Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા એરપોર્ટ પર શરૂ થઈ ઉઘાડી લૂંટ, તમારું વાહન 3 મિનિટથી વધુ ઉભુ રહશે તો 500નો દંડ

મદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉધાડી લુંટ શરૂ કરાઈ છે. 1 માર્ચથી ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાના સમાચાર છે. 

વડોદરા એરપોર્ટ પર શરૂ થઈ ઉઘાડી લૂંટ, તમારું વાહન 3 મિનિટથી વધુ ઉભુ રહશે તો 500નો દંડ

રવિ અગ્રવાલ/વડોદરા: અમદાવાદ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ શરૂ થઈ છે. મુસાફરો માટે લેવા મૂકવા આવતું વાહન 3 મિનિટથી વધુ ઉભુ રહે તો તેમની પાસેથી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ટેક્ષી પાર્સિગ વાળા વાહનો પાસેથી પાર્કિંગના 20 રૂપિયા વસુલાત કરવામાં આવી રહી છે. 

એટલું જ નહીં, વડોદરા એરપોર્ટ પર વાહનોને મારવાના લોક સાથે લેન મેનેજર પણ મૂકાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોનાના સમયે પાર્કિંગનો કોન્ટ્રાક્ટર ભાગી ગયો હતો, ત્યારબાદ ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તે સાથે જ હવે પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ શરૂ કરાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉધાડી લુંટ શરૂ કરાઈ છે. 1 માર્ચથી ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાના સમાચાર છે. 

અગાઉ કોરોનાના સમયે પાર્કિંગનો કોન્ટ્રાક્ટર ભાગી ગયો હતો. ત્યારબાદ ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેના કારણે હવે વડોદરા એરપોર્ટ પર મુસાફરો માટે આવતા વાહન 3 મિનિટથી વધુ ઊભું રહે તો રૂા. 500 દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. એટલું જ નહીં, વાહનોને લોક મારવાના લેન મેનેજર પણ મૂકાયો છે.

બીજી બાજુ, ટેક્ષી પાર્સિગ વાળા વાહનો પાસેથી પાર્કિંગના 20 રૂપિયા વસુલાત કરવામાં આવી છે. જૂના નિયમ મુજબ પેસેન્જરો માટે આવનાર વાહનો 3 મિનિટથી વધુ સમય ઉભું રહેતું હતું અને 8 મિનિટ એન્ટ્રી ગણાતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More