Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આજથી શાળા-કોલેજ અનલોક : ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા

ગુજરાતમાં આજથી શાળા-કોલેજ અનલોક : ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા
  • શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને 15 જુલાઈથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની માર્ગદર્શિકા આપી 
  • આજથી ધોરણ 12 ના વર્ગ, પોલીટેક્નિક સંસ્થાઓ તેમજ કોલેજના વર્ગો શરૂ થશે

અતુલ તિવારી/અમદાવાદ :ફરી એકવાર આજથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય અનલોક (unlock) થવા જઈ રહ્યુ છે. આજથી રાજ્યમાં ધોરણ 12 ના વર્ગ, પોલિટેક્નિક સંસ્થાઓ તેમજ કોલેજના વર્ગો શરૂ થવા જઈ રહ્યાં છે. કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકારે ઓફલાઈન શિક્ષણ (offline class) શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આજે સવારની શાળાઓમાં હાજરી આપવા વિદ્યાર્થીઓ (schools start) પહોંચ્યા છે. જોકે, ઓફલાઈનમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. જોકે, સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લાંબો સમય મોબાઈલની સ્ક્રીન પર ભણ્યા બાદ આખરે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી મુક્તિ મળી છે. 

માસ્ક પહેરીને ક્લાસમાં બેસ્યા વિદ્યાર્થીઓ 

જોકે, શાળાઓએ દ્વારા ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ યથાવત રાખવામાં આવનાર છે. જે વાલીઓના સંમતિપત્રક મળ્યા છે એવા વિદ્યાર્થી સિવાય જે વિદ્યાર્થીઓ શાળાઓમાં નથી આવ્યા તેમના માટે ઓનલાઈન શિક્ષણ યથાવત રખાયું છે. માસ્ક સાથે વિદ્યાર્થીઓનો કલાસમાં અભ્યાસ શરુ થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 5 દિવસ જ કોરોના વેક્સીન અપાશે, 2 દિવસની બાદબાકી કરાઈ 

આ નિયમો સાથે ખૂલી શાળા-કોલેજો

  • ધોરણ 12 ના વર્ગો 50 ટકા હાજરી સાથે જ ચલાવી શકાશે
  • શાળાઓએ વિદ્યાર્થીઓને ઑલ્ટરનેટ બોલાવવાના રહેશે
  • આ માટે વાલીઓનું સંમતિપત્રક ફરજિયાત રહેશે
  • વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે
  • શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે

જામનગરમાં પણ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા

જામનગરમાં શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય આજથી અનલોક થવાનું છે. તો શાળાઓમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કની તકેદારી સાથે અભ્યાસ શરૂ કરાયો છે. કોરોનાકાળમાં ઘણા લાંબા સમય બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શાળા સંચાલકો દ્વારા કોવિડ ગાઇડલાઇન સાથે શાળાઓ શરૂ કરાઈ છે. 

વડોદરા સહિત રાજ્યોમાં આજથી કોલેજ યુનિ.માં ઓફ્લાઇન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરા એમએસ યુનિવર્સિટી હજી ઓફ્લાઇન શિક્ષણ માટે સજ્જ થઈ નથી. સરકારનો પરિપત્ર હોવા છતાં યુનિ.માં શિક્ષણ કાર્ય શરૂ કરવા હજુ કોઈ આયોજન નથી કરાયું. કોમર્સ, આર્ટસ, સાયન્સ, ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા હજી વિદ્યાર્થીઓને સંમતિ પત્ર પણ નથી આપવામાં આવ્યા. પ્રોફેસરોને ઓનલાઈન શિક્ષણ આપવામાં જ રસ છે તેવુ લાગી રહ્યું છે. આવતીકાલથી વિદ્યાર્થીઓને ફેકલ્ટીમાંથી સંમતિ પત્ર અપાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More