Home> Gujarat
Advertisement
Prev
Next

સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત...

સંજય રાઉતના આ નિવેદનથી કરોડો ગુજરાતીઓની ઠેસ પહોંચી છે. ટ્વિટર પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. જેને કારણે હાલ અમદાવાદ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તો ભાજપના નેતાઓએ સંજય રાઉતના આ નિવેદનને વખોડી રહ્યાં છે

સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત...

ઝી મીડિયા/બ્યૂરો :શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિની પાકિસ્તાન ગણાવી દીધું. કંગના રનૌત (Kangana ranaut) ને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે અમદાવાદ (Ahmedabad) ને મિનિ પાકિસ્તાન કહી શકે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) અભિનેત્રી કંગના રણૌતને પડકારતા સમયે અમદાવાદ વિશે કરી વિવાદીત ટીપ્પણી કરી છે. મહારાષ્ટ્રના (Maharashtra) સાંસદ સંજય રાઉતે અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી દીધું. તેમના અમદાવાદ વિશે આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. આ નિવેદનથી કરોડો ગુજરાતીઓની ઠેસ પહોંચી છે. ટ્વિટર પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. જેને કારણે હાલ અમદાવાદ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તો ભાજપના નેતાઓએ સંજય રાઉતના આ નિવેદનને વખોડી રહ્યાં છે. તો સાથે જ રાઉત માફી માંગે તેવો સૂર ઉભો થયો છે. 

આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી

શું છે વિવાદ....
સુશાંત સિંહ રાજપૂત (Shushant case) ની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રણૌત સતત શિવસેના (Shivsena) પર પ્રહાર કરી રહી છે. કંગનાએ મુંબઇ પર તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું જેને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે તેને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે.  જેનાથી સંજય રાઉત છંછેડાયા હતા. પરંતુ કંગનાના નિવેદનનો જવાબ આપતા સમયે રાઉત ભાન ભૂલ્યા અને અમદાવાદના વિવાદમાં વચ્ચે લાવતા તેમના નિવેદનથી નારાજગી છે. આ મામલે સંજય રાઉતે હવે વિવાદમાં અમદાવાદને પણ ઢસડ્યું છે. એક નિવેદનમાં તેમણે  કહ્યું કે તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે. તેનામાં અમદાવાદ વિશે આવું કહેવાની હિંમત છે ખરી?

fallbacks

અમદાવાદ વિશે શું કહ્યું શિવસેના નેતા સંજય રાઉતે?
કંગનાના નિવેદન પર થયેલા વિરોધ પ્રદર્શનો અને સમગ્ર મામલે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો તે છોકરી (કંગના રનૌત) મહારાષ્ટ્રની માફી માંગશે તો હું તેને માફી આપવા વિશે વિચારીશ. તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે. પરંતુ શું તેનામાં તે જ રીતે અમદાવાદ વિશે એવું બોલવાની હિંમત છે ખરી? 

આ પણ વાંચો : અમિત શાહથી લઈને અભય ભારદ્વાજ સુધી ગુજરાતના બે ડઝનથી વધુ નેતા કોરોનાના શિકાર થયા છે 

ભાજપના નેતા ભડક્યા, કહ્યું-રાઉત માફી માંગે... 
સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) ટ્વિટ કરી રાઉત માફી માગે તેવી માંગ કરી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભૂમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ઋષિમુનીઓની ભૂમિ છે. સંજયજી તમારે આ શબ્દોનો પ્રયોગ કરવા બદલ શરમ આવવી જોઈએ. તમારે અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ. 

તો ભાજપ નેતા મહેશ કસવાલાએ કહ્યું કે, રાઉતે ગુજરાતની જનતાનું અપમાન કર્યુ છે. તેઓએ અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી ગંભીર અપમાન કર્યું છે. રાઉતે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ. શિવસેના નેતા સંજય રાઉતે અમદાવાદની સરખામણી મીની પાકિસ્તાન સાથે કરી હતી.

ટ્વિટર પર ગુસ્સો ઉતર્યો
સંજય રાઉતના મિની પાકિસ્તાન નિવેદનથી લોકો ગુસ્સે થયા છે. ટ્વિટર પર લોકોનો ગુસ્સો જોઈ શકાય છે. જોતજોતામાં Ahmedabad ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. લોકો ટ્વિટર પર સંજય રાઉતને વખોડી રહ્યા હતા. તો સાથે જ તેઓએ માફી માંગવી જોઈએ તેવું કહી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More