Home> Gujarat
Advertisement
Prev
Next

રોડ રોમિયો પર ભારે વડોદરાની શી ટીમ, હેરાનગતિ કરતા 70 રોમિયોને પકડ્યા

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે શહેર પોલીસની શી ટીમ દ્વારા આવા બનાવોને રોકવા માટે અત્યાર સુધી 70 જેટલા કેસો કરી 70 યુવકની અટકાયત કરી છે.

રોડ રોમિયો પર ભારે વડોદરાની શી ટીમ, હેરાનગતિ કરતા 70 રોમિયોને પકડ્યા

જયંતિ સોલંકી/વડોદરા :વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે શહેર પોલીસની શી ટીમ દ્વારા આવા બનાવોને રોકવા માટે અત્યાર સુધી 70 જેટલા કેસો કરી 70 યુવકની અટકાયત કરી છે.

કોરોના કાળ બાદ નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા હોય છે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે જતી અથવા તો સોસાયટીઓ બહાર રોમિયો દ્વારા યુવતીઓની છેડતી અથવા મશ્કરીના બનાવો સતત વધી રહ્યા છે. આવા કિસ્સામાં યુવતીઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. પરંતુ ભોગ બનનાર યુવતી જ્યારે ફરિયાદ નહીં કરે ત્યારે આવા યુવકોને છૂટો દોર મળી જતો હોય છે. જે અંગે નિયંત્રણ લાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર અને પોલીસની શી ટીમ આગળ આવી છે અને રોમિયોગીરી કરતા રોમિયોને પકડવા માટે કમર કસી છે. હાલમાં શી ટીમના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના તમામ પોલીસ મથકોમાં શી ટીમ કાર્યરત કરવામાં આવી છે. શહેરમાં મહિલા કોન્સ્ટેબલ રોમિયોને પકડવા માટે અલગ અલગ જગ્યાએ સિવિલ ડ્રેસમાં ફરે છે અને કોઈ રોમિયો તેની છેડતી અથવા તો મસ્તી કરે તો તેવા સંજોગોમાં તાત્કાલિક અટકાયત કરી દેવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં વડોદરા શહેરની સી ટીમે દીકરીના 70 કેસ દાખલ કરી યુવકની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : એક જ મહિનામાં ખુદાબક્ષ મુસાફરો પકડીને ભાવનગર રેલવેએ કરી તગડી કમાણી

વડોદરામાં તૃષા હત્યાકાંડ તેમજ વડોદરામાં જ વેક્સિન ગ્રાઉન્ડમાં થયેલ સામૂહિક દુષ્કર્મ બાદ નવસારીની યુવતીની આત્મહત્યાના છ મહિના બાદ પણ આરોપીઓ હાથ નહિ લાગતા શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસની મહિલા સેલની ટીમ દ્વારા ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 56 ડિકોયમાં 70 રોમિયોને ઝડપી લીધા હોવાનુ જણાવવામાં આવ્યું છે.

પોલીસ સ્ટેશન પ્રમાણે પકડાયેલ રોમિયા

  • લક્ષ્મીપુરા-3
  • પાણીગેટ-8
  • કારેલીબાગ-5
  • ફતેગંજ-6
  • નવાપુરા-5
  • રાવપુરા-4
  • વારસીયા-6
  • જે.પી.રોડ-8
  • નંદેસરી-1
  • સયાજીગંજ-4
  • ગોરવા-4
  • સિટી-4
  • હરણી-4
  • બાપોદ-2
  • માંજલપુર-2
  • ગોત્રી-1
  • છાણી-2
  • વાડી-1

આ પણ વાંચો : સાહેબની બદલી થતા આખુ ગામ હિબકે ચઢ્યું, ગ્રામજનો અને પોલીસ સ્ટાફના આસું છલકાયા

કુલ 56 ડિકોયમાં 70 રોમિયો પકડાયા

મહિલા સેલના ACP રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે શી-ટીમની રચના કરવામા આવી છે. જેમા પ્રોજેક્ટ સ્પર્શ, પ્રોજેક્ટ જીંદગી હેલ્પલાઇન, પ્રોજેક્ટ આત્મનિર્ભર જેવા કુલ સાત પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવે છે. મહિલા પોલીસની શી ટીમ શાળા, ક્લાસીસ, કોલેજો અને અવાવરુ જગ્યાએથી મહિલાઓ થતી હોય ત્યાં તૈનાત રહે છે. સાથે જ મહિલાને હારેનગતી કરતા ટપોરીઓને રોકવા રોમિયો ડિકોય કરવામાં આવે છે. જેમાં ડિસેમ્બર 2021થી આજ દિન સુધી 56 સફળ ડિકોયમાં કુલ 70 જેટલા ટપોરીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 

આ પણ વાંચો :

સુરતમાં અમદાવાદ કરતા પણ સવાયો રિવરફ્રન્ટ બનાવાશે, આખી દુનિયા જોતી રહી જશે

ચૌધરી આદિવાસી સમાજે જૂના રિવાજો દૂર કર્યા, લગ્નોમાં થતા ખોટા ખર્ચા હવે નહિ કરાય

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More