Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં આજે હિન્દુ ધર્મસભાનો બીજો દિવસ : એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા સંબોધશે

 રાજકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.  

રાજકોટમાં આજે હિન્દુ ધર્મસભાનો બીજો દિવસ : એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા સંબોધશે

રાજકોટ/ગુજરાત : રાજકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.  

ગઈકાલથી જ આરએસએસના વડા મોહન ભાગવત પણ આ ધર્મ સભામાં ભાગ લેવા રાજકોટમાં ઉપસ્થિત છે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આર.એસ.એસ.ના થિંક ટેન્ક ગણાતા એસ ગુરુ મૂર્તિ સહિત, બાબા રામદેવ, વિહીપના અધ્યક્ષ સદાશિવ કોગઝે અનેક મહાનુભાવો આજે ધર્મ સભામાં ઉપસ્થિત રહેવાના છે. 

fallbacks

રાજકોટના મુંજકા ગામમાં આર્ષ વિદ્યા મંદિરમાં હિંદુ ધર્મસભાના 2 દિવસના કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેમાં વહેલી સવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. આ ધર્મસભામાં સામાજિક સંસ્થાઓના વડા સહિત 150 જેટલાં સાધુ-સંતો અને જુદા-જુદા મઠાધિપતિ પણ હાજર રહેશે. 2 દિવસ ચાલનારી ધર્મસભામાં હિંદુત્વ અને રામમંદિર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

તો બીજી તરફ, બીજેપીના અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના રાજકોટમાં હિન્દુ ધાર્મિક નેતાઓ સાથે બેઠક કરીને તેમાં ભાગલે તેવી સંભાવનાઓ છે, જ્યાં રામ મંદિર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરએસએસ ગુજરાતના પ્રવક્ત વિજય ઠક્કરે આ અંગે કહ્યું કે‘દર બે વર્ષે હિન્દુ આચાર્ય સભા દ્વારા આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ સભામાં અલગ-અલગ હિંન્દુ સંસ્થાઓના ધાર્મિક પ્રમુખો પણ હાજર રહેશે.’ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More