Home> Gujarat
Advertisement
Prev
Next

થોડી તો શરમ કરો! કોઈની જિંદગી સાથે ના કરો ચેડાં, એક છોડી બીજે હાજર થયો તો કહ્યું; ભૂલ થઈ...'

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ષ 2021માં 7 વિભાગોમાં 157 હેડક્લાર્કની ભરતી જાહેર કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં આવતો કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં 9 હેડક્લાર્કની જગ્યા પર પણ ભરતી જાહેર કરાઇ હતી.

થોડી તો શરમ કરો! કોઈની જિંદગી સાથે ના કરો ચેડાં, એક છોડી બીજે હાજર થયો તો કહ્યું; ભૂલ થઈ...'

ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી નોકરી માટે લોકો જમીન આસમાન એક કરી દેતા હોય છે. તમારા પુણ્ય હોય તો આજના જમાનામાં તમને સરકારી નોકરી મળે કારણ કે છેલ્લી 12 પરીક્ષાા તો પેપરો ફૂટી ગયા છે. બેરોજગારોની ઉંમર હવે પૂરી થવા આવી છે. સરકારી નોકરી પર સતત મિમ્સ બની રહ્યાં છે. એટલે તમે જબરદસ્ત નસીબવાળા હો તો તમને સરકારી નોકરી ગુજરાતમાં મળે પણ અહીં ઉલટી ગંગા વહી છે.

ઉત્તર ગુજરાતની આ યુનિ.માં વિવિધ પાક પર થશે રિચર્સ, જાણો લોકોને શું થશે ફાયદા? 

એક ઉમેદવાર ફાયનલ થયા બાદ સરકારી નોકરીમાં હાજર થયો તો ખબર પડી કે અહીં તો કોઈ જગ્યા જ નથી. આ તો ભૂલથી જગ્યા બતાવી દેવાઈ છે. તમારી સાથે એવું બને તો તમને કાપો તો લોહી ના નીકળે એવો તમને અનુભવ થાય કારણ કે જે લાયક ઉમેદવાર હાજર થયો હતો એને આ નોકરી માટે એક સરકારી નોકરી જવા દીધી હતી. 

ગાય સાથે સેલ્ફી લેવા હવે પડાપડી થશે! વેલેન્ટાઈન ડેને અનોખા કોન્સેપ્ટ સાથે ઉજવાશે!

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ષ 2021માં 7 વિભાગોમાં 157 હેડક્લાર્કની ભરતી જાહેર કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં આવતો કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં 9 હેડક્લાર્કની જગ્યા પર પણ ભરતી જાહેર કરાઇ હતી. પરંતુ પરીક્ષા પાસ થયા બાદ વિભાગોની પસંદગી બાદ ઉમેદવારો જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં હાજર થવા પહોંચ્યા ત્યારે તેઓને વિભાગે કહ્યું, ખાલી જગ્યા તો ભૂલથી બતાવી હતી. ખરેખર સરકારમાં કેવી બેદરકારીથી કામ થાય છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. 

ઉત્તર ગુજરાતની આ યુનિ.માં વિવિધ પાક પર થશે રિચર્સ, જાણો લોકોને શું થશે ફાયદા?

કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં 9 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારને અન્ય એક વિભાગમાં પણ નોકરીની તક હતી, પરંતુ એક ઉમેદવારને સરકારી નોકરીનો લાભ મળે તે માટે તેણે હેડક્લાર્કની નોકરી હોવાથી અન્ય નોકરી પણ જતી કરી. આમ હવે એક નોકરી જવા દીધી અને બીજીમાં જગ્યા ન હોવાથી આ પાસ થયેલા ઉમેદવારો ભરાઈ ગયા હતા. હવે સરકારે અન્ય વિભાગમાં સમાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

યુવાનોને ડ્રિમ જોબ અપાવવા સુરતનો યુવાન ઉતર્યો ખાસ મિશન પર, મોટી કંપનીઓમાં અપાવી જોબ

પ્રમોશન અને સીધી ભરતીની નિમણૂકના રેશિયોમાં થયેલા સુધારાને કારણે ખાલી જગ્યાની સંખ્યાની ગણતરીમાં ચૂક થઇ હતી. પરંતુ આ ઉમેદવારોને અન્ય વિભાગોમાં સમાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા સમયમાં તેનો ઉકેલ આવી જશે.જોકે, સરકારમાં અંધારપટ વહીવટ ચાલી રહ્યો છે એનો આ ઉત્તમ દાખલો છે. તમારા વિભાગમાં જગ્યા પડી હોય અને આખી ભરતી પ્રક્રિયા યોજાય ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કેવી રીતે અંધારામાં રહી શકે એ સૌથી મોટો સવાલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More