Home> Gujarat
Advertisement
Prev
Next

સુવિધાના બહાને કમાણી: હવેથી જૂની નંબર પ્લેટ માટે ખિસ્સા કરવા પડશે ઢીલા, ફીમાં ત્રણ ગણો વધારો

અગાઉ ટુ વ્હીલરની જુની નંબર પ્લેટ બદલવાના રૂપિયા 160 હતા, જેને બદલે 495 થશે. એવી જ રીતે કારની ફી 450થી વધારી 781 કરાઈ છે. એટલું જ નહીં, વાહનોની લોન પૂરી થયા પછી આરટીઓમાંથી NOCનો ચાર્જ લેવાતો નહોતો.

 સુવિધાના બહાને કમાણી: હવેથી જૂની નંબર પ્લેટ માટે ખિસ્સા કરવા પડશે ઢીલા, ફીમાં ત્રણ ગણો વધારો

RTO: વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહનચાલકોના ખિસ્સામાં વધુ એક બોજ પડશે. કારણ કે હવે જૂના વ્હીકલની નંબર પ્લેટ માટે પણ ખિસ્સા ઢીલા કરવા પડશે. ગુજરાત સરકારે જૂની નંબર પ્લેટ બદલવામાં ત્રણ ગણો ભાવ વધારો કર્યો છે. જી હા... વાહન વ્યવહાર વિભાગ એ ડીલરોને કામ સોંપ્યું છે અને નંબર પ્લેટ બદલવાનો કોન્ટ્રાક્ટ કંપનીઓને અપાયો છે. 

કોણ કહે છે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે? આ તારીખ પછી મેઘો તરખાટ મચાવશે? જાણો આગાહી

અગાઉ ટુ વ્હીલરની જુની નંબર પ્લેટ બદલવાના રૂપિયા 160 હતા, જેને બદલે 495 થશે. એવી જ રીતે કારની ફી 450થી વધારી 781 કરાઈ છે. એટલું જ નહીં, વાહનોની લોન પૂરી થયા પછી આરટીઓમાંથી NOCનો ચાર્જ લેવાતો નહોતો, પરંતુ હવેથી 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે અગાઉ વાહન ડીલર જૂના ભાવે RTOનું કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. તે કામ માટે તૈયાર ન થતા નવો ભાવ વધારો અમલમાં મુકવાની નોબત આવી હતી.

કરાર આધારિત શિક્ષકો મેદાને! આ ધારાસભ્યએ કહ્યું; 'જ્ઞાન સહાયક રદ્દ કરાવીને જ જંપીશું'

નવી કારની નંબર પ્લેટ માટે રૂ.781 અને ટૂ-વ્હીલર માટે રૂ.495 ચૂકવવા પડશે
અગાઉ કારની નંબર પ્લેટ માટે રૂ.450 અને ટુ વ્હીલર માટે રૂ.160 વસુલવામાં આવતા હતા. પરંતુ હવે આ દિવસો ગયા છે અને હવેથી કાર માટે 781 રૂપિયા અને ટુ વ્હીલર માટે 495 રૂપિયા નક્કી કરાયા છે. એટલે આ પ્રમાણે ભાવ ચૂકવવા પડશે. રાજ્ય સરકાર દ્વારા નવા વાહનોના એચએસઆરપી નંબર પ્લેટ સહિત જુના વાહનોની કામગીરી પણ વાહનોના ડીલરોને સોંપી દીધી હતી. પરંતુ હવે જુના ભાવમાં ડીલરોએ કામ કરવાની ના પાડતા તોતિંગ ભાવ વધારો કરાયો છે. જેને લઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિવાદના ભણકારા પણ વાગી રહ્યા છે. અત્યાર સુધીમાં એચએસઆરપીના ભાવમાં લગભગ બે વખત થોડો ઘણો વધારો કરાયો હતો.

સુરત શહેરના આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ: કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું

આરટીઓનો નવો આદેશ 
RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા વાહન વિભાગે આદેશ કર્યો છે. હવે વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીમાં કામ નહીં થાય. પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. 

સૌંદર્યવાન યુવતીના ચક્કરમાં અમદાવાદનો બિલ્ડર ફસાયો, ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી

વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિજ ચાર્જ ઉમેરાશે
આ ઉપરાંત જૂના વાહનોની નંબર પ્લેટના કામ માટે વિવિધ દર નક્કી કરાયા હતા. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિજ ચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઈપણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. પહેલાં RTO કચેરીમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને જતાં ગ્રાહકનું કામ એક જ દિવસમાં થઈ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઈને પ્રથમ પુરાવા અને ફી ભરવી પડશે. પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા માટે ધક્કો ખાવો પડશે. 

રાજકોટ વોકળાનો સ્લેબમાં મોટો ખુલાસો : બિલ્ડરે ખર્ચ ઘટાડવા સ્લેબની જાડાઈ ઘટાડી હતી

આ ઉપરાંત અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. નંબર પ્લેટનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતાં આરટીઓ કચેરીમાંથી જગ્યા છોડવા આદેશ કરાયો છે. પરંતુ વાહન ડીલરોને જૂના કે નવા વાહનો માટે નંબર પ્લેટ પૂરી પાડશે.

એકદમ દમદાર હશે ઓક્ટોબરની શરૂઆત, તુલામાં મંગળની એન્ટ્રી આપશે છપ્પડફાડ ધન-સંપત્તિ

ઉલ્લેખનીય છે કે, નાગરિકો પર વધુ એક બોજ પડશે. RTO માં એક મોટો નિર્ણય લેવાયો છે, જેમાં હવે જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં, આ કામ હવેથી વાહન ડીલરો કરશે. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ બદલવા માટે વાહન ડીલરો બે-બે ધક્કા ખવડાવશે. જ્યારે કે, RTO માં ઓનલાઈન અપોઈન્ટમેન્ટથી એક દિવસમાં કામ થઈ જતું હતું.

LIC Policy: 30 સપ્ટેમ્બરને બંધ થઇ જશે એલઆઇસીની પોલિસી, ફક્ત 5 દિવસનો છે સમય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More