Home> Saurashtra Kutch
Advertisement
Prev
Next

Ashapura Mata: રાજકોટની રક્ષા કરે છે માં આશાપુરા, અહીં દર્શન કરનાર ભક્તોને મળે છે માતાના પરચા, મનોકામના થાય છે તુરંત પુરી

Ashapura Mata: અહીં માતાજીને નિયમિત રીતે ત્રણ વખત સાડીનો શણગાર કરવામાં આવે છે. આ શણગાર ખાસ હોય છે કારણ કે આ શણગાર લોકોએ માનેલી માનતા પૂરી થયા પછી લોકો ચઢાવે છે. જોકે આ મંદિરમાં અનેક ભક્તોને માતાજીના પરચા મળ્યા છે જેના કારણે માતાજીને શણગાર ચઢાવવાની માનતા પણ પૂરી કરવાનો વારો એક વર્ષે આવે છે.

Ashapura Mata: રાજકોટની રક્ષા કરે છે માં આશાપુરા, અહીં દર્શન કરનાર ભક્તોને મળે છે માતાના પરચા, મનોકામના થાય છે તુરંત પુરી

Ashapura Mata: કોઈપણ શહેર એવું ન હોય જ્યાં મંદિર કે અન્ય ધર્મસ્થાન આવેલા ન હોય. ખાસ કરીને દરેક શહેરમાં શહેરની રક્ષા કરતા દેવીનું મંદિર તો અચૂક હોય છે. તેવી જ રીતે રાજકોટ શહેર માટે માન્યતા છે કે આ શહેરની રક્ષા માં આશાપુરા કરે છે. જે રીતે કચ્છનું માં આશાપુરા માતાનું મંદિર પ્રખ્યાત છે તે રીતે રાજકોટ શહેરનું આશાપુરા મંદિર પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિરની સ્થાપના રાજકોટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના ૧૯૩૫માં રાજકોટના તત્કાલીન રાજવી ધર્મેન્દ્રસિંહ ઠાકોર સાહેબે કરી હતી. 

આ પણ વાંચો: મા લક્ષ્મીના 4 હાથ નહીં ગુજરાતના આ ગામોમાં તો ખુદ વસે છે, કુબેરે ખોલી દીધો છે ખજાનો

આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં માતાજીને નિયમિત રીતે ત્રણ વખત સાડીનો શણગાર કરવામાં આવે છે. આ શણગાર ખાસ હોય છે કારણ કે આ શણગાર લોકોએ માનેલી માનતા પૂરી થયા પછી લોકો ચઢાવે છે. જોકે આ મંદિરમાં અનેક ભક્તોને માતાજીના પરચા મળ્યા છે જેના કારણે માતાજીને શણગાર ચઢાવવાની માનતા પણ પૂરી કરવાનો વારો ઘણી વખત એક વર્ષે આવે છે. આ મંદિરની એક અનોખી પરંપરા પણ છે જેનું પાલન આજ સુધી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Rajkot: રાજકોટનું અનોખું મંદિર, અહીં સાવરણી ચઢાવવાની માનતા રાખવાથી ઈચ્છા થાય છે પુરી

વર્ષ દરમિયાન આવતી નવરાત્રીમાં રાજવી પરિવારના રાણીસાહેબ વહેલી સવારે 4:30 કલાકે મંદિરે આવે છે અને ખુદ માતાજીનો શણગાર અને પૂજા કરે છે. નવરાત્રિના દરેક દિવસનો શણગાર રાણી સાહેબ પોતાના હસ્તે કરેલો હોય છે.

આ પણ વાંચો: ગોવાના બીચનો શ્રેષ્ઠ વિકલ્પ છે ગુજરાત : આ 5 બીચ જોઈ લેશો તો ગોવા જવાનું ભૂલી જશો

આ મંદિરમાં માતાજીના દર્શન કરીને જે પણ મનોકામના કરવામાં આવે તે અચૂક પૂરી થાય છે. આ મંદિરના આંગણામાં એક પીપળો પણ આવેલો છે જેમાં દોરો બાંધીને સૌભાગ્યવતી સ્ત્રીઓ પ્રદક્ષિણા કરે છે અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરે છે. આ ચમત્કારી મંદિર ખાતે ચમત્કારનો અનુભવ અનેક લોકોને અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More