Home> Saurashtra Kutch
Advertisement
Prev
Next

કાઠિયાવાડી યુવક ઈંગ્લેન્ડની લાડી લાવ્યો.... રાજકોટવાસીઓએ આ રીતે કર્યુ વહુનુ સ્વાગત

Valentine Day : રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીએ સગાઈ કરી... ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન એકબીજા સાથે થયો હતો પ્રેમ... પરિવારે સ્વીકૃતિ આપતા સગાઈ કરી
 

કાઠિયાવાડી યુવક ઈંગ્લેન્ડની લાડી લાવ્યો.... રાજકોટવાસીઓએ આ રીતે કર્યુ વહુનુ સ્વાગત

Valentine Day : આજે પ્રેમનો દિવસ. વેલેન્ટાઈન ડે પર હવે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ દિવસે લોકો પોતાના લગ્ન, સગાઈના પ્રસંગો રાખતા હોય છે, જેથી યાદગાર પળ સાથે આ દિવસ ઉજવી શકાય. રાજકોટમાં રવિવારે એક કપલની સગાઈ વિધિ યોજાઈ. જેમાં રાજકોટના યુવકે ઈંગ્લેન્ડની યુવતી સાથે સગાઈથી જોડાયા છે. ત્યારે વેલેન્ટાઈન ડે પર રાજકોટના આ યુનિક કપલની સંબંધોની ચર્ચા થઈ રહી છે.

રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઈંગ્લેન્ડની રહેવાસી ઈલી હીચિંગ સાથે પ્રેમ થયો. ઈલી હીચિંગ ભારતીય પરંપરાથી એટલી ઈમ્પ્રેસ થઈ ગઈ કે, તે પોતાના પરિવારને લઈને રાજકોટના કિશન સાથે પરણવા આવી હતી. રાજકોટની હોટલમાં કિશન વૈદ્ય અને ઈંગ્લેન્ડની ઈલી હીચિંગની ધામધૂમથી સગાઈ યોજાઈ હતી. 

fallbacks

આ પણ વાંચો : 

અહી ગાંઠિયાની માનતા રાખવાથી ઉધરસ મટી જાય છે, ગુજરાતમાં આવેલુ છે આ અનોખું મંદિર

ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા, અહીં શ્વાસ લીધો તો મર્યા સમજો

ઈલી પોતાના પરિવાર સાથે લગ્ન કરવા રાજકોટ પહોંચી છે. ઈલી અને કિશન યુકેમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા, જ્યાં બંનેને એકબીજા માટે પ્રેમ થઈ ગયો હતો. વાત માત્ર બે જ્ઞાતિ નહિ, પંરતુ અલગ અલગ દેશ, અલગ અલગ રહેણીકરણી, ભાષાની હતી. પરંતું ઈલીએ પોતાના માતાપિતાને મનાવી લીધા, અને તે માતાપિતા સાથે અહી આવી પહોંચી હતી.

fallbacks

તો બીજી તરફ, રાજકોટમાં વસતા કિશન વૈદ્યના માતાપિતાએ પણ મોકળું મન રાખીને વિદેશી વહુ માટે સહમતી દર્શાવી હતી. આખા પરિવારે ઈલી અને તેના પરિવારનું સ્વાગત કર્યુ હતું.   

આ પણ વાંચો : 

આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?

સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ ચકચારી મોનિકા આપઘાત કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More