Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ 6 થી 8 માટે સરકાર કોઈ નિર્ણય લે એ પહેલા જ વાલીઓએ કહ્યું, હાલ શાળા શરૂ ન કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાવાની છે. જેમાં ધોરણ 6થી8નાં ઓફલાઈન વર્ગો (offline class) શરૂ કરવા અંગે ચર્ચા થઈ શકે છે. ત્યારે સરકારના નિર્ણય પહેલા જ વાલીઓ ચિંતિત બન્યા છે. ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની તરફેણમાં હાલ વાલીઓ નથી. વાલીઓ કોરોનાને કારણે બાળકોને સ્કૂલ (schools reopening) માં મોકલવા ડરી રહ્યાં છે. તો સાથે જ હાલ શિક્ષકો પણ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાના મતમાં નથી. આ અંગે ઝી 24 કલાકે વાલીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો.

ધોરણ 6 થી 8 માટે સરકાર કોઈ નિર્ણય લે એ પહેલા જ વાલીઓએ કહ્યું, હાલ શાળા શરૂ ન કરો

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાવાની છે. જેમાં ધોરણ 6થી8નાં ઓફલાઈન વર્ગો (offline class) શરૂ કરવા અંગે ચર્ચા થઈ શકે છે. ત્યારે સરકારના નિર્ણય પહેલા જ વાલીઓ ચિંતિત બન્યા છે. ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની તરફેણમાં હાલ વાલીઓ નથી. વાલીઓ કોરોનાને કારણે બાળકોને સ્કૂલ (schools reopening) માં મોકલવા ડરી રહ્યાં છે. તો સાથે જ હાલ શિક્ષકો પણ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાના મતમાં નથી. આ અંગે ઝી 24 કલાકે વાલીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો.

વિદ્યાર્થી શાળામાં આવશે તો કોરોના ફેલાશે - શિક્ષકો
સુરત (Surat) ના શાળા સંચાલક અને શિક્ષકોએ રાજ્યમાં હાલ 6 થી 8ના વર્ગો ચાલુ કરવા કે નહિ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવા નહિ જોઈએ. જો સ્કૂલ શરૂ થશે તો કોરોના ફેલાવવાનો ભય રહેશે. વિદ્યાર્થીઓ હજી નાના છે. તેથી હાલ નહિ, પણ દિવાળી પછી સ્કૂલ શરૂ થવી જોઈએ. 

આ પણ વાંચો : સ્વીટી પટેલ મર્ડર કેસ : ખાડામાંથી હાડકા શોધવાના કામમાં લાગ્યું ક્રાઈમ બ્રાન્ચ 

ઓફલાઈન શિક્ષણ શરૂ ન કરો - વડોદરાના વાલી 
રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. જે મામલે વડોદરા (vadodara) ના વાલીઓનું કહેવું છે કે સરકારે ત્રીજી લહેરની આશંકા વચ્ચે ઑફલાઈન શિક્ષણ ન શરૂ કરવું જોઈએ. સરકારે વાલીઓને 25 ટકા રાહત આપતો પરિપત્ર બહાર પાડવો જોઈએ. વાલીઓનો આરોપ છે કે, સ્કૂલના સંચાલકો મનમાની કરી રહ્યા છે. ફી નિયમન કમિટીએ સ્કૂલોને છુટ્ટો દોર આપવામાં આવ્યો હોવાનો વાલીઓનો આક્ષેપ છે. વાલીઓ સ્કૂલ ફી મામલે અસંજસમાં છે.

ગજેરા સ્કૂલને મોકલાઈ નોટિસ 
સુરતની ગજેરા સ્કૂલને DEOએ નોટિસ ફટકારી છે. ગજેરા સ્કૂલે (gajera school) નિયમ વિરુદ્ધ ધોરણ આઠના વર્ગો શરૂ કરતા કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કમિટીની તપાસમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીઓને બોલાવાયાનો ખુલાસો થયો છે. ZEE 24 કલાકે સૌથી પહેલા અહેવાલ દર્શાવ્યો હતો કે, ગજેરા સ્કૂલમાં નિયમોની વિરુદ્ધ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. અને હવે સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. ગજેરા સ્કૂલ સામે શિક્ષણ પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ સિવિલનું વિચિત્ર ફરમાન : લીલા નારિયેળ લઈને વોર્ડમાં આવવુ નહિ

ઉલ્લેખનીય છે કે, અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે, ખેતરોમાં ઊભો પાક મૂરઝાઈ તેવી સ્થિતિ પણ સર્જાઈ છે, તેવામાં વરસાદની ખેંચથી ઉભી થયેલી પરિસ્થિતિ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની શાળાઓમાં ધોરણ 6થી 8નાં ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે પણ નિર્ણ લેવામાં આવી શકે છે. તથા રાજ્યમાં વેક્સીનેશન અને કોવિડની સ્થિતી પર ચર્ચા કરવામાં આવશે તેમજ રેસિડેન્ટ ડૉકટરોની હડતાળ અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More