Home> Gujarat
Advertisement
Prev
Next

શિક્ષા E CONCLAVE: કોરોનાકાળમાં ધોરણ 10 અને 12 પછી આગળ શું?..મૂંઝવતા પ્રશ્નોના મેળવો જવાબ

  જેમ બોર્ડની પરીક્ષાના પરિણામ આવતા જાય છે તેમ વિદ્યાર્થીઓને પણ મૂંઝવણ થતી હોય છે કે હવે આગળ શું? એમા પણ કોરોના વાયરસના પ્રકોપના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે જેના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. ZEE 24 KALAKએ વિદ્યાર્થીઓના દરેક મૂંઝવતા પ્રશ્નોને વાચા આપવા માટે SIHMના સહયોગથી શિક્ષા E- CONCLAVE કાર્યક્રમનું આયોજન કર્યું છે. ટેલિવિઝનના ઈતિહાસમાં પ્રથમવાર આ રીતે શિક્ષા ઈ-કોન્ક્લેવનું આયોજન થયું છે. 

શિક્ષા E CONCLAVE: કોરોનાકાળમાં ધોરણ 10 અને 12 પછી આગળ શું?..મૂંઝવતા પ્રશ્નોના મેળવો જવાબ

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ:  કોરોનાકાળમાં સેમિનારની જગ્યાએ વેબિનારનું આયોજન થતું હોય છે. ZEE 24 કલાકએ પણ આવા જ એક કાર્યક્રમ શિક્ષા E-CONCLAVEનું આયોજન કર્યું. આ કાર્યક્રમ એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે ધોરણ 10 અને 12માની પરીક્ષાઓ તો પાસ કરી લીધી પરંતુ હવે આગળ શું? વિદ્યાર્થીઓના દરેક મૂંઝવતા પ્રશ્નોને વાચા આપવા માટે SIHMના સહયોગથી શિક્ષા E- CONCLAVE કાર્યક્રમનું આયોજન કર્યું. ટેલિવિઝનના ઈતિહાસમાં પ્રથમવાર આ રીતે કોઈ કાર્યક્રમનું આયોજન થયું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમના પ્રાસ્તાવિકમાં કહ્યું કે હવે પછી તમામ ક્ષેત્રોમાં આપણે આ જ પદ્ધતિ પ્રમાણે કામ કરવું પડશે. 

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી લોકડાઉન દરમિયાનની શિક્ષણની સ્થિતિ પર વાત
શિક્ષણમંત્રીએ આ પ્રકારના કાર્યક્રમના આયોજન બદલ ઝી 24 કલાકને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે હવે પછીનો સમય તમામ ક્ષેત્રોમાં આપણે આ જ પદ્ધતિ પ્રમાણે કામ કરવું પડશે. જીવન પદ્ધતિમાં બદલાવ આવશે. વ્યવહાર, જીવનશૈલીમાં બદલાવ આવશે. શિક્ષણ વિભાગમાં 16-17 માર્ચથી શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો ત્યારથી મારા પરિવારમાં એક વિચાર આપ્યો કે આફ્ટર કોરોના બિફોર કોરોના શિક્ષણ જગત પર શું અસર થાય અને બીજો વિચાર અનાયસે કલ્પનાબહારનો જે સમય મળ્યો છે તેનો કેવી રીતે ઉપયોગ થાય, વાલીઓને રાહત થાય, વાલીઓને ધરપત રહે. તેની પાછળનો મારો ઉદ્દેશ આટલા લાંબા સમયગાળા દરમિયાન સાતત્યતા અને મહાવરો છૂટી જાય તો ફરી સાંધવામાં સમય જાય અને તકલીફ પડે. આથી પ્રાઈમરી અને ઉચ્ચ પ્રાયમરી તમામ પરિવારજનોને કહ્યું કે લોકડાઉન દરમિયાન શિક્ષણ જગતમાં ન તો લોકડાઉન છે ન તો શટડાઉન છે. 

વિદ્યાર્થીઓના સાતત્ય અને મહાવરામાં ભંગ ન પડે તે માટે પ્રાઈમરીનું એજ્યુકેશન, ઉચ્ચ માધ્યમિક, નીટ, વગેરેનું ધ્યાન રાખીને રાજ્યના નિષ્ણાંતો દ્વારા મટિરિયલ તૈયાર કરાવ્યું છે. આફતને અવસરમાં કેવી રીતે ફેરવવું. આ વ્યવહારમાં આ રીતે સફળતા મળશે તેની આશા નહતી. હવે આ પદ્ધતિ પ્રમાણે ટેવાવવું પડશે. કોઈ જોખમ અમે લઈશું નહીં. 

સવાલ: લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે સરકારે શું આયોજન કર્યું છે?

ભવિષ્યનું આયોજન તો કર્યું છે પરંતુ વર્તમાનનું પણ આયોજન કર્યું છે. વર્તમાનમાં વિદ્યાર્થી પોતાના ઘરેથી ભણી શકે તે માટે અમે 6 અઠવાડિયા સુધી દર શનિવારે લર્નિંગ મટિરિયલ પહોંચાડવાનું કામ કરીએ છીએ. આ મટિરિયલ ગાંધીનગરથી ડીપીઓ, ડીઓ, સીઆરસી, ડીઆરસી, આચાર્ય, શિક્ષક, વાલી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન તેમણે શું શું કરવાનું તે બધી વિગતો અમે પહોંચાડી છે, તે ઉપરાંત 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આમ તો આખા શિક્ષણ જગત માટે ઉપયોગી રહી છે તે ભાસ્કારાચાર્ય સ્પેસ ઈન્સ્ટિટ્યૂટમાં વંદે ગુજરાત નામની ચેનલ ચાલે છે, ત્યાં લોકડાઉન શરૂ થયું ત્યારે તરત જ ધોરણ 3થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 24 કલાક માટેની વ્યવસ્થા ઊભી કરી જે આજે પણ ચાલે છે અને આગામી દિવસોમાં પણ તે ચાલતી રહેવાની છે. આ સમય દરમિયાન અમે જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે જોડાયા ત્યાં કમી લાગી તે ભવિષ્યમાં સુધારવાની અમને તક મળી. વાલીઓ અને વિદ્યાર્થીઓનું મનોબળ ટકી રહે તે માટે અમે દરેક શિક્ષકને વ્યક્તિગત કહ્યું કે દરેક વાલીને ફોન કરીને બાળક શું કરે છે, આર્થિક સ્થિતિ કેવી છે, શું કરવાની જરૂરિયાત છે... આ વર્તમાનમાં અને તેનું ભવિષ્ય તૈયાર થઈ જાય એટલા માટે 1થી 12 માટેની આ વ્યવસ્થા કરી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે યુટ્યૂબ ચેનલ પર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોનું જાણકાર શિક્ષકો દ્વારા મટિરિયલ તૈયાર કરીને કામ ચાલી રહ્યું છે. એટલે માત્ર ભવિષ્ય જ નહીં વર્તમાનની સાથે ભવિષ્યને જોડીને અમે આખા શિક્ષણ જગતની ચિંતા કરી છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO 

સવાલ- કોલેજના વિવિધ અભ્યાસક્રમ, શાળાના શૈક્ષણિક સત્ર ક્યારથી શરૂ થશે, કેવી રીતે શરૂ થશે?
જવાબ-  હું વ્યક્તિગત રીતે કહેતો હોઉ છું કે વિદ્યાર્થીઓનો વાલી છું. શિક્ષકોને પણ કહું છું કે વર્ગખંડનો દરેક બાળક મારું બાળક છે તેમ માનીને ભણાવવું જોઈએ. શાળાઓ ક્યારે ચાલુ થશે તે ટેન્ટેટિવ રૂટિન રીતે 8 જૂન છે. પરંતુ અમે પરિસ્થિતિનો પૂરેપૂરો ક્યાસ કાઢીને, ચકાસીને, કેન્દ્રસરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈશું. કોઈ પણ સ્વાસ્થ્યનું જોખમ ઉઠાવવા માંગતા નથી. જ્યાં દૂધ અને કરિયાણામાં પણ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકતા નથી. ત્યાં  1થી 5 ધોરણનું બાળક કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. આવા સંજોગોમાં 1થી 5, 6થી 8 અને 9થી 12 તથા કોલેજ આ બધા માટે બરોબર પરિસ્થિતિ ચકાસીને પછી જ નિર્ણય લેવાશે. હાલ ચોક્કસ તારીખ કહેવું પ્રીમેચ્યોર કહેવાશે. 

સવાલ: SIHM ક્યા આવેલી છે અને તેમા કયા કયા કોર્સ ઉપલબ્ધ છે. 
જવાબ: સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ (SIHM) ના સિનિયર એડવાઈઝર શ્રી નાસિર રફિકે આ અંગે માહિતી આપતા કહ્યું કે, 'SIHM સિદ્ધપુરમાં છે. જેને ગુજરાત સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે એસ્ટાબ્લિશ કરી છે. સંસ્થા AICT દ્વારા અપ્રુવ્ડ છે. GTU સાથે affiliated છે. હાલ ત્યાં 4 વર્ષનો હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેક્નોલોજીમાં ડિગ્રી કોર્સ ઉપલબ્ધ છે. આ કોર્સ ધોરણ 12 પછી કરી શકાય છે. તથા તેની ફી એક વર્ષ માટે 65000 રૂપિયા છે. હોસ્ટેલની ફી 36500 રૂપિયા છે અને 3000 એક્સ્ટ્રા રિફન્ડેબલ ચાર્જ.  અહીં 9 લેબોરેટરી છે. 3 કિચન લેબ છે. કોમ્પ્યુટર, હાઉસ કિપિંગ લેબોરેટરી છે. આ કોર્સ બાદ જોબ મળવી બહુ ઈઝી બને છે. અહીં બે ઈન્ટરનેશનલ એફિલિએશન છે. EHI જે સ્વિટ્ઝરલેન્ડમાં નંબર બન હોટલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ છે. તેની સાથે ટાઈઅપ છે. અને બીજું SHU સેક્રેડ હાર્ટ યુનિવર્સિટી સાથે અમારે ટાઈઅપ છે. હાલની સ્થિતિમાં ઓનલાઈન કોર્સ ચાલુ કર્યા છે. ઓગસ્ટમાં ઓનલાઈન કોર્સ શરૂ થઈ જશે. આ કોર્સ કેરિક્યુલમનો ભાગ નહીં હોય પરંતુ તે કરિયર ડવલપમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ હશે. 4 વર્ષના કોર્સમાં છોકરાઓ અને છોકરીઓ માટે હોસ્ટેલ છે. ટેક્નોલોજીમાં ખુબ ઈન્વેસ્ટ કરી રહ્યાં છીએ. બીજી પણ અનેક સંસ્થાઓ સાથે વાત ચાલુ છે. હાલની સ્થિતિમાં બ્લેન્ડેડ લર્નિંગ એટલે કે ઓનલાઈન કોર્સિંસ પ્લસ પર્સનલ ક્લાસરૂમ સાથે કામ કરીશું.ટ 

સવાલ: જીટીયુમાં કયા કયા કોર્સ છે પ્રવેશને લઈને શું જે મૂંઝવણ છે તેનો શું જવાબ
જવાબ: જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો, નવીન શેઠે આ અંગે જવાબ આપતા કહ્યું કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાસ કરીને PM મોદીના વિચારોને લઈને બની છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર ચાલતા તમામ એન્જિનિયરિંગના કોર્સ જેમ કે સિવિલ, ઈલેક્ટ્રિકલ એમ 42 પ્રકારની બ્રાન્ચ અલગ અલગ કોલેજોમાં ચાલે છે. ડિપ્લોમાં, ડિગ્રી, ફાર્મસી, મેનેજમેન્ટ, આર્કિટેક્ચર, હોટલ મેનેજમેન્ટ આ બધી જ 486 ઈન્સ્ટિટ્યૂટ્સ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજ પણ જોડાયેલી છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજો અને પોલિટેક્નિકો, સરકારી ફાર્મસી કોલેજો પણ તેની સાથે જોડાયેલી છે. આમ સમગ્ર ગુજરાત તેનું કાર્યક્ષેત્ર છે. જેટલી પણ બ્રાન્ચ એન્જિનિયરિંગમા છે. 42 ડિગ્રીમાં 45 ડિપ્લોમાં છે તે બધી જ બ્રાન્ચ, ફાર્મસીમાં પણ એવી રીતે પોસ્ટ ગ્રેજ્યુએટના પણ બધા જ કોર્સ MEની અંદર ઉપબલ્ધ છે. ફાર્મસીમાં પણ ઉપલબ્ધ છે. MBA અને MCAમાં રેગ્યુલર અને ઈન્ટિગ્રેટેડ કોર્સ બંને પ્રકારના ચાલે છે. ગુજરાતની સૌથી મોટી યુનિ છે. 5 લાખ વિદ્યાર્થીઓ એનરોલ થયા છે. એડમિશનની પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા બનેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) મેડિકલ સિવાયના પ્રોફેશનલ કોર્સિસ ટેક્નિકલ કોર્સિસનું એડમિશન થાય છે. તેના માટે જીસેટની પરીક્ષા સરકાર દ્વારા લેવાશે અને ત્યારબાદ ACPC દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વિદ્યાર્ઓથીઓ પોતાનો મનગમતો કોર્સ અને ઈન્સ્ટિટ્યૂટ ઓનલાઈન પસંદ કરી શકશે અને એડમિશન મળશે. પૂરતા પ્રમાણમાં ગુજરાતમાં સીટ અવેલેબલ છે. કોઈ લોભ લાલચમાં પડવું નહીં અને એડમિશન કમિટી દ્વારા અચૂક એડમિશન મળે તેટલી સીટ ઉપલબ્ધ છે. એડમિશન કમિટી દ્વારા એડમિશનની શરૂઆત ન થાય ત્યાં સુધી લોભલાલચમાં આવવું નહીં.  

સવાલ: મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે કરાશે?
જવાબ: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે એ ટેક્નિકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા નવિનભાઈ શેઠે જણાવ્યાં પ્રમાણે થશે. વિદ્યાર્થીઓએ ખોટી ઉતાવળમાં આવવું નહીં. મેડિકલમાં એડમિશન એ મારો વિભાગ નથી જોતો. ધોરણ 12 વિજ્ઞાનનું પરિણામ આવી ગયું છે. પ્રવેશ લેવાની પ્રક્રિયા 26મીથી શરૂ થઈ ગઈ છે. હાલના વાતાવરણ પરથી લાગે છે એડમિશનની કોઈ તકલીફ ગુજરાતમાં પડશે નહીં. 

સવાલ:GITમાં કયા કયા પ્રકારના કોર્સ છે?
જવાબ: ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Gandhinagar Institute of Technology) ના ડિરેક્ટર એચ. એન. શાહે કહ્યું કે,  એ ખાત્રજ ગામે આવેલી છે. 2006માં પ્લેટિનમ ફાઉન્ડેશનથી સ્ટાર્ટ થયેલી GIT એ આજે 16 વર્ષના કાર્યકાળમાં ઘણા માઈલસ્ટોન સેટ કર્યા છે. હાલ અન્ડર ગ્રેજ્યુએટના 6 પ્રોગ્રામ ઓફર કરીએ છીએ. ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ ઈલેક્ટોનિક્સ અને કોમ્યુનિકેશન, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી. અત્યારના સમયની માગ પ્રમાણે આ વખતે બીજા 4 પ્રપોઝ પ્રોગ્રામ પણ AICTમાં માંગ્યા છે. આ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મિકેનિકલ અને કોમ્પ્યુટર બ્રાન્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ઉપલબ્ધ છે. એમબીએ પ્રોગ્રામમાં ચાર સ્પેશિયલાઈઝેશન સાથે પ્રોગ્રમ ઓફર થાય છે. 

અહીં જણાવવાનું કે આ બધા કોર્સ ધોરણ 12 પાસ કર્યા પછી પ્રવેશ લઈને કરાતા હોય છે પરંતુ ધોરણ 10 પછી શું તેના માટે જાણો તજજ્ઞોના જવાબ.

સવાલ: ધોરણ 10 પછી શું? ડિપ્લોમામાં એડમિશન લેવું હોય તો કયા કોર્સ અવેલેબલ છે?
જવાબ: આ સવાલનો જવાબ જિતેન્દ્ર ઉપાધ્યાયે આપતા કહ્યું કે, ધોરણ 10 પછી પ્રવેશ પ્રક્રિયા એડમિશન કમિટી દ્વારા હાથ ધરાતી હોય છે. ધોરણ 10નું પરિણામ આવે તેના 4થી 5 દિવસમાં શરૂ થતી હોય છે. આ એસોસિએશન વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરે છે. ડિપ્લોમાંનો અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ચાલતો હોય છે એટલે 10માં સુધી ગુજરાતમાં ભણેલા વિદ્યાર્થીઓએ મૂંઝાવવાની જરૂર નથી. પેપર બંને માધ્યમમાં આપી શકાય છે. ડિપ્લોમાંમાં એડમિશન લેતી વખતે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તે ખાસ ધ્યાન રાખવું. કઈ બ્રાન્ચનો રિસન્ટ ટ્રેન્ડ ચાલે છે તે વિશેષ ધ્યાન રાખવું. પ્રાયોરિટી નક્કી કરવી. એડમિશન કમિટી દ્વારા જ પ્રવેશ લેવો. ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ખાસ જાણકારી કે રાજ્ય સરકાર દ્વારા MYSO( મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) ચાલે છે. જે વિદ્યાર્થીને ધોરણ 10 અને 12માં જો ડિપ્લોમામાં પ્રવેશ લેવો હોય તો અને 12 સાયન્સ બાદ ડિગ્રીમાં પ્રવેશ લેવો હોય તથા પર્સેન્ટાઈલ રેન્ક 80ની ઉપર હોય તો રાજ્ય સરકાર દ્વારા 50 ટકા જેટલી ફી આપવામાં આવે છે. 15000 રૂપિયા જેટલી હોસ્ટેલ ફી આપવામાં આવે છે. 5000 રૂપિયા સાધન ફી જેનો બેઝિક ક્રાઈટેરિયા વાલીની ફી વાર્ષિક 6 લાખથી ઓછી હોવી જોઈએ. આમ ઓપન કેટેગરીના વિદ્યાર્થીને 80 પર્સેન્ટાઈલથી ઉપર હોય તો 100 ટકા સ્કોલરશિપ મળે છે. 

સવાલ: ટેક્નોલોજી અને શિક્ષણ કઈ રીતે આગળ વધશે? આગામી શિક્ષણ વ્યવસ્થા કેવી હશે?
જવાબ: ડિજિટલ લર્નિંગ પ્લેફોર્મ એક્સ્ટ્રા માર્ક્સના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શૈષવ કાયસ્થે તેનો જવાબ આપતા કહ્યું કે 'આત્મનિર્ભર બને ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા મૂહિમ' હતી પ્લસ ડિજિટલ ઈન્ડિયાવાળી જે મુહિમ સાથે અમે જોડાયા અને તેની સાથે એક લક્ષ્ય લીધો કે દરેક બાળકને આત્મનિર્ભર બનાવવો. ધોરણ 10અને 12 પછી બાળકોને કહીએ છીએ કે પોતાની રીતે જ આગળ વધે. કારણ કે મા-બાપ અને શિક્ષકો તેમની સાથે તાલ મેળવી શકતા નથી. પરંતુ હવે અમે કહીએ છીએ કે આ જ વસ્તુ 6ઠ્ઠા ધોરણથી ચાલુ કરવી જોઈએ. જ્યાં બાળક પોતે જ આત્મનિર્ભર બને પોતે જ સર્ચ કરે રિસર્ચ ઓરિએન્ટેડ બને. તેનો સૌથી ફેવરેટ એરિયા ટેક્નોલોજી છે. દરેક બાળક હાલ ટેક્નોલોજીથી જોડાયેલો છે. ઘરનો સૌથી નાનો સભ્ય પણ ટેક્નોલોજીથી જોડાયેલો છે. હાલના સમયમાં લોકડાઉનમાં જો વાત કરીએ તો રોટી, કપડા અને મકાનની સાથે ટેક્નોલોજી મહત્વના છે. ટેક્નોલોજી હટાવશો તો લોકો રહી નહીં શકે. ટેક્નોલોજીએ લોકોને પકડી રાખ્યા છે. તેના પર ફ્યુચર, કેરિયર કેવી રીતે બની શકે તે મોટી વાત છે. અમે તે માટે પ્લાનિંગ કરી રહ્યાં છીએ. 

સવાલ: સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિ.થી કયા કયા કોર્સ થાય છે? ખેલકૂદનું શું મહત્વ અને કારકિર્દીમાં કેવી રીતે ઉપયોગી?
જવાબ: સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાન્સેલર અર્જૂન સિંહે કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વન પોઈન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. અહીં સ્કિલ બેઝ કોર્સિસ કે જે આત્મનિર્ભર બનાવે તેવા કોર્સ ઉપલબ્ધ છે. અહીં રમતગમતમાં કારકિર્દી ઘડવા માટે ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ છે, સ્પોર્ટ્સ સાયન્સિસ, સ્પોર્ટ્સ સાયકોલોજી, સ્પોર્ટ્સ બાયોમિકેનિક, સ્પોર્ટ્સ કોચિંગ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટના કોર્સ ચાલે છે, સ્પોર્ટસ જર્નાલિઝમનો કોર્સ પણ ઈન્ટ્રોડ્યૂસ કરાયો છે.
 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More