Home> Gujarat
Advertisement
Prev
Next

"જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય", શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહાર

Loksabha Election 2024: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ બાબતે નિવેદન આપતા કહ્યું કે હું સંવેધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. જોકે મને કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાન અધ્યક્ષ હોય એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે.

અલકેશ રાવ/બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ -કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરવા માટે અનેક સામાજિક સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે આજે ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજનું સંમેલન યોજાયું. જ્યાં બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તરફી મતદાન કરવા રબારી સમાજને આહવાન કરાયું. જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ બાબતે નિવેદન આપતા કહ્યું કે હું સંવેધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. જોકે મને કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાન અધ્યક્ષ હોય એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે.

ચાલુ IPL વચ્ચે પંજાબના કેપ્ટન શિખર ધવનને લઈને આવ્યા એક આઘાતજનક સમાચાર

લોકસભાની ચૂંટણી આવતાની સાથે મોટા સમાજોને પોતાની તરફ મતદાન કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના ડીસાના શમસેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની અધ્યક્ષતામાં યોજાયું. જ્યાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બનાસકાંઠાના ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પહોંચી પોતાને મત આપવા રબારી સમાજને અપીલ કરી હતી. 

Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક

રબારી સમાજના મહાસંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરી પણ પહોંચ્યા હતા. જોકે બનાસકાંઠા રબારી સમાજના વોટ મહત્વના નિર્ણાયક સાબિત થઈ શકે તેમ હોવાથી ભાજપ તરફી મતદાન કરવા માટે ધાનેરાના ધારસભ્ય માવજીભાઈ દેસાઈ અને કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ ગોવાભાઈ રબારીએ તેમના સમાજના લોકોને અપીલ કરી હતી. તો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ ભાજપના ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરતા કહ્યું હતું કે હું 20 વર્ષથી સહકારી ક્ષેત્રમાં હતો અને હવે ધારાસભ્ય છું. જોકે સહકારી ક્ષેત્રોમાં હવે સમાજના અન્ય લોકો આગળ આવે એ માટે હું આજે જાહેરાત કરું છું કે હવે ક્યારેય સહકારી ક્ષેત્રમાં કોઈપણ ચૂંટણી નહિ લડું કે ઉમેદવારી નહિ કરું. બસ સમાજનું કામ કરતો રહીશ. 

24 એપ્રિલ સુધી 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ, મળશે નવી નોકરી, અચાનક થશે ધનલાભ

રબારી સમાજના સંમેલનમાં પહોંચેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરીએ કોંગ્રેસ દ્વારા તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવાના મામલે નિવેદન આપતા કહ્યું કે હું સંવૈધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાન અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે. રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવૈધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવા વાળો માણસ છું. એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલે આટલી ચૂંટણીઓ ચાલે છે તો હું કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. શ્રીમદ ભગવત ગીતાની જેમ કાયદાને માન આપવુ એ બધાની જવાબદારી છે. જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. મર્યાદાની બહાર ન જવું એ આપણા સંસ્કારો છે. મેં સ્વયં પોતે શિસ્ત ઉભી કરેલી બાબત છે. 

50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ

જોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ. મને વાયક આવે અને હું ન આવું તેવો હું ભગત નથી, તમે બધા પૂરેપૂરું મતદાન કરજો. મતદાન કરવું એ આપણી ફરજ છે, દેશ હિત માટે પૂરેપૂરું મતદાન કરજો. તમારે ક્યાં મતદાન કરવું એ મારે કહેવાની જરૂર નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More