Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ-12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 23 થી 27 ઓગસ્ટના રોજ પરીક્ષાઓ લેવાશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધોરણ-12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

હિતલ પારેખ/ગાંધીનગર :ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 23 થી 27 ઓગસ્ટના રોજ પરીક્ષાઓ લેવાશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

fallbacks

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવતી હોય છે. પરંતુ કોરના મહામારીને પગલે પૂરક પરીક્ષા મોડી લેવાઈ છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23થી 27 ઓગસ્ટનું શિડ્યુલ જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા બે સેશનમાં લેવાશે. પ્રાયોગિક વિષયની પરીક્ષા માટે અલગથી સૂચના બહાર પાડવામાં આવશે તેવું બોર્ડ દ્વારા જણાવાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More