Home> Gujarat
Advertisement
Prev
Next

રશિયા-યુક્રેન યુદ્ધની રાજકોટના ઉદ્યોગો પર ખરાબ અસર, ટર્નઓવરમાં થયો 50 ટકાનો ઘટાડો

રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ જંગની અસર રાજકોટના ઉદ્યોગો પર પડવા લાગી છે. સતત વધી રહેલાં ભાવ વધારાને કારણે અનેક ઉદ્યોગોનું ઉત્પાદન પણ ઘટી ગયું છે. 
 

રશિયા-યુક્રેન યુદ્ધની રાજકોટના ઉદ્યોગો પર ખરાબ અસર, ટર્નઓવરમાં થયો 50 ટકાનો ઘટાડો

ગૌરવ દવે, રાજકોટઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર રાજકોટનાં ઉદ્યોગો પર થવા લાગી છે. રાજકોટને MSME ઉદ્યોગોનું હબ માનવામાં આવે છે. દેશ વિદેશમાં રાજકોટથી ઓટોપાર્ટસનું એક્સપોર્ટ થાય છે. મેટલ સહિતની રો-મટીરીયલમાં આવેલા અસહ્ય ભાવ વધારાને કારણે ઉદ્યોગોને મંદીનું ગ્રહણ લાગ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે MSME ઉદ્યોગોને 40 ટકાથી વધુ અસર પહોંચી છે. યુદ્ધ પહેલા 2550 કરોડનું માસિક ટર્નઓવર થતું જે ઘટીને 1200 કરોડ થઇ ગયું છે

2550 કરોડથી ઘટી 1200 કરોડનું રહ્યું ટર્નઓવર..
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર ઓટો પાર્ટસનાં હબ તરીકે જાણીતું છે. સોયથી લઇને એરોસ્પેશ સુધીનાં પાર્ટસ રાજકોટમાં તૈયાર થાય છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી રાજકોટનાં ઉદ્યોગોને ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલતા રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે રાજકોટનો એમ.એસ.એમ.ઇ ઉદ્યોગની જાણે કે કરોડરજૂ તુટી ગઇ હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. માત્ર 40 ટકા જ ઉદ્યોગો કાર્યરત છે. આંકડા પર નજર કરીએ તો,

મેટલ પ્રકાર યુદ્ધ પહેલાનો ભાવ યુદ્ધ પછીનો ભાવ ભવિષ્યમાં વધારો
(1) માઇલ્ડ સ્ટીલ રૂ. 65 રૂ. 80 રૂ. 100
(2) બીડ રૂ. 40 રૂ. 64 -
(3) એલ્યુમિનીયમ રૂ. 220 રૂ. 270 -
(4) કોપર રૂ. 700 રૂ. 875 -
(5) લોખંડ રૂ. 65 રૂ. 85 -

રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનનાં પ્રમુખ પરેશ વસાણીએ કહ્યું હતું કે, પહેલા ત્રણ મહિના સુધી રો-મટીરીયલનાં ભાવ ફિક્સ રહેતા હતા જોકે હવે દરરોજ ભાવ વધી રહ્યા છે. જેને કારણે ગ્રાહકોને ભાવ વધારો સહન ન થતા ઉદ્યોગકારોએ ઉત્પાદન જ ઘટાડી દીધું છે.

આ પણ વાંચોઃ દાહોદની જનતાને મળશે ખાસ સુવિધા, 151 કરોડના ખર્ચે તૈયાર કરાયો ICCC-આઈટી પ્રોજેક્ટ, પીએમ મોદી કરશે લોકાર્પણ

રાજકોટ એમ.એસ.એમ.ઇનાં 38 હજાર કરતા વધું યુનિટો આવેલા છે. અસહ્ય ભાવ વધારાને કારણે મોટાભાગનાં યુનિટો મંદીનો માર સહન કરી રહ્યા છે. માસિક ટર્નઓવર 50 ટકા થયું છે. છેલ્લા એક વર્ષમાં રો મટીરીયલમાં બમણો ભાવ જ્યારે છેલ્લા દોઢ મહિનામાં 30 ટકા ભાવ વધારો થયો છે. ગ્રાહકને ક્યાં ભાવથી ઉત્પાદન કરીને વેંચવું તેને લઇને ઉદ્યોગકારો મુઝવણમાં મુકાયા છે. ઉદ્યોગપતિઓ વસ્તુઓનાં ભાવ વધારે તો ગ્રાહકો સ્વિકારતા નથી તેથી ઉદ્યોગપતિઓ જાયે તો જાયે કહાં તેવી સ્થિતીમાં મુકાયા છે. આંકડા પર નજર કરીએ તો,

નામ યુદ્ધ પહેલા (કરોડમાં) - યુદ્ધ પછી (કરોડમાં)
ઓટોપાર્ટસ 800 - 400
કાસ્ટીંગ 500 - 250
ફોર્જિંગ 500 - 250
મશિન ટુલ્સ 200 - 100
સબમર્શિબલ પંપ 300 - 200
કિચન વેર 125 - 075
હાર્ડવેર 125 - 075

આ પણ વાંચોઃ જ્યાં વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે, તે ટ્રેક પર રાજકોટના યુવાનોએ ઘોડા પર ઉભા રહી જોખમી સ્ટંટ કર્યાં

રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનનાં પ્રમુખ પરેશ વસાણીએ જણાવ્યું હતું કે, કિચનવેર આઇટમની નિકાસ પર રોક લાગી છે. નિકાસની વસ્તુઓમાં શિપિંગ ચાર્જ વધ્યો છે. આ અંગે સરકારે ઉદ્યોગકારોને રાહત આપવી જોઇએ. રશિયામાં સદંતર નિકાસ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે

રાજકોટનાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોમાં ઓટોપાર્ટસ, કિચનવેર, હાર્ડવેર, એન્જીન, પમ્પ ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. યુદ્ધને કારણે ભારતનાં ઉદ્યોગોને રો-મટીરીયલમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે એક્સપોર્ટ પર અસર પહોંચી છે. તમામ વસ્તુઓમાં ભાવ વધતા મોંધવારીનો ડામ ફરી એક વખત પ્રજા પર પડી રહ્યો છે. ત્યારે સરકાર ઉદ્યોગકારોને રાહત કરે તેવી માંગ ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More