Home> Gujarat
Advertisement
Prev
Next

મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક શંકાસ્પદ હાલતમાં ગત 28મી તારીખના રોજ એક લાશ કરબટિયા વડનગર રોડ પરથી મળી આવી હતી. જે આમતો અકસ્માત સ્વરૂપની હોય તેમ દ્રષ્ટિમાન થઇ રહી હતી. જ્યારે મૃતક મહિલા પાસે મળી આવેલા આઇકાર્ડ, આધારકાર્ડ જે મહિલાના હતા તેના પતિએ પત્નીનું શરીર જોઇને કહ્યું કે, આ તમામ ડોક્યુમેન્ટ તો મારી પત્નીના છે. પરંતુ...

મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો

તેજસ દવે, મેહસાણા: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક શંકાસ્પદ હાલતમાં ગત 28મી તારીખના રોજ એક લાશ કરબટિયા વડનગર રોડ પરથી મળી આવી હતી. જે આમતો અકસ્માત સ્વરૂપની હોય તેમ દ્રષ્ટિમાન થઇ રહી હતી. પોલીસે પણ તે સમગ્ર મામલો અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરિયાદ દાખલ કરી તપાસ આરંભી હતી. જ્યારે મૃતક મહિલા પાસે મળી આવેલા આઇકાર્ડ, આધારકાર્ડ જે મહિલાના હતા તેના પતિએ પત્નીનું શરીર જોઇને કહ્યું કે, આ તમામ ડોક્યુમેન્ટ તો મારી પત્નીના છે. પરંતુ આ મહિલા મારી પત્ની નથી. જે જોતા પાલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. જે સમગ્ર મામલે અકસ્માત મર્ડર મિસ્ટ્રીમાં પોલીસને સફળતા આજે મળી છે. આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલીને આરોપીને હાલમાં જેલ હવાલે કર્યો છે.

વધુમાં વાંચો: સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા

આ મહિલા જે રોડ પર પડી છે તેની હાલત જોઇને ભલભલા વ્યક્તિને ધુરણ થશે અને આ ચૂંથાઇ ગયેલી લાશ જો પરિવારની સામે આવે તો તે રોક્કડ કરીને પોતાના પરિવારના સભ્યને ઘરે લઇ જઇને અગ્નિ સંસ્કાર કરી પણ દે. પરંતુ મહેસાણાના આ વડનગરના કરબટિયા ગામનો આ બનાવ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચામાં આવ્યો હતો. ગત 28 તારીખે મૂળ વિસનગર તાલુકાના કાંસા ગામની મહિલાની લાશ જે કરબટિયા રોડ પરથી મળી હતી. તે અકસ્માતમાં મોઢાના ભાગ છુંદાઇ ગયેલી હાલતમાં મળી હતી.

વધુમાં વાંચો: ગુજરાતનો પ્રથમ કિસ્સો: ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક શખ્સની ધરપકડ

જેમાં પહેરવેશ અને જરૂરી ઓળખ પુરાવા જોતા તે અકસ્માત વાડી લાશ મનીષા દરબારની હોવાનું પોલીસે માની લીધું હતું. ત્યારબાદ મનીષાના પતિને બોલાવીને તે લાશ સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ તેના પતિ ગોવિંદભાઇ દરબારે તે તેની પત્ની ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. આ સમગ્ર મામલે તપાસની જરૂરિયાત હોવાનું માની પહેલા તો અકસ્માતનો ગુન્હો વડનગર પોલીસ મથકમાં દાખલ કર્યો હતો. જ્યારે મનીષા પ્રેમી અશોક દરબારની અટકાયટ કરતા અને પૂછપરછ પોલીસે કરતા મનીષા દરબાર હાજર થઇ હતી. 

વધુમાં વાંચો: RTOમાં ચાલતી લાલીયાવાડી અટકાવવા કરાયો આદેશ, ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારી લેશે ટેસ્ટ

મનીષાએ દવાખાનામાં એવું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું હતું કે, પોલીસ પણ ચોંકી ગઇ હતી. જો મનીષા દરબાદર જીવિત હોય તો તે લાશ કોની છે. જે જોતા પોલીસની આજે વધુ તપાસમાં આ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઇ ગઇ છે. જ્યારે મૃત્ક મહિલા ગામની જ કાંતાબેન પટેલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મૃત્ક મહિલાના પરિવારજનોએ આરોપીને ફાંસીની સજા થયા તેવી માગ ઉચ્ચારી છે.

વધુમાં વાંચો: LRD પેપરલીક કાંડ: પ્રોફેશનલ ગેંગના મુખ્ય સુત્રધારની ATSએ કરી ધરપકડ

વડનગરમાં બનેલા આ બનાવમાં મર્ડર મિસ્ટ્રી ત્યારે ઉકેલાઇ કે જ્યારે અકસ્માતમાં મૃતક મહિલા તેની પત્ની નથી તેવું બહાર આવતા પોલીસ હરકતમાં આવી હતી. જેમાં જે પુરાવા મળ્યા હતા તેમાં મૃતક મહિલા મનીષા હતી. જ્યારે તેના પ્રેમ પ્રકરણમાં ગામના જ અશોક દરબાર હોવાનું માનીને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી હતી. ત્યારે ખબર થઇ કે મનીષા દરબાર તો જીવત છે અને તે દવાખાનામાં સારવાર લઇ રહી છે. મનિષાએ કહ્યું કે, તેનું અપહરણ થયું છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે માથું ખ્જ્વાડવા જેવી સ્થિતિમાં મુકાઇ ગયા હતા. દરબાદ તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

વધુમાં વાંચો: અધધ ભષ્ટ્રાચાર: 300 કરોડનો ખર્ચ કર્યો છતા વડોદરાના લોકોને પાણીના ફાંફા

અશોક દરબારના ઘરે કામ કરતા જયંતીભાઇ પટેલની પત્નીને છુટક કામ માટે આ અશોક દરબાર તેની પત્નીને લઇને ગયો હતો. આ બંને પ્રેમી પંખીડાએ ટીવી શો ક્રાઇમ એપિસોડની માફક તેની હત્યા કરી નાખી હતી. જેમાં અશોક દરબાર અને તેની પત્ની મનીષાએ કાંતાબેન પટેલને પ્રથમ કામ માટે બોલાવીને તેની લાશ પર ટેક્ટર ફેરવીને લાશને પ્લાસ્ટિકની થેલીમાં નાખી રોડ પર નાખી દીધી હતી. જેમાં મનીષાના કપડા લાશ પર પહેરવીને તેની હત્યા કરી લાશને રોડ પર નાખી દીધી હતી. જેથી લોકો એમ સમજે કે મનીષા મૃત્યુ પામી છે. જેથી અશોક અને મનીષા આગામી જિંદગી શાંતિથી વ્યતીત કરી શખે છે.

વધુમાં વાંચો: સાબરકાંઠા: વડાલી તાલુકામાં ઠાકોર સમાજના 21 સગીરોના બાળલગ્ન થતા અટકાવાયા

એક તરફ મનીષા ક્રાઇમ સીરીયલ ટીવી પર જોઇને એમ માની બેઠી હતી કે, તેનું મોત નીપજાવીને તે અશોક સાથે પોતાની જિંદગી વ્યતીત કરશે. પરંતુ આરોપી પોતાની ભૂલ કોઇ જગ્યા પર મુકી જ જાય છે. તે ભૂલને વડનગર પોલીસે પકડી પાડી અને હાલમાં આ મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી આ હત્યારા પ્રેમી યુગલને પકડી પાડ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલામાં જ્યારે ડી.એન.એ તપાસ કરાવી ત્યારે પોલીસને ખબર થઇ કે તે ડી.એન.એ તો મનીષાના નથી. બલે પુરાવા મનીષાના છે. તેના પ્રેમીની ધરપકડ કરતા મામલો સામે આવ્યો હતો. પરંતુ આ અશોક અને મનીષા પ્રેમી પંખીડા પાછળની જિંદગી શાંતિથી વ્યતીક કરવા માટે કરેલા મર્ડરમાં હવે જેલમાં પોતાની જિંદગી વ્યતીત કરશે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More