેલ્લાં 6 વર્ષના ડોગ બાઈટના કેસની વાત કરીએ તો...

  • 2018માં 4.55 લાખ કેસ નોંધાયા...
  • 2019માં 4.80 લાખ કેસ નોંધાયા...
  • 2020માં 4.42 લાખ કેસ નોંધાયા...
  • 2021માં 2.90 લાખ કેસ નોંધાયા...
  • 2022માં 1.69 લાખ કેસ નોંધાયા...
  • આ વર્ષે અત્યાર સુધી 2.41 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે.

જોકે થોડી રાહતની વાત એે છે કે ગુજરાતમાં 2021, 2022 અને 2023માં શ્વાન કરડવાની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. કેમ કે 2018, 2019 અને 2020માં 4 લાખથી વધારે ડોગ બાઈટના કેસ નોંધાતા હતા. પરંતુ આ વર્ષે ડોગ બાઈટના કેસ 2 લાખને પાર પહોંચતાં થોડી ચિંતા વધી છે. ત્યારે રાજ્યમાં વિવિધ મહાનગરો અને પાલિકાઓએ આ મામલે ચોક્કસથી કામગીરી કરવાની જરૂર છે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 2024 ની શરૂઆત વરસાદ સાથે થશે, એ પણ કરા સાથે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More