Home> Gujarat
Advertisement
Prev
Next

સંઘ પ્રદેશ દમણમાં રસ્તાઓના હાલ બેહાલ, વરસાદમાં ધોવાઈ ગયા વિકાસના વાયદા!

આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રદેશ  પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે. કોણ જાણે કેમ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

સંઘ પ્રદેશ દમણમાં રસ્તાઓના હાલ બેહાલ, વરસાદમાં ધોવાઈ ગયા વિકાસના વાયદા!
  • ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ બન્યા બિસ્માર
  • દમણના તમામ મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડ્યા
  • દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની હાલત સૌથી ખરાબ
  • હાઈવે પર મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકો પરેશાન
  • આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થાય છે વાહનચાલકો
  • વરસાદમાં આ મોટો ખાડાઓમાં પાણી ભરાતા સર્જાય છે અકસ્માત
  • લોકોએ અનેકવાર રસ્તાઓ રિપેર કરવાની કરી માગ
  • તંત્ર લોકોના પ્રશ્નો સામે કરે છે આંખ આડા કાન
  • રસ્તાની આ સ્થિતિ સામે વાહનચાલકોમાં ભારે રોષ

નિલેશ જોશી, દમણ: સંઘ પ્રદેશ દમણમાં પણ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ  થયું છે. ચોમાસાની શરૂઆતથી જ દમણના લગભગ તમામ મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની છે. આ કોસ્ટલ  હાઇવે દમણને ગુજરાતની સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સાથે પણ જોડે છે. પરંતુ દમણમાં પ્રવેશતા જ આ હાઇવે  પર પડેલા ખાડાઓ  જ પર્યટકો નું સ્વાગત કરે છે મહત્વપૂર્ણ છે કે આ હાઇવે પરથી દમણના ઔદ્યોગિક વિસ્તારમાં રોજિંદા અપડાઉન કરતા હજારો કામદારોની ભારે વાહનો અને  નાના-મોટા હજારો વાહનો પણ અહીંથી પસાર થાય છે. 

દમણનો આ મુખ્ય માર્ગ છે. પરંતુ તેમ છતાં આ માર્ગ પર મસ મોટા ખાડા પડ્યા છે. આથી અકસ્માતો સર્જાય છે. સાથે જ આવા મોટા ખાડાઓમાંથી પસાર થતી વખતે વાહનોમાં નુકસાની પણ થાય છે. વરસાદ બંધ હોય ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓ દેખાય છે. પરંતુ જ્યારે વરસાદ હોય અને આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડાઓ નહીં દેખાતા હોવાથી અનેક વાહન ચાલકો આ ખાડાઓમાં પડી અને અકસ્માતો પણ સર્જાય છે. 

આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે. આજે કોસ્ટલ  હાઇવે ની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે અહી ખાડામાં રસ્તો છે. રસ્તામાં ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ છે  આ ખાડાઓમાંથી પસાર થતાં બહારથી આવતા પર્યટકોની સાથે સ્થાનિક લોકો પણ પરેશાની નો સામનો કરી રહ્યા છે ત્યારે દમણમાં રસ્તાઓની હાલત સુધરે તે જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More