Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે રાજકોટમાં

સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે રાજકોટમાં
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક 9 હજાર ચોરસ મીટરમાં બનાવાશે અર્બન હાટ
  •  અર્બન હાટ મદદથી નાના કારીગરો પોતાની વસ્તુઓ વેચી શકશે

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગ્રામીણ કારીગરો પોતાની વસ્તુઓ એક જ સ્થળે વેચી શકે તે માટે સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અર્બન હાટ રાજકોટમાં બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક 9 હજાર ચોરસ મીટર જગ્યા પર અર્બન હાટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે જિલ્લા કલેક્ટર દ્વારા જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ઇન્ડેક્સ્ટ-સી દ્વારા કારીગરોને તેમની વસ્તુઓના ઉત્પાદન-વેચાણ માટે પ્રોત્સાહન અપાય છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર થોડા સમય અગાઉ ખાલી કરાવેલી સરકારી જમીન પર અર્બન હાટ બનાવવામાં આવશે. કુલ મળીને 9000 ચોરસ મીટર જમીન પર આ હાટ બનાવવાનું આયોજન ઇન્ડેક્સ્ટ-સીએ કર્યું છે. આ અર્બન હાટ એ સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ હશે, જ્યાં રાજકોટ જિલ્લાના કારીગરો પોતાની વસ્તુઓ વેચી શકશે. આ પ્રોજેક્ટને બજેટમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેમજ આ માટેની જમીન પણ ઇન્ડેક્સ્ટ-સીને ફાળવી દેવામાં આવી છે. 

આ પણ વાંચો : વિશ્વમાં પહેલીવાર બાળકના નાળમાં પહોંચ્યું પ્લાસ્ટિક, અજીબ કિસ્સો વાંચીને થરથરી જશો

આ એક એવું સ્થાન હશે ત્યાં હસ્તકલા કારીગરો, હાથશાળના કારીગરો તેમજ અન્ય કારીગરો પોતાના દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટને વેચી શકશે. આ અર્બન હાટ યુનિક પ્રકારનું બનાવવામાં આવશે જ્યાં કારીગરોની પ્રોડક્ટ અહીં હાઇલાઇટ થશે. જે કારીગરની પ્રોડક્ટ બેસ્ટ ઇન ક્લાસ-એકસ્ટ્રા ઓર્ડિનરી હશે તેને ત્યાં કાયમી પ્રદર્શન માટે મુકવામાં આવશે. માત્ર વેચાણની સુવિધા જ નહીં, પરંતુ કારીગરોને રહેવા તેમજ 24 કલાક સિક્યોરિટીની સવલત પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટમાં આવું અર્બન હાટ બનાવવા માટે કારીગરોની ઘણા સમયથી માગ હતી. જેની પૂર્તિ હવે થવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડેક્સ-સી એ ભારત સરકારના સહયોગથી ચાલતી રાજ્ય સરકારની સંસ્થા છે, જે ગ્રામીણ કારીગરોની કલા-કારીગરીને મંચ આપવા સાથે કારીગરોને રોજગારી વગેરેનું કામ કરે છે. આ અર્બન હાટ એવું સ્થળ હોય છે કે, જ્યાં હસ્તકળા મેળો, વિવિધ કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો મેળો, માટીકલા મેળો જેવા મેળા યોજાય છે જેમાં કારીગરો પોતાની વસ્તુઓ વેચવા આવે છે, તો શહેરી લોકોને આવી હસ્તકલાની વસ્તુઓ એક જ સ્થળ પર મળી રહે છે.

આ પણ વાંચો : પતિ-પત્નીએ એકસાથે સ્વર્ગની વાટ પકડી, કલોલ બંધ મકાન બ્લાસ્ટમાં બીજું મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More