Home> Gujarat
Advertisement
Prev
Next

4 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરીની મોટી દિવાળી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ પશુપાલકોને સાબર ડેરીએ દિવાળી (Diwali 2019) પર મોટું બોનસ આપ્યું છે. ડેરીએ દૂધ (Milk) ના ભાવ કિલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ સાબર ડેરી (Sabar Dairy) એ સાત મહિનામાં છ વાર દૂધના ભાવોમાં વધારો કર્યો છે. દૂધના ભાવો વધતા પશુપાલકોને આંશિક રાહત થઈ છે. ત્યારે હવે પશુપાલકોની દિવાળી ખાસ બની રહેશે. 

4 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરીની મોટી દિવાળી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ પશુપાલકોને સાબર ડેરીએ દિવાળી (Diwali 2019) પર મોટું બોનસ આપ્યું છે. ડેરીએ દૂધ (Milk) ના ભાવ કિલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ સાબર ડેરી (Sabar Dairy) એ સાત મહિનામાં છ વાર દૂધના ભાવોમાં વધારો કર્યો છે. દૂધના ભાવો વધતા પશુપાલકોને આંશિક રાહત થઈ છે. ત્યારે હવે પશુપાલકોની દિવાળી ખાસ બની રહેશે. 

સુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાનો પ્લાન બનાવાયો હતો 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીએ છેલ્લા સાત મહિનામાં છ વાર દૂધના ભાવોમાં વધારો કર્યો છે. ત્યારે તાજેતરમાં સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતને ધ્યાને રાખી અને દિવાળીના તહેવાર ટાંણે ૧૦ રૂપિયા દૂધના ભાવોમાં વધારો કર્યો છે. સાબરડેરી દ્વારા જાહેર કરાયેલ ભાવ વધારો આગામી 25 ઓક્ટોબરથી પશુપાલકોને ચૂકવવામાં આવશે. એક તરફ આગામી સમય આવનાર દિવાળીના તહેવાર ટાણે સાબરડેરીએ ભાવ વધારો કરતા જ પશુપાલકોને આંશિક રાહત થઈ છે, તો બીજી તરફ સાબરડેરીએ પશુપાલકો ને બોનસ જાહેર કર્યું હોય એમ પશુપાલકોને આંશિક રાહત મળી છે. હાલ સાબર ડેરીમાં દૈનિક 21  લાખ ૫૦ હજાર લીટર દૂધની દૈનિક આવક થાય છે, ત્યારે સાબરડેરીએ સતત સાત મહિનામાં છ વાર દૂધના ભાવમાં વધારો કર્યો છે.

લોકગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ, ભૂજની હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર

ઉલ્લેખનીય છે કે, અગાઉ પશુપાલકોને દૂધના ઓછા ભાવો મળતા હોવાને લઇ પશુપાલન વ્યવસાય પડી ભાંગ્યો હતો અને નહિ નફો નહિ નુકસાન જેવી સ્થિતિ હતી. પરંતુ સતત દૂધના ભાવો વધવાને લઇ હાલ પશુપાલકોને એક નવી આશા જીવંત થઇ છે. પરંતુ હજુ પશુપાલકો વધુ ભાવોની માગ કરી રહ્યાં છે અને એની સામે સાબરદાણ અને પશુ આહાર ના ભાવો ઘટાડવાની માગ કરી રહ્યા છે. પશુપાલકો માની રહ્યા છે કે, હજુ ૨૦ રૂપિયા કિલો ફેટ ભાવ વધારો થાય અને પશુઆહારના ભાવો ઘટે તો નફો મળી શકે એમ છે. 

ગુજરાતમાં કમોસમી વરસાદે દિવાળી બગાડી, મંગળવારે રાજ્યના 42 તાલુકામાં વરસાદ પડ્યો

એક તરફ દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીમાં ટકી રહેવું મુશ્કેલ છે, ત્યારે બીજી તરફ દિવાળીનો તહેવાર નજીક છે. ત્યારે સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં ભાવ વધારો કરતા પશુપાલકોમાં આનંદ છવાયો છે. 1 એપ્રિલ પહેલા દૂધનો પ્રતિ કિલો ફેટ ભાવ 590 રૂપિયા હતો. તેમાં 20 રૂપિયાનો વધારો કરી 610 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરાયો હતો. ત્યાર બાદ 1 મે 2019ના રોજ ફરી 20 રૂપિયાનો ભાવ વધારો કરાતા 630 રૂપિયા કિલો ફેટ દૂધની ખરીદી કરવામાં આવતી હતી. ત્યાર બાદ 20 રૂપિયા ભાવ વધારો કરાયો હતો, જે વધીને 1 જૂનથી 650 રૂપિયા કિલો ફેટે ચૂકવવામાં આવતા હતા. ત્યાર બાદ જુલાઈ મહિનામાં 20 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો. જે ભાવ કિલો ફેટે 680 પ્રમાણે ચૂકવાતો હતો અને ત્યાર બાદ ફરી ભાવ 2૦ રૂપિયા કિલો ફેટે વધારવામાં આવ્યા છે. ત્યાર બાદ ૨૧ સપ્ટેમ્બરથી દૂધના ભાવ કિલો ફેટ 700 રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવ્યા અને હવે દિવાળી તહેવાર ટાણે દૂધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. આગામી 25 ઓક્ટોબરથી પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે 710 રૂપિયા અને ગાયના દૂધના સમતુલ્ય ભાવ કિલો ફેટે 304.50 રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવશે. 

સાબરડેરી દ્વારા સતત સાત મહિનામાં છ વાર ભાવ વધારો કરતા આખરે પશુપાલકોને પશુપાલનના વ્યવસાયમાં આંશિક રાહત થઇ છે. જેને લઇ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ પશુપાલકોને નફા માટેની આશા જીવંત થઇ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More