Home> Gujarat
Advertisement
Prev
Next

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે બપોરે 3 વાગે સરકાર યોજાનારી બેઠક પર સૌની નજર

શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે. જેમાં દિનેશ બામણીયા, યુવરાજસિંહ જાડેજા, પૂર્વી પટેલ, પ્રવિણ રામ, નીરવ જોષી, કમલેશ સોલંકી અને શરદ સાધુ સહિત લોકો સરકાર સાથે બેઠક કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં સંકલન સમિતિના સભ્યોએ પોતાની કોર કમિટી નક્કી કરી છે. 

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે બપોરે 3 વાગે સરકાર યોજાનારી બેઠક પર સૌની નજર

હિતલ પારેખ/ગાંધીનગર :શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે. જેમાં દિનેશ બામણીયા, યુવરાજસિંહ જાડેજા, પૂર્વી પટેલ, પ્રવિણ રામ, નીરવ જોષી, કમલેશ સોલંકી અને શરદ સાધુ સહિત લોકો સરકાર સાથે બેઠક કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં સંકલન સમિતિના સભ્યોએ પોતાની કોર કમિટી નક્કી કરી છે. 

વિકૃતિની હદ વટાવતા લોકો, કુહાડીના ઘાથી સાપના બચ્ચાના બે કટકા કર્યાં 

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની સરકાર સાથે બેઠકમાં આજે દિનેશ બાંમભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિત સમિતિના સભ્યો સરકાર સાથે બેઠક કરશે. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સાથે બપોરે 3 વાગે સ્વર્ણિમ સંકુલ ખાત બેઠક મળશે. સરકાર સાથે બેઠક પહેલા કમિટીની મળી હતી. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના આગેવાન યુવરાજસિંહ જાડેજાએ બેઠક પહેલા મીડિયા સામે કહ્યું કે, બેઠકમાં છ લોકો હાજરી આપશે. આજરોજ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના 6 લોકો સરકાર સાથે બેઠક કરશે. સરકારી ભરતી અંગે ઝડપથી નિરાકરણ આવશે તેવી આશા છે. વિદ્યાર્થીઓની માંગણી છે તે બાબતે બેઠક કરશે. અમને આશા છે કે સરકાર માંગણી સ્વીકારશે. સરકાર સાથે ચર્ચા બાદ આગળની રણનીતિ જાહેર થશે. વયમર્યાદા માટે અમે માંગણી કરી છે એ પણ ચર્ચાનો મુદ્દો છે. તેમાં 2 થી 4 વર્ષનો વધારો કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. 

સમીક્ષા સમિતિ દ્વારા અટકી પડેલી સરકારી ભરતીની યાદી તૈયાર કરાઈ છે. જેમાં ટાટ, GPSC ની પરીક્ષાઓની બાકી રહેલી ભરતીની યાદી તૈયાર કરી સરકારને સોંપશે. ઇન્ટરવ્યૂ બાકી હોય તેવી ભરતીની પણ યાદી તૈયાર કરાઈ છે. આ બેઠકમાં યોજાનાર ભરતી પ્રક્રિયા અને પરીક્ષા અંગે ગઈકાલે જ મુખ્યમંત્રીને પત્ર લખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More