Home> Gujarat
Advertisement
Prev
Next

સરદાર સરોવરના પ્રવાસીઓની સંખ્યા 5 લાખને પાર, સુરતના કિરણભાઈ બન્યા 5 લાખમા પ્રવાસી

દર વર્ષે 5 લાખમા પ્રવાસીનું તંત્ર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવે છે

સરદાર સરોવરના પ્રવાસીઓની સંખ્યા 5 લાખને પાર, સુરતના કિરણભાઈ બન્યા 5 લાખમા પ્રવાસી

રાજપીપળાઃ સરદાર સરોવર ડેમને જોવા માટે દર વર્ષે રાજ્ય અને દેશભરમાંથી અનેક પ્રવાસીઓ ઉમટે છે. નર્મદા નિગમ દ્વારા દર વર્ષે ડેમ જોવા આવનારા 5 લાખમા પ્રવાસીનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે સુરત શહેરના કિરણભાઈ ભીમાણી સરદાર સરોવરની મુલાકાત લેનારા 5 લાખમા પ્રવાસી બન્યા હતા. 

નર્મદા નિગમ દ્વારા 5 લાખમો પ્રવાસી બનનારા વ્યક્તિનું મોમેન્ટો આપીને સ્વાગત કરવાની સાથે હાજર પ્રવાસીઓ વચ્ચે તેનું સન્માન કરવામાં આવે છે. 5 લાખમા પ્રવાસી બનનારી વ્યક્તિને નર્મદા નિગમ વીવીઆઈપી મહેમાન તરીકેની તમામ સવલતો પૂરી પાડવામાં આવે છે. જેમાં પ્રવાસીને વીઆઈપી પાસ તેમજ રેહવા-જમવાની ખાસ સવલત આપવામાં આવે છે. 

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ રાજ્યમાં પ્રવાસન માટેનું એક મોટું આકર્ષણ બનેલો છે. જાહેર રજાના દિવસો અને તહેવારોના દિવસોમાં તો અહીં ટ્રાફિક જામ જેવી સ્થિતી સર્જાઈ જતી હોય છે. દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. હવે સ્ટેચ્યુ  ઓફ યુનિટ બન્યા બાદ આ સંખ્યામાં બમણો વધારો થવાની સંભાવના નર્મદા નિગમે વ્યક્ત કરી છે.

fallbacks

5 લાખમા પ્રવાસી બનવા અંગે ગર્વ વ્યક્ત કરતાં કિરણભાઈએ જણાવ્યું કે, સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે અને દેશનું ગર્વ છે. તેમાં પણ હવે જ્યારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યારે અહીં બનવા જઈ રહી છે ત્યારે આ સ્થાન સમગ્ર વિશ્વના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની જશે. નર્મદા નિગમ દ્વારા મને આ સન્માન પ્રાપ્ત થશે તેની તો કલ્પના પણ કરી ન હતી. કિરણભાઈનો પરિવાર નર્મદા નિગમની મહેમાનગતી માણીને ખુશ થઈ ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More